અરફા ના દિન નું અમલ:

ઈદ ઉલ અદહા ની રાત નું અમલ:

 • મગરિબ અને ઈશા ની નમાઝ – સુન્નત અને નાફેલત ના સાથે પઢે, અને હર ફર્ઝ બાદ તકબીરા બોલે
 • ૨૪ રકઅત નો વશેક પઢે (નિયત વાસ્તે યહાં ક્લિક કરો)
 • સજદા વજહી ની દોઆ અને રબ્બના ની દોઆ પઢે
 • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના ૧૪૩૮ હિ. ના વસીલા સુને

ઈદ ઉલ અદહા ના દિન નું અમલ:

 • ફજેર ની સુન્ન્નત, ફર્ઝ અને તાકીબ ની દોઆ પઢે. ફર્ઝ ના બાદ તકબીરા બોલે (ઝોહર અને અસર ના ફર્ઝ પછી ભી બોલે)
 • સૂરજ તુલુ થયા પછી સિલત ઉલ ઈમામ અ.સ. અરઝ કરે
 • ૨ રકઅત ઈદ ની નમાઝ પઢે – જહાં રઝા હોઈ વહાં ઇમામત સી પઢે (નિયત અને નમાઝ કેમ પઢવાની એના વાસ્તે યહાં ક્લિક કરો)
  • ઈદ ના ખુત્બા ની નમાઝ નું વિડીઓ દેખવાને યહાં ક્લિક કરો.
  • જે ને વશ શમ્સ અને હલ અતાકા ની સૂરત ના યાદ હોઈ તો ઇનના અનઝલનાહો અને વદદોહા ની સૂરત પઢી સકે છે, તે ભી ના યાદ હોઈ તો ઇનના અનઝલનાહો અને વત તીન ની સૂરત પઢી સકે છે.
  • નમાઝ શરુ કરવા પેહલા હફ્તી માં કુનૂત ની દોઆ ને દેખી લે
 • એવઝ ઈલ ખુત્બતેઈન ની નમાઝ પઢે – ૨ રકઅત – ઇમામત સી ના પઢે. (PDF માં નિયત છે)
 • કિબલા ની તરફ ખડા રહીને ઈમામ અલી ઝૈનુલ આબેદીન ની દોઆ પઢે
 • સજદા વજહી અને રબ્બના ની દોઆ પઢે
 • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના વસીલા મુબારકા નું રેકોર્ડીંગ સુને. (સજદા વજહી ની દોઆ ભી છે)
 • સૈયદના તાહેર સૈફુદ્દીન ના કસીદા મુબારકા “يا امام الزمان يا من اضحى” ની તિલાવત કરે (ઓડીઓ રેકોર્ડીંગ વેબસાઈટ પર છે)