આ મુબારક રાત માં, મુમીનીન આ મીસલ અમલ કરી ને સવાબ નો ઝખીરો કરી લે:

૧.) મગરિબ અને ઇશા ની નમાઝ સુન્નત અને નાફેલત ના સાથે પઢે.

૨.) નબી ના નામ લે. તે બાદ દસ રકઅત તતવ્વો ની નમાઝ પઢે ( બીહોરી ની હફતી માં જૂઝ ૧. સફા નંબર ૧૨૯)

૩.) મુમીનીન વસીલા મુબારકા ની રેકોર્ડીંગ સુને.

૪.) બીહોરી પઢે. બીહોરી ની તફસીર સી અમલ ની ઝિકર અને એહનો તરજૂમો અને ઓડીઓ બેવે વેબસાઈટ પર મિલી સકે છે. નિસ્ફ ઉલ લૈલ ની નમાઝ અને દોઆ ના બાદ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી..અ. ના વસીલા મુબારકા સુને.

૫.) શફાઅ ની નમાઝ ના પેહલા સૈયદના હાતીમ રી.અ. ની દોઆ ની તિલાવત કરે.

 ૬.) રેહમત, મગફેરત અને ઇત્કુન મિનન નાર વાસ્તે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના સલામ ની તિલાવત કરે.