મોહરમુલ હરામ ની પાંચમી તારીખ, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મૂસા અ.સ. ની ઝિકર ફરમાવી. મૂસા એ ખુદા તઆલા ને અરઝ કીધી કે એ અલ્લાહ મેં તૌરાત માં એક ઉમ્મત ની ઝિકર દેખું છું. એહના ઇતના ફઝાઈલ છે કે ગોયા અન્બીયા થઇ જાઈ. મૂસા ખુદા ને અરઝ કરે છે કે એ સગલાને તૂ મારી ઉમ્મત થકી કર. ખુદા ફરમાવે છે કે યે એહમદ ની ઉમ્મત છે. તો મૂસા શોખ કરે છે કે તું મને યે સગલા થકી કર. ખુદા જવાબ દે છે કે તમે યે સગલા થકી છો અને ઇસલામ ના દીન પર છો. ઉમ્મત સી મુરાદ દોઆત મુતલકીન ની છે જેના ફઝાઈલ ખુદા એ તૌરાત માં બયાન કીધા છે .

ઈમામ ઉઝ ઝમાન કુરઆને કુલ છે અને એના દોઆતો સૂરત છે. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવે છે કે તૌરાત, ઇન્જીલ અને કુરઆન ઇમામો ની શાન માં ઉતર છે. યે ઈમામ ની મારેફત દોઆત મુમિનીન ને કરાવે છે.

ગદીરે ખુમ ના દિન રસુલુલ્લાહ સ.અ. એ મૌલાના અલી સ.અ. પર નસ્સ કીધી એ ખુત્બા માં આ ઝિકર ફરમાવી કે મેં તમારા દરમિયાન બે (૨) ભારી ચીઝ મુકીને જાઉં છું, કીતાબુલ્લાહ અને મારી ઇતરત, જે કયામત ના દિન હૌઝે કૌસર પર આવીને મને મિલસે. જે એહને વળગીને રેહશે તે કોઈ દિન ગુમરાહ નહિ થાય.  

કુરઆન અદા કરે છે કે તમને કોઈ ચીઝ સમજ ન પડે તો એહલુઝ ઝિકર ને પૂછો. એહલુઝ ઝિકર સી મુરાદ અઈમ્મત તાહેરીન અને સતર માં દોઆત મુતલકીન ની છે.

કુરઆન ની તિલાવત કરવું ઈમામ ઉઝ ઝમાન ની વલાયત પર મસલ છે. મૌલાનલ મિનઆમ યે કુરઆન મજીદ પઢવામાં ઘની રગબત દિલાવી. કુરઆન નૂર છે. રસુલુલ્લાહ સ.અ. એ આ નૂર ના ફૈઝ ને અરબી ઝબાન માં મુમિનીન તરફ પોન્હ્ચાયું. તન્ઝીલ આપનો મોઅજીઝો છે અને તાવીલ મૌલાના અલી અને અઈમ્મત નો મોઅજીઝો છે .

ઈમામ જાફરુસ સાદિક સી રિવાયત માં મુમિન ને મૌત ના નઝદીક શું કરામત છે  એહની ઝિકર મૌલાનલ મિનઆમ યે ફરમાવી.

સૈયદના ફખરુદ્દીન એ મૂસા અ.સ. ની ડાંગ ની ૫ ફસલ બયાન ફરમાવી. મૂસા ની તર્બીયત આપ ના દુશ્મન ફિરઓન ના જ ઘર માં થાય છે. “વલ્લાહો  ગાલેબુન અલા અમરેહી વલાકિન અક્સરુન નાસે લા યલમૂન”, ખુદા તો પોતાના અમર પર ગાલીબ છે, પણ અકસર લોકો એ જાણતા નથી. કુરઆન માં અન્બીયા ના કિસ્સા ની ઝીકરો છે . જે પેશ્તર ઉમ્મત થઇ એના ડગલે અને પગલે તમે ભી ચલસો. મૂસા યે ૭૦૦૦૦ ના દરમિયાન હારૂન પર નસ્સ કીધી, અને ફર્માયું કે મેં પાછો આવીશ, તો ભી યે ઉમ્મત ના લોકો ફરી ગયા. સામેરી અને ઈજીલ ને માનવા લાગી ગયા. યેજ મીસલ રસુલુલ્લાહ સ.અ. યે મૌલાના અલી સ.અ. પર ૭૦૦૦૦ ના દરમિયાન નસ્સ ફરમાવી તો ભી ઘણા લોકો ફરી ગયા.

મૌલાનલ મિનઆમ યે ડાંગ ના ૭ વાકેઆ બના એની ઝાહેરી અને ખાસ માઅના બયાન ફરમાવી.

મૂસા અ.સ. યે પત્થર પર ડાંગ મારી તો પાણી ના ૧૨ ચશ્મા નિકલા. ફિરઓન ના દરવાજા પર ડાંગ મારી તો દરવાજો ખુલી ગયો. ફિરઓન ના દરબાર માં જાદુગર ના સામને નાખી તો યે સગલા ના સાંપો ને ડાંગ ગળી ગઈ. મૂસા બનુ ઇસરાઈલ ને લઇ ને નિકલા અને ફિરઓન નું લશ્કર પીછો કરતુ આયુ, મૂસા યે દરિયા માં ડાંગ મારી તો દરિયા ના બે હિસ્સા થઇ ગયા.

મૌલાનલ મિનઆમ એ ફર્માયું કે નેઅમત ના છેડા તમારા તરફ પોન્હ્ચે તો કમ શુકુર કરીને એ નેઅમત ને ભગાવી ન દો. યે મજરા માં આપ એ અબરસ, આમર અને અકદા ની ઝિકર ફરમાવી.

બીજી ફસલ માં સુલેમાન નબી અ.સ. ની અસા (ડાંગ) ની ઝાહેર અને તાવીલ નું બયાન ફર્માયું.

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. ના ઝમાન માં જ્યારે આપના મનસૂસ વફાત થઇ ગયા તે વખત મુનાફેકીન કેહવા લાગ કે હવે કોને લાવસે? આપ ફરમાવે છે કે ઈમામ ઉઝ ઝમાન મારા સી ગાફિલ નથી. ઈમામ મને ઇલ્હામ કરસે. દાઈ પોતાના મનસૂસ ને દાવત ના રુતબા વાસ્તે કઈ તરહ તૈયાર કરે છે, ઇલ્મ,અદબ, સિયાસત, કેમ ચાલવું સગલું સીખાવે છે, એ ઝિકર મૌલાના એ તફસીર સી ઝકર ફરમાવી. સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન વફાત થયા તો સૈયદના મોહમ્મદ ઇઝ્ઝુદ્દીન જનાઝા પર ખુલ્લા પગે ચલા, અઝમત ના ખાતિર. સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન યે સૈયદના ઇઝ્ઝુદ્દીન ને મખ્ફી માં દાવત ના રુતબા ના વાસ્તે તૈયાર કીધાં એ વાત ને જોડીને મૌલાનલ મીનામ એ આ ઝિકર ફરમાવી કે,  સુલેમાન નબી એ આપના મનસૂસ પર, કાઈમ ઈમામે મનસૂર ઈમામ પર, ૭ માં દાઈ સૈયદના એહમદ યે ૮ માં દઈ સૈયદના હુસૈન પર, ૫૨ માં દાઈ સૈયદના બુરહાનુદ્દીન યે ૫૩ માં દાઈ સૈયદના કુત્બુદ્દીન પર કંઈક હિક્મતો ના ખાતિર કોઈ ને ભી શાહિદ રાખ વગર મખ્ફી માં નસ્સ ફરમાવી. ઝમાન નો તકાઝો હોઈ તો આ મીસલ મખ્ફી માં ભી નસ્સ થઇ શકે છે.

સતર ના દાઈ ઈમામ ઉઝ ઝમાન ની ડાંગ છે, ઈમામ ના ઇલ્હામ સી સગલું અમલ કરે છે, ઈમામ ના ફૈઝ પર દાઈ નો એતેમાદ છે. દાઈ ઈમામ ના તરફ મુમિનીન ને લઇ ને પોન્હ્ચી જાસે.

નૌજવાન ફર્ઝંદો એના બાવા અને માં ની અસા છે. માં બાવા એ તરબિયત કીધી તે ફર્ઝંદ મોટા થઈને ભૂલી ના જાય. ઝઈફી આવે તો ફર્ઝંદો આસરો હોઈ. માં બાવા ને નર્સિંગ હોમ માં મૂકી ના દે. વાલેદૈન ની ખિદમત કરે.

મૌલાનલ મિનઆમ એ મુમિનીન ના હક માં અજબ વલવલા સી દોઆ ફરમાવી. મોહમ્મદ અને આલે મોહમ્મદ પર સલવાત પઢીને ઈમામ હુસૈન ના ફર્ઝંદ મૌલાના અલી અકબર ની પુરગમ શહાદત પઢી અને ઈમામ હુસૈન ની શહાદત પર વાઅઝ તમામ ફરમાવી.