એ મુબારક મૌકે પર મુમિનીન આ મીસલ અમલ કરે:

  • માઝૂન અદ દાવત સૈયદનલ ખત્તાબ રી.અ. ના કસીદા મુબારકા "عليك سلام الله والصلوات" ની તિલાવત કરે (સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ આ કસીદા માં કીત્નીક અબયાત ઝ્યાદા તસ્નીફ ફરમાવી) કસીદા અને એનો તરજુમો fatemidawat.com પર છે
  • યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના મૌલાતુના હુરરતુલ મલેકા ની શાન માં દાવત ની ઝબાન ના સલામ ની તિલાવત કરે.

મુમિનીન મૌલાતુના હુરરતુલ મલેકા ની તારીખ ના બારા માં આ લેખ પઢી શકે છે. એ લેખ ઝુમર્રુદતો દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત સૈફીયાહ બાઈસહેબા એ લખો છે. આપ યમન ના દોઆત મુતલકીન ની તારિખ પર આપ ની ડોક્ટોરેટ કીધી ઓક્સફોર્ડ યુનીવર્સીટી માં. (યહાં દબાઓ fatemidawat.com પર એ લેખ પઢવાને)