૧૨ મી રબી ઉલ અવ્વલ ૧૪૪૦ હિ. મીલાદુન નબી ના મૌકે પર મીલાદ ની રાતે (સોમવાર નો દિન, મંગળવાર ની રાત – ૧૯ મી નવેમ્બર) દારુસ સકીના મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ બાદ મીલાદુન નબી ની મજલીસ અક્દ થાસે ઇન્શાઅલ્લાહ. મુમિનીન મુમેનાત અને એના ફર્ઝંદો ને ખુશી ના જમણ નું ઇઝન છે.

આ મુબારક મૌકે પર મુમિનીન આ મિસલ અમલ કરે:

  • મીલાદુન નબી ના મુબારક મીકાત પર (રબીઉલ અવ્વલ ની ૧૨ મી રાતે, ૨૭ ઓક્ટોબર)  માઝૂનુદ દાવતિલ ગર્રા સૈયદી વ મૌલાયા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. મગરિબ અને ઈશા ની નમાઝ બાદ ૬:૪૫ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) ખુશી ની મજલિસ માં તશરીફ લાવશે અને રસુલુલ્લાહ સ.અ.વ. ની ઝિકર ફરમાવશે. મજલિસ યૂટ્યૂબ પર રીલે કરવામાં આવશે.

  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા  "طه النبي المصطفى خير الورى" ની તિલાવત કરે (પીડીએફ ફાઈલ અને અંગ્રેઝી માં તરજુમો વેબસાઈટ પર છે)
  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન ના કસીદા મુબારકા "صلى على محمد ربه" ની તિલાવત કરે
  • મુમિનીન ઉમ્મુલ મુમિનીન અલ મુકદ્દસા અમતુલ્લાહ આઈસાહેબા અકીલત સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. વાસ્તે ખતમુલ કુરઆન ની તિલાવત કરે