અલ દાઈલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન  ત.ઉ.શ. યે મૌલાતેના ફાતેમા તુસ ઝાહરા ની મજલીસ માં મુમિનીન ને ખિતાબ કરીને ફરમાયુ  એ ફાતેમા તુસ ઝાહરા ની  મોહબ્બત માં ઇખ્લાસ ના કરનાર લોગો ! આપ એ પંજેતન ના બલંદ મકામ ની મારેફ્ત કરાવી. પંજેતન ના વસીલા સી આદમ નબી ની તૌબા કબૂલ થઈ છે. અલી સ.અ. અને ફાતેમા સ.અ. ની નસ્લ માં કયામત ના દિન લગ અઈમ્મત સ.અ. નો સિલસિલો જારી રેહનાર છે . અઈમ્મત “ફાતેમીયીન” સી ઓળખાઈ છે . સતર માં દાઈ ફાતેમી, દાઈ અને દાવત ભી ફાતેમી સી ઓળખાઈ છે . સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવે છે કે આ ફાતેમીયીન કયા શાન ના ઇમામો છે, યે સગલા ના ઇલ્મ ની નહર હકીકત માં નીલ (નદી) છે, યે સગલા ની દાવત છે, યે મિસર છે .

هم الفاطميون الاولى بهر علمهم * هو النيل الحق دعوتهم مصر

ઈમામ ઉઝ ઝમાન ઝમીન ની પીઠ પર હાઝીર અને મૌજૂદ છે , જેના સબબ ઝમીન આસમાન પર ફખર ખાઈ છે .

يا ازهرا زهرت الزهراء * وزهرت على خضراء هل الغبراء

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના ઝમાન માં સૈયદના કુત્બુદ્દીન યે રાસુલ હુસૈન ની ઝરીહ ઈરાક સી મિસર લાવવામાં ઘની સાઅયે ફરમાવી. સિયાસતી દુશવારગી ના બાવજૂદ આ અઝીમ ખિદમત અંજામ આપી અને પછી સૈયદના તાહેર સૈફુદ્દીન ને માથેરાન માં ઝરીહ નો ફોટો બતાયો અને આપ ઘણા ખુશ થયા અને ફરમાયુ કે હદીયો એના મહલ ની તરફ પોન્હ્ચી ગયો. بلغ الهدية محله،અને ઉમ્મીદ ઝાહેર કીધી કે આપ ઇફ્તેતાહ વાસ્તે મિસર પધારે. આપ તો વફાત થઇ ગયા અને આપના વારીસ સૈયદના બુરહાનુદ્દીન આકા ઝરીહ ના ઇફ્તેતાહ વાસ્તે મિસર પધારા એના વાસ્તે ભી કુત્બુદ્દીન મૌલા એ ઘની સાઅયે ફરમાવી. આ અઝીમ ખિદમત આપ યે અઝમ અને નશાત સી અંજામ દીધી એની મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ તફસીર સી ઝિકર કીધી.

સૈયદના હેબતુલ્લાહ અલ મોઅય્યદ ફિદદીન ના ઝમાન માં સૈયદના અબદુત્તૈયબ ઝકીયુદ્દીન જે માઝૂન ઉદ દાવત હતા, મજદૂઅ ની ફીતનત ના વખ્ત આપ યે એમ અરઝ કીધી કે જો ઈમામ ઉઝ ઝમાન ભી આવીને કહે કે મેં તમારો ઈમામ છું તો હમે એમ અરઝ કરશું કે આપ ના દાઈ સૈયદના હેબતુલ્લાહ ઉજ્જૈન માં છે, એ હમને કેહ્સે તો હમે આપને સજદો બજાવસું.

મૌલાતેના ફાતેમા ના ફઝલ ના બયાન ફરમાયા.

રસુલુલ્લાહ સ.અ. ફરમાયુ કે ફાતેમા મારા કલેજા ના ટુકડા છે. ફદતકે નફ્સી, મારો જાન ફાતેમા પર ફિદા છે, ફાતેમા આલમીન ના બૈરો ની ઠકરાની છે, ફાતેમા સી જન્નત ની ખુશબૂ આવે છે,

મૌલાના અલી અને મૌલાતેના ફાતેમા ની શાદી ની ઝિકર ફરમાવી કે રસુલુલ્લાહ યે ઝમીન માં શાદી કીધી એહના પહેલા ખુદા તઆલા યે આસમાન માં શાદી કીધી. તૂબા ના ઝાડ પર વરખ લાગા જેમાં કયામત ના દિન લગ આવનાર મુમિનીન ના નામો લખેલા છે, જે વરખ મુમિનીન વાસ્તે જન્નત ની પરવાનગી છે .

મૌલાતેના ફાતેમા ની શાનમાં એમ ફરમાયુ કે આપના ઘર ની ખિદમત મલાએકત કરે છે, ઘર નું ઝાડું જિબ્રઈલ કરે છે, એના સાથે આ ઝિકર વસલ ફરમાવી કે મૌલાતેના હુર્રતુલ મલેકા ને સપનું આયુ કે આપ ઈમામ ની કસર નું ઝાડું કરે છે.  દોઆત મુતલકિન ને ઈમામ ના ફરમાન સી આપે કાઈમ કીધાં છે.

મૌલાતેના ફાતેમા ની પીછોરી નું નૂર દેખીને યહૂદ નો કબીલો ઇસલામ લાયો. આજ ભી યે નૂર ચમકી રહ્યું છે, જેની બે આંખ હોઈ તે દેખે અને બે કાન હોઈ તે સુને.

તૂબા લે મન રઆની, તૂબા લે મન રઆ મન રઆની, તૂબા લે મન રઆ મન રઆ મન રઆની. તૂબા લે મન રઆ સી મુરાદ કોની છે કે જે રસુલુલ્લાહ ને દેખા, ફક્ત આંખ સી નહીં મગર બસીરત ની આંખ સી કે કૌન સાહેબ છે, અમીરુલ મુમિનીન છે, તૂબા લે મન રઆ મન રઆની સી મુરાદ ઇમામો ની છે, અને તૂબા લે મન રઆ મન રઆ મન રઆની સી મુરાદ દોઆત ની છે .

ઇનના અન્ઝલના ની સૂરત ની તૌજીહ બયાન ફરમાવી જે સૈયદનલ કાઝી અલ નોઅમાન કરે છે અને સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. હજી ઝ્યાદા ફરમાવે છે.

ઇનના અન્ઝલના ની સૂરત ના ૩૦ કલેમાં છે એની તૌજીહ ઇમામો પર વસલ કરીને બયાન ફરમાયુ અને તૌજીહ ના સાથે હિદાયત ના કલામ ફરમાયા.  

મૌલાનલ મિનઆમ એ રોઝી ના બારામાં ઘની શિખામણો આપી. ઈમામ બાકિર ની રિવાયત ફરમાવી. આપ ખેતી કરી રહ્યા હતા કોઈ એ આવીને પૂછું કે આપ દુનિયા વાસ્તે ઇતની મેહનત કરો છો? આપ યે જવાબ ફર્માયો કે રોઝી તલબ કરી ને મારા એહેલો અયાલ ને કિફાયત કરી આપું તો યે ખુદા ની બંદગી છે .રોઝી તલબ કરવામાં ફી સબીલિલ્લાહ જેહાદ નું સવાબ છે. રોઝી કમાઈ તેના ત્રણ હિસ્સા કરે એક એહેલો અયાલ પર ખર્ચે,  બીજો બચાવીને રાખે અને ત્રીજો હિસ્સો ખૈર ના કામો માં ખર્ચે.

મૌલાનલ મિનઆમ એ શિખામણ ના કલામ ફર્માયા કે દુનિયા ફના નું ઘર છે, એના પર પડાપડી ન કરે, મુમિનીન વાસ્તે દુનિયા તો કૈદખાનું છે, અને ગૈરના વાસ્તે જન્નત છે, દુનિયા ની  શાકેલત સાંપ ના જેમ છે, હાથ લગાવો તો ઘનું નરમ હોઈ પણ અંદર સી ઝેહર હોઈ. મૌલાના અલી ફરમાવે છે કે દુનિયા કોઈ ને વફા નથી કરતી. ગોયા પ્યાસ લાગે, ઠંડુ પાની આવે પણ એમાં કચરો પડી જાઈ. મૌલાના અલી એ દુનિયા ને તીન તલાક આપી છે, આપનો પૂરો માલ આપ મુસ્લેમ્મેન ને જમાડવામાં ખર્ચી દેતા. દીન ને દુનિયા પર મુકદ્દમ કરે. દુનિયા માં જે નસીબ માં છે તે મીલનાર છે, ખુદા રાઝિક છે .

મૌલાનલ મિનઆમ એ હમ્દ અને સલવાત ના બાદ મૌલાના અબ્દુલ્લાહ અ.સ. અને સકીના અ.સ. ની શાદી ની ઝિકર ફરમાવી અને અબ્દુલ્લાહ અ.સ. ની પુરદર્દ શહાદત પઢી. તે બાદ ઈમામ હુસૈન સ.અ.  ની શહાદત પઢી અને મૌલાતેના ફાતેમા સ.અ. ની શહાદત ના બયાન પર વાઅઝ તમામ થઇ.