ઈદ ના મુબારક મોકેઅ માં મુમીનીન આ મીસલ અમલ કરે:

ઇદુલ ફિતર ની રાત ( બીહોરી હફતી, જુઝ ૧, સફા ૧૪૨ – ૧૪૪):

 • મુમિનીન મગરિબ અને ઈશા ની નમાઝ સુન્નત અને નાફેલત સાથે પઢે. હર ફર્ઝ બાદ તકબીરા બોલે.
 • તે બાદ ૨૪ રકઅત વશેક પઢે. ( નિયત બીહોરી ની હફ્તી માં છે, જુઝ ૧ સફા ૧૪૩)
 • દસ રકઅત તતવ્વો ની નમાઝ પઢે ( બીહોરી ની હફ્તી જુઝ ૧ સફા ૧૪૩)
 • તે બાદ તતવ્વો ની નમાઝ માં જે રુકુ અને સુજૂદ પછી તસ્બીહ થાય છે યે તસ્બીહ ૧૦૦ વાર કરે, અને અસ્તગફેરુલ્લાહ ની તસ્બીહ ૧૦૦૦ વાર કરે.
 • ઈદ ની રાતે માઝૂનુદ દાવત સૈયદી અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. નો વસીલો લાઈવ રીલે કરવામાં આવશે. મુમિનીન ઈદ ની રાતે ૮:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) આ લિંક પર ક્લિક કરીને વસીલો સુને અને બરકાત હાસિલ કરે

 

 

ઈદુલ ફિતર નો દિન:

 • મુમીનીન ફજેર ની સુન્નત, ફજેર નું ફરઝ, અને તાકીબ દોઆ પઢે. હર ફરઝ પછી તક્બીરા બોલે. (ઝોહર અને અસર ના ફર્ઝ બાદ ભી તક્બીરા બોલે)
 • તુલુ ના બાદ, "اللهم انا نتوب" ની દોઆ ની તિલાવત કરે (બીહોરી હફ્તી, જુઝ ૧ સફા ૧૪૫, વેબસાઈટ પર ઓડીઓ છે).
 • તે બાદ “અલ્લાહુમમા યા મોઅતી ઉસ સુઆલાત ની દોઆ પઢે અને ઇફતાર કરે.
 • ઇદુલ ફિતર ના દિન મુમીનીન ને સિલત ઉલ ઈમામ અ.સ. નીકાલવું જોઈએ.
 • મુમીનીન ૨ રકઅત ઈદ ની નમાઝ પઢે – જહાં ઇમામત ની રઝા હોઈ તો ઇમામત સી પઢે. (બીહોરી હફ્તી જુઝ ૧,  સફા ૧૪૭)
 • ઈદ ના ખુત્બા ની નમાઝ ની શાકેલત નો વિડીઓ ને વેબસાઈટ પર દેખી શકાઈ છે.

 

 • જે ને “વશશમ્સ” અને “હલ અતાકા” ની સૂરત યાદ ના હોઈ, તો “ઇનના અન્ઝલના” અને “વદદોહા” ની સૂરત પઢી સકે છે. યે ભી મુશ્કિલ હોઈ તો “ઇનના અન્ઝલના” અને “વતતીન” ની સૂરત પઢી સકે છે.
 • નમાઝ શુરુ કરવાના પેહલે હફ્તીમાં કુનૂત ની દોઆ દેખે (બીહોરી હફ્તી જુઝ ૧ સફા ૧૪૮)
 • એવઝ અલ ખુતબતૈન ની બે (૨) રકઅત નમાઝ પઢે (ઇમામત સી નહિ) (નિયત - બીહોરી હફ્તી જુઝ ૧, સફા ૧૪૮)
 • કિબલા ની તરફ ખડા રહીને ઈમામ અલી ઝૈનુલ આબેદીન સ.અ. ની દોઆ ની તિલાવત કરે. (બીહોરી હફ્તી જુઝ ૧, સફા ૧૪૯) વેબસાઈટ પર ઓડીઓ છે. 
 • ઈદ ના દિન માઝૂનુદ દાવત સૈયદી અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. નો વસીલો લાઈવ રીલે કરવામાં આવશે. મુમિનીન ઈદ ના દિન ફજેરે ૬:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) આ લિંક પર ક્લિક કરીને વસીલો સુને અને બરકાત હાસિલ કરે

 • વસીલા મુબારકા ના બાદ ૭:૩૦ વાગ્યે મુમિનીન આ લિંક પર ક્લિક કરીને ઈદ ની મજલિસ માં શામિલ થાઈ. મુમિનીન સૈયદી માઝૂન સાહેબ અ.અ.બ. ને ઈદ ની મુબારકબાદી અરઝ કરી શકશે. મુબારકબાદી અરઝ કરવાના બારા માં જાણકારી Zoom પર આપવા માં આવશે.
 • સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. હર સાલ ઈદુલ ફિતર ના મુબારક મીકાત પર ઇમામુઝ ઝમાન ની મદેહ માં કસીદા મુબારકા તસ્નીફ ફરમાવે છે