بسم الله الرحمن الرحيم 

 سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا

તનઝીહ વોહ ખુદા ની કે જે યે એહના બંદા ને મસ્જીદે હરામ સી મસ્જીદે અક્સા ની તરફ રાત માં લઇ ગયા, જે જગહ ને હમે મુબારક કીધા, તાકે એહને હમારી આયાત બતાવીએ

(સૂરત અલ ઇસરાઅ : ૧)

મબઅસ ના દિન નું રોઝું “મોતી ઉસ સુઆલાત” : મબઅસ ના મુબારક દિન માં અપને ઇસલામ નું શુરુ અને અપના નબી મુસ્તફા સ.અ. ના એહ્સાનાત નો શુકુર કરતા હુઆ અને ખુશી મનાવતા હુઆ આ રોઝું કરીએ છે . અપના એહલે બૈત સી ઝિકર છે કે મુમિન મબઅસ ના દિન માં રોઝું કરે અને “અલાહુમમા યા મોતી ઉસ સુઆલાત” ની દોઆ પઢીને ઇફતાર કરે, તો ૬૦ વરસ વાસ્તે કફારત છે, અને દુનિયા ના દેન આસાન થઇ જાઈ છે.

મબઅસ ના દિન માં યે ભી આદત છે કે અપને છોટા ફરઝંદો ને ભી રોઝું કરવાનું સીખાવીએ છે, એના ઉમર મુતાબિક જેટલું કરી શકે, તાકે એને ભી આ દિન ની એહેમ્મીયત નો એહસાસ થાય અને રોઝા કરવાની આદત પડતી જાઈ.

મેઅરાજ ની રાત અને મબઅસ ના દિન મુમિનીન આ મીસલ અમલ કરે:

મુમિનીન સીજીલ્લ નો લેખ “ઇસલામ ના દઆઈમ – નમાઝ (રસુલુલ્લાહ નું મેઅરાજ)” પઢી સકે છે કે જે શેહ્ઝાદા ડો.અઝીઝ ભાઈસાહેબ યે ગયા વરસ લિખા છે એમાં દઆએમુલ ઇસલામ મા સી ઝિકર છે કે પેહલા નમાઝ ના ૫૦ ફર્ઝ વાજિબ હતા મગર અલ્લાહ તઆલા એ એહસાન કરીને ૫ તક કમ કીધા. એમ બનુ કેમ કે મેઅરાજ ની રાતે જ્યારે રસુલુલ્લાહ વળી રહ્યા હતા, મૂસા નબી અ.સ. યે રસુલુલ્લાહ ને પૂછું કે અલ્લાહ તઆલા શું વાજિબ કીધું છે ...

મુમિનીન સીજીલ્લ નો લેખ “મબઅસ અને મેઅરાજ – આજ ના વાસ્તે શિખામણ” ભી પઢી શકે છે. શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ એ બે વરસ પેહલા લખો છે. એમાં મેઅરાજ ની રાત ની ઝિકર છે. જયારે જિબ્રઈલ એ રસુલુલ્લાહ ને કહ્યું કે મલા એ આલા ના ફરિશ્તાઓ માં ઝગડો છે કે આ તીન ચીઝો માંથી અફઝલ માં અફઝલ શું છે : સખ્ત ઠંડી ની મોસમ માં વુઝું કરવું, ઇમામત ની નમાઝ વાસ્તે ચાલી ને જાવું યા કે એક નમાઝ પછી બીજી નમાઝ નો ઇન્તેઝાર કરવો....