૫૧ માં દાઈ ના મીલાદ ના મુબારક મૌકે પર મુમિનીન આ મીસલ અમલ કરે:

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના ઈમામ ઉઝ ઝમાન ની શાન માં કસીદા મુબારકા "يا أيها الطيب والطاهر" ની તિલાવત કરે

  • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. યે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની શાન માં ૧૩૫૨ હિ. માં આપ ના મીલાદ પર કસીદા મુબારકા "نور محياك يا سيف الهدى لامع" તસ્નીફ ફરમાયા એની તિલાવત કરે

  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન ના નામ ની તસ્બીહ કરે
  • મુમિનીન યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઇસાહેબા ની મદેહ "મસર્રત માં દીન નું જ્હૂમે ચમન" પઢે જે આપ એ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના મીલાદ ના મોકે પર લખી છે.

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. દાવત ના અર્શ પર ૫૩ વરસ લગ રહ્યા અને એ અર્સા માં આપ એ  દાવત ના પરચમ ને આસમાન માં ગારી દીધા. આપ નો મકામ આલે મોહમ્મદ ના ઇલ્મ માં યકતા છે. આપ એ ૪૦ કરતા ઝ્યાદા રિસાલત તસ્નીફ ફરમાવી, દસ હઝાર કરતા ઝ્યાદા અરબી માં અબ્યાત લખી. હઝારો સબકો પઢાયા. વાઅઝ અને બયાનો કીધા. આપ મુમિનીન પર અજબ શફકત રાખતા હતા. એક એક નો ખ્યાલ રાખતા હતા – બેઠકો માં એક એક મુમીન સાથે વખ્ત નિકાલતા હતા. ગરચે કોઈ વાર મોડી રાત ભી થઇ જાઈ. મુમિનીન જહાં કહાં વસતા હોઈ, વહાં આપ પધારતા હતા – હિન્દુસ્તાન અને તમામ આલમ માં આપ એ સફરો કીધી. એવી જગહ માં ભી પધારા જહાં ફક્ત બેલ ગાડા માં જ સફર થાય. દૂર દૂર શહરો માં મહિનાઓ વાસ્તે તશરીફ રાખતા હતા. આપ એ અજબ શાન સી દાવત નો નિઝામ મઝબૂત કીધો. આપ ની મસાઈ જલીલા અને કોશિશો ના સબબ દાવત ના આલામ તો ઘણા બુલંદ થયા સાથે ઇસલામ ની ઉમ્મત ની ઇઝ્ઝત ઝ્યાદા થઇ. ઇબાદુલ્લાહ ને ભી ઘનો ફાયદો થયો.

જ્યારે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ને અલીગઢ મુસલીમ યુનીવર્સીટી એ ચાન્સેલરશીપ પેશ કીધી તે વખ્ત યુનીવર્સીટી ના વાઈસ ચાન્સેલર ડો. ઝાકીર હુસૈન એ મૌલાનલ મુકદ્દસ ની તારીફ કરાવી. ડો. ઝાકીર હુસૈન એ તકરીર માં એમ કહ્યું કે “હમણાં તક જે સગલા આ યુનીવર્સીટી ના ચાન્સેલર રહ્યા છે યે સગલા ના ખુદ ના સિક્કા હતા”. (વહાં તક ચાન્સેલર નવાબો રહ્યા હતા, જે સગલા નવાબો ના એના નામ ના યા એના મુલ્ક ના નામ ના સિક્કાઓ હતા, એની મુરાદ રાખી)

પછી ડો. ઝાકીર હુસૈન એ કહ્યું “સૈયદના તાહેર સૈફુદ્દીન ના નઝદીક કોઈ સિક્કો નથી. લોગો સગલા ચુપ થઇ ગયા, સન્નાટો થઇ ગયો. તે વખ્ત ડો. ઝાકીર હુસૈન એ કહ્યું “સૈયદના નો સિક્કો તમામ મુસલમાનો ના દિલ પર છે”. થોડા વખ્ત પછી ડો. ઝાકીર હુસૈન હિન્દુસ્તાન ના વાઈસ પ્રેસીડન્ટ થયા અને પછી પ્રેસીડન્ટ થયા.