સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૮ મી મોહર્રમુલ હરામ, અમીરુલ મુમિનીન મૌલાના અલી ઈબ્ન અબુ તાલિબ સ.અ. ની મજલીસ માં મુમિનીન ને ખિતાબ કરીને ફરમાયુ કે અલી એ આલા દો જહાન ના આકા મુશ્કિલ કુશા ના શિયા ખોલોસા ! હર વખ્ત માં હર ઘડી માં નિદા ના કરનાર યા અલી ! યા અલી ! યા અલી !

મૌલાનલ મિનઆમ ત.ઉ.શ.  એ અબ્યાત ની તિલાવત ફરમાવી:

إذا ناديت مولانا علي * اغاثك في المهمات الصعاب

اذا ناديته مستهديا في * الامور هداك منهاج الصواب

કોઈ મુશ્કિલ અમર આવે છે, decision(નિર્ણય) લેવો મુશ્કિલ પડે તો આ બૈત ની તિલાવત કરે. અલી ના ગુલામ છે એહને કોઈ ખૌફ નથી. ગરચે પહાડો ની મિસલ એહના ગુનાહ હોઈ, એના નસીબ માં જન્નત છે.

બની રીયાહ ના ગુલામ ની ઝિકર ફરમાવી. મૌલાના અલી ની વલાયત ના સબબ એને જે કરામત થઇ છે કે મલાએકત ના ૭૦ કબીલા – હર એક કબીલા માં ૭૦૦૦૦ ફરિશ્તા ખુદા ના અમર સી આસમાન સી ઉતરા છે . રસુલુલ્લાહ સ.અ. એ તે ગુલામ ના જનાઝા પર નમાઝ પઢાવી.

સૈયદનલ કાઝી અલ નોઅમાન રી.અ. ફરમાવે છે કે ખુદા જેને તૌફિક આપે એના જ  દિલ માં અલી ની મોહબ્બત ઉતરે છે .

રસુલુલ્લાહ સ.અ. ફરમાવે છે કે મેં અને તમે એ ભાઈ અલી એક તીનત સી પેદા થયા અને એમાં સી જે એક હિસ્સો બાકી રહ્યો એના સી તમામ શિયા પેદા થયા છે . 

રસુલુલ્લાહ મૌલાના અલી ને અબૂ તુરાબ કહીને બોલાવતા હતા. સૈયદના કુત્બુદ્દીન રી.અ. મૌલાના અલી ના મકામ ની મારેફત કરાવતા હુઆ એમ ફરમાવતા હતા કે અપને મૌલાના અલી ના કદમ ની ખાક ભી હોઈએ તો અપના નસીબ ની બલંદી આસમાન પર છે .

સૈયદના બુરહાનુદ્દીન રી.અ.ને નજફ માં મૌલાના અલી ની ઝરીહ મુબારક માં દાખિલી નસીબ થઇ. કુત્બુદ્દીન મૌલા પર લુત્ફ ખફી હતું તો આપને ફરમાયુ કે મારા પાસે જ ઠેહેરજો. મારા સાથે આવી જાજો. અંદર ત્યાં ના ખાદીમ જે ખિદમત માં હતા તેણે કહ્યું કે આપને ઝરીહ મુબારક માં સી જે જોઈતું હોઈ, હીરા જવાહેરાત, રકમ તે લઇ શકો છો. અબૂ તૂરાબ ના દાઈ ફરમાવે છે કે મને તો ફક્ત તૂરાબ જોઈએ છે . ખાકે શિફા જોઈએ છે . 

રસુલુલ્લાહ સ.અ. ફરમાવે છે કે શીઅતે અલીયુન હુમુલ ફાએઝૂન. શિયા ખાસ્સા એમ માના છે, અલી નાં વારીસ હર ઝમાન માં ઈમામ મૌજૂદ છે અને સતર માં અલી ના દાઈ હર ઝમાન માં હાઝીર છે જેનું નામ કીતાબુલ ઇલ્મ માં લખાએલુ છે .

સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીન રી.અ. ના ઝમાન માં એક શિયા યે મૌલાના અલી ની શાન માં કસીદા લખા. એના સપના માં અમીરુલ મુમિનીન પધારીને ફરમાવે છે કે હમારા દાઈ અબ્દુલકાદિર કબૂલ કરસે તો મેં કબૂલ કરીસ. અલી ના દાઈ ની મોહબ્બત કરે તો અલી ના શેહ્ઝાદા ઈમામ ઉઝ ઝમાન અને અમીરુલ મુમિનીન ની મોહબ્બત કબૂલ થાય છે.                                                                           

મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. સૈયદના કુત્બુદ્દીન રી.અ. ને હર મજલીસ માં ઘણા વલવલા સી યાદ કરે છે . આપની ઝિકર, આપના બયાન, આપના સબક, આપની શફકત અને આપની સીરત, ખુદા ની બંદગી માં ઝીંદગી ગુઝારી, અને ઘની દોઆઓ કરતા. આપની કુદસી ઝાત, નૂરાની ચેહરો યાદ આવે છે. આપની ઝિકર કરીને દિલ ને સુકૂન અને ઇત્મીનાન થાય છે . 

અમીરુલ મુમિનીન સ.અ. ના નામ ની તૌજીહ બયાન ફરમાવી. અલી (ઐન, લામ અને યે) ના અદદ ૧૧૦ થાય છે.

ઐન – ઐનુલ્લાહે અઝીમાં, આંખ સી સગલું દેખી શકાઈ છે, અલી સગલી ચીઝ પર આગાહ છે. મૌલાના અલી એ જાબિર  ને મોઅજીઝા સી નૂર માં ચાલી ને રસુલુલ્લાહ સ.અ. ની ઝીયારત કરાવી એ ઝિકર ફરમાવી.

લામ – લીસાન એ સિદ્ક – સચ્ચાઈ ની ઝબાન. સાદેકીન કૌન કે જેના અંદર નસ્સ નું રૂહ હોઈ. સૈયદના કુત્બુદ્દીન રી.અ. ૫૦ વરસ લગ સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના માઝૂન રહ્યા છે. જે માઝૂન કહે છે કે મારા પર નસ્સ થઇ છે તો યે શહાદત સચ્ચી છે . કેમ કે શહાદત જે ચીઝ થઈ હોઈ એની હોઈ. કોઈ ચીઝ નથી થઇ એમ શહાદત ના હોઈ.

મૌલાના અલી ના ઇલ્મ ની શાન ની ઝિકર ફરમાવી, અલી ફરમાવે છે કે – સલૂની અમ્મા દૂનલ અર્શ. યાની અર્શ ના નીચે તમને જે ભી પૂછવું હોઈ તે પૂછી લો. અલી ના દાઈ જોશ માં આવીને ફરમાયુ કે કોની તાકાત છે કે આ મીસલ ફરમાવી શકે?

અબ્દુલ્લાહ બિન અબ્બાસ જે ઘણા આલીમ હતા, આપ કેહતા કે મૌલાના અલી ના સામને આપનું ઇલ્મ દરિયા માં સી ચકલી ચાંચ માં પાની પીએ એટલું જ છે.

મૌલાના અલી કુમૈલ બિન ઝીયાદ ને ફરમાવે છે કે ઇલ્મ માલ કરતા ખૈર છે, એની તફસીર સી ઝિકર ફરમાવી.

રસુલુલ્લાહ ફરમાવે છે કે, ઇલ્મ પઢવું હર મુસલીમ મર્દ અને બૈરો પર ફર્ઝ  છે. સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઇલ્મ હાંસિલ કરવામાં ઘની રગબત દીલાવી. એમ ફર્માયું કે દુનિયા નું ઇલ્મ હાંસિલ કરવું અચ્છું છે, મગર આલે મોહમ્મદ ના ઇલ્મ હાંસિલ કરવામાં દરજાત બલંદ થાય છે . મુફીદે હક્ક સી ઇલ્મ હાંસિલ કરે. ઇલ્મ તલબ કરવામાં કોશિશ કરે, મેહનત કરે અને એના વાસ્તે વખ્ત નિકાલે, જે ઇલ્મ પઢે તે મુતાબિક અમલ કરે.

સૈયદનલ મોઅય્યદ અલ શિરાઝી ઈમામ મુસ્તનસિર ના બાબ ઉલ અબવાબ છે. આપ ના ઇલ્મ ની ઘની ઝિકર આવે છે . આપે ૮૦૦ મજલીસ પઢી છે. આજ લગ દાવત માં આપ ના ઇલ્મ ની બરકાત જારીયા છે . દાવત ની ગાદી ઇલ્મ પર છે . દુનિયા ના મેહેલો માં નથી. દોઆતો ના નઝદીક મોઅય્યદ ના ઇલ્મ ની સવારી પોન્હ્ચી છે .

         من دعاة قد ايدتهم سواري * بركات المؤيد الشيرازي

મોઅય્યદ એ અસગર સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. ઇલ્મ ના પહાડ હતા. આપએ દરસે સૈફી બનાવી. આપના વારીસ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. મોઅય્યદ ના મીસલ કસાઈદ, રસાઈલ, વાઅઝ માં અલી ના નામ ની તૌજીહ બયાન કીધી.

યે – યદઉલ્લાહ, અલી ખુદા ના હાથ છે, ખૈબર ની લડાઇ ની ઝિકર ફરમાવી જેમાં અમીરુલ મુમિનીન એક હાથ સી ખૈબર ના કિલ્લા નો દરવાજો ઉઠાવીને એને ઢાળ બનાવીને ઝુલ્ફીકાર સી મરહબ ના બે ટુકડા કરી નાખા.

ઇનના અન્ઝલનાહો ની સૂરત ની તૌજીહ બાકી નું બયાન ફરમાયુ.

મુમિનીન ના ખૈરખ્વાહ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. હર વાઅઝ માં મૌએઝત ના બયાન ફરમાવે છે. આપ ફરમાવે છે કે અકલમંદ કોણ કેહવાઈ કે પોતાની ઝીંદગી માં એ શિખામણ ને અપનાવીને એ મુતાબિક અમલ કરે. હિદાયત ના નૂર સી ઇક્તેબાસ કરે અને બરકત લઇ. મુમીન બાકી ઉમરમાં ઈબાદત કરીને આખેરત નો તોશો કરે.

તે બાદ હમ્દ અને સલવાત પઢીને ઈમામ હુસૈન ની શહાદત પઢીને યમન ના મુમિનીન ને ખિતાબ ફર્માયુ અને તે બાદ અમીરુલ મુમિનીન ની શહાદત અજબ દર્દ અને વલવલા સી પઢીને વાઅઝ તમામ કીધી.