રસુલુલ્લાહ સ.અ. યે શાબાન માં એક ખુત્બા માં ફરમાવ્યું કે શેહરુલ્લાહ નો ત્રીજો દસકો જહન્નમ ની આગ સી આઝાદગી નો દસકો છે. આ દસ દિન માં મુમિનીન આ મીસલ અમલ કરીને સવાબ નો ઝખીરો કરી લે.

૧.. નમાઝ: પાંચ ફરીઝત ની નમાઝ અદા પઢે, એહના સુન્નત અને નાફેલત ભી સાથે પઢે.. રસુલુલ્લાહ સ.અ. એ ફર્માયું છે કે શેહરુલ્લાહમાં એક ફરીઝતની નમાઝ પઢવું બીજા મહિનામાં ૭૦ ફરીઝતની નમાઝ પઢવાના બરાબર છે, અને શેહરુલ્લાહમાં સુન્નત પઢવું બીજા મહિનામાં ફરીઝત પઢવાના સવાબના બરાબર છે.

ફજેરની સુન્નત – ફરઝ ના પેહલા એક સલામ. ઝોહર ની સુન્નત – ફરઝ ના પેહલા ૩ સલામ. ઝોહર ની નાફેલત – ફરઝ ના પછી બે સલામ. અસર ની સુન્નત – ફરઝ ના પેહલા બે સલામ. મગરીબ ની સુન્નત – ફરઝ ના પછી ૩ સલામ અને દફઈલ આફાત નો ૧ સલામ. ઇશા ની સુન્નત – ફરઝ ના પેહલા બે સલામ. અને ઇશા ની નાફેલત ફરઝ ના પછી બે સલામ.

૨. દોઆ : હર ફરઝ પછી અલ્લાહુમ્માં હાઝા શેહરો રમઝાન ની દોઆ પઢે. ફજેર ની નમાઝ પછી ઈમામ અલી ઝૈનુલ આબેદીન સ.અ. ની દોઆ પઢે. ઝોહર ની નાફેલત ના બાદ દોઆ પઢે. મગરીબ ની નમાઝ ના બાદ ઇફતાર ના પેહલા “અલ્લાહુમમાં યા મોઅતીઉસ સુવાલાત” ની દોઆ પઢે.

  • શેહરુલ્લાહ ની ૩૦ મી તારીખ ઝોહર ના નાફેલત બાદ ઉપર બતાવેલી દોઆ ના બદલ શેહરુલ્લાહ ના વદા ની દોઆ પઢે. સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની આ દોઆ ની તિલાવત ની રેકોર્ડીંગ સુને.

૩. કુરઆન મજીદ : હર દિન કુરઆન મજીદ ના કમ માં કમ એક સીપારા પઢે. તાકે મહિનામાં એક કુરઆન તમામ થાય. કિતનાક અલ્લાહ ના મુખ્લીસ બંદાઓ રમઝાનમાં હર દિન એક કુરઆન તમામ કરે છે. જેને સલાસત સી પઢતા ના આવડતું હોઈ, તો ઘની વેબસાઈટ (http://transliteration.org/quran/WebSite_CD/MixPure/001.asp or https://www.quran411.com/ છે જહાં પુરા કુરઆન નું ઓડીઓ રેકોર્ડીંગ છે. તાકે એહના સાથે તિલાવત કરી શકાઈ. જેને અરબી પઢતા ના આવડતું હોઈ, તો કુરઆન અંગ્રેઝી લીપી માં અને બીજી ઝબાનો ની લીપી માં છે, જેના સી કુરઆન પઢી શકાઈ છે જહાં લગ અરબી ઝબાન શીખી જાઈ.

૪. બીહોરી : બીહોરી જીતની પઢાઈ ઇતની પઢવી જોઈએ. ખાસસતન મગફેરત ઉઝ ઝુનુબ ની નમાઝ અને દોઆ પઢે.

બીહોરો ની તફસીર સી અમલ ની ઝિકર અને એનો તરજુમો અને ઓડીઓ બેવે વેબસાઈટ પર છે

૫. ૧૭ મી રાત, ૧૯ મી રાત અને ૨૧ મી રાત: આ ફાઝીલ રાતો માં મુમિનીન મુમેનાત અને એના ફરઝંદો આ મીસલ અમલ કરી ને સવાબ નો ઝખીરો કરી  લઇ.

  • ૧) મગરિબ અને ઇશા ની નમાઝ સુન્નત અને નાફેલત ના સાથે પઢે.
  • ૨) ૨૪ રકઅત વશેક પઢે. (ચઢતી સૂરત “લા ઉક્સેમો” લગ) વશેક ની નિયત અને દોઆ નું પી.દી.એફ. વેબસાઈટ પર પેશ કીધી છે.
  • ૩.) સજદા વજહી ની દોઆ ની તિલાવત કરે. પી.દી.એફ. નુસખો વેબસાઈટ પર પેશ કીધો છે.
  • ૪.) વશેક ના બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના વસીલા મુબારકા ની રેકોર્ડીંગ સુને. સૈયદના અલ મીનઆમ યે કરમ કરીને આપના ગયા સાલ ૧૪૩૮ હિ. ના વસાઇલ વેબસાઈટ પર મુકવાની રઝા ફરમાવી છે.

૬. લૈલતુલ કદર માં અમલ ની તફસીલ:

લૈલતુલકદર નું ફઝલ હઝાર મહિના કરતા વધીને છે. તો એમ સાઝવાર છે કે એહની એક એક ઘડી ની ગનીમત લે. તમામ રાત ખુદા ની ઈબાદત અને બંદગી માં ગુઝારે. મગરિબ ના વક્ત સી કે સુરજ તુલુ થાય વહા લગ. મુમીન તમામ રાત જાગીને નમાઝ, દોઆ, કુરઆન મજીદ ની તિલાવત, અને તસ્બીહ કરવામાં ગુઝારે. નમાઝો નિહાયત ખુઝું અને ખુશું ના સાથે પઢે. બચ્ચાઓને ભી તુલુ ના વક્ત લગ જગાવે. છોટા બચ્ચાઓ જે નમાઝ યા દોઆ ના પઢતા હોઈ એ સગલાને મૌલાતેના ફાતેમા ની તસ્બીહ કરાવે. અને લૈલતુલ કદર ના દિનમાં ફર્ઝંદો ને ભી રોઝુ કરાવે.

લૈલતુલ કદર માં નમાઝ અને એહયા ઉલ લૈલ ની તખ્મીન વેબસાઈટ પર મુકવામાં આવી છે.

૭. આખિર જુમોઆ અને નબી ના નામ : અન્બીયા સ.અ. પર સલવાત ની તસ્બીહ કરે (નબી ના નામ) અને તે બાદ “ઇબ્તેગા ઈલ ફઝલે વસ સવાબ” ની ૨ રકઅત નમાઝ પઢે. યે મીસલ અમલ કરે શેહરુલ્લાહ ની આખિર જુમોઆ ની રાત સી  કે ૩૦ મી રાત તક. ૨૯ મી શેહરુલ્લાહ, જુમોઆ ના દિન, ઝોહર ની નમાઝ ના પેહલા ભી નબી ના નામ લે. નબી ના નામ નો ઓડિયો, દોઆ અને નમાઝ ની નિયત નો PDF નુસખો વેબસાઈટ પર મુકવામાં આયુ છે.

સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના સન ૧૪૩૮ હિ. ના વસીલા મુબારક સુનવાને નીચે ક્લીક કરો