મુમિનીન યે મુબારક મૌકે માં બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.

  • સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ મુબારક ના મૌકે પર, સોમવારે, ૧૪ મી ડિસેમ્બર, આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. બેકર્સફિલ્ડ કેલિફોર્નિયા માં  ફજેરે ૬:૪૫ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) દરીસ અને મીલાદ મુબારક ની ખુશી ની મજલિસ માં તશરીફ લાવશે. મજલિસ Zoom પર લાઈવ રીલે કરવામાં આવશે. મુમિનીન મજલિસ માં શામિલ થઈને બરકાત હાસિલ કરે.
  • દરીસ ની તિલાવત કરે સૈયદના કુત્બુદ્દીન રી.અ. યાદ માં, આપ નો વસીલો લે
  • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના કસીદા મુબારકા “યા ખૈરા મુ’તરફિન બિલ મજ્દે વલ કરમી” ની તિલાવત કરે. યે કસીદા આપ એ સૈયદના કુત્બુદ્દીન ના મીલાદ ના મૌકે પર ૧૪૩૬ હિ. માં તસ્નીફ ફરમાયા હતા. (ઓડીઓ રેકોર્ડીંગ અને અંગ્રેઝી માં તરજૂમો વેબસાઈટ પર છે)
  • શેહ્ઝાદી બઝત તાહેરા બાઇસાહેબા મદેહ લખી છે, એની તિલાવત કરે.

૨ વર્ષ પહેલા, સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ બેકર્સફિલ્ડ કેલિફોર્નિયા માં છેલ્લું બયાન ફરમાવ્યું. એ બયાન માં સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ ફરમાવ્યું કે આપ મૌલા ની ૭૯ મી મીલાદ છે અને મુમિનીન ના હક્ક માં આપ એ ઘણી દોઆ ફરમાવી. તે બાદ એમ ફરમાવ્યું કે “અલ વલદુલ અગર તાહેર, એની વિલાદત આ મહિના ની ૨૬ મી તારીખ છે. બેવે દાઈ ના મીલાદ ના દરમિયાન. ૫૨ માં દાઈ અને ૫૩ માં દાઈ, બેવે બરકત મિલી, એ મસર્રત ભી મનાવું છું.”