મુમિનીન આ મુબારક મીકાત પર કરબલા ની મુસીબત અને ઇમામ હુસૈન અને આપના એહલે બૈત અને અસહાબ ના સબર અને હિમ્મત ને યાદ કરી ને બરકત લે.

  • હુસૈન ઇમામ સ.અ. ના ચેહલમ ના મીકાત પર અલ-મૌલલ-અજલ માઝૂનુદ દાવતિલ ગર્રા સૈયદી વ મૌલાયા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. મંગળવારે રાતે ૭ વાગ્યે (સફરુલ મુઝફ્ફર ની ૨૦ મી રાતે, ૬ ઓક્ટોબર) ચેહલમ ની મજલિસ માં તશરીફ લાવશે અને બયાન ફરમાવશે ઇન્શાઅલ્લાહ. બયાન દેખવાને આ લિંક પર ક્લિક કરો:

અપને સગલા હમેશા આશુરા ની મુસીબત યાદ કરીયે છે. એની મિસલ કોઈ ગમ નથી. ચેહલમ ના મીકાત નઝદીક થાય છે તો એ ગમ ના સાથે આશુરા ના બાદ ઇમામ હુસૈન ના હરમ પર જે મુસીબત ગુઝરી એને ભી યાદ કરીયે છે. જે વાકેઆઓ વર્ષો પેહલા બની ચુકા છે એની અસર આજે અપને બરાબર સમજી શકીયે છે. અપને યકીન સી જાનિયે છે કે કરબલા માં કોન સહી હતું, હક્ક પર હતું અને કોણ ગલત હતું અને અપને જાણીએ છે કે આ અઝીમ મુસીબતો ના બાવજૂદ આખરે હક્ક ગાલિબ થયું. પણ આજે જ્યારે અપને ખુદ મુશ્કિલ હાલાત માં સી ગુઝરિએ છે ત્યારે સહી અને ગલત, હક્ક અને બાતિલ ની પરખ કરવાની જવાબદારી, અપના ખુદ ના વાસ્તે અને અપની આવનાર નસલો વાસ્તે, અપના માં સી હર એક ની છે. ખુદા પર ભરોસો રાખીને હક્ક ની રાહ પર ચલવું સેહલું નથી, પણ એનું અજર અઝીમ છે. આવા વખ્ત માં મૌલાતોના ઝૈનબ ના અમલ સી સબક લઈએ છે, આપ એ બેમિસાલ હિમ્મત સી યઝીદ ના દરબાર માં ખુદા પર તવકકુલ કરતા હુવા તિલાવત ફરમાવી: “કાફેરીન એમ ન સમજે કે હમે એને મોહલત આપી છે તે એહના વાસ્તે ખૈર છે, તહકીક હમે એને મોહલત આપીયે છે તાકે એ હજી ઝિયાદા ગુનાહ કરે, એ સગલા વાસ્તે ઘણો સખત અઝાબ છે.” અગર ઇમામ હુસૈન અને આપ ના એહલે બૈત અને અસહાબ ની કુરબાનીઓ યાદ કરીને અને એ સગલા નો હક્ક ના ખાતિર જે બેમિસાલ અને મોહકમ અઝમ હતો, એ અપને હક્ક ને યારી આપવા પ્રેરિત નહિ કરે - તો શું પ્રેરિત કરશે.

શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ નો લેખ  “The Ordeal After Aashura (આશુરા ના બાદ મુશ્કેલાત) વાચવા વાસ્તે યહાં ક્લિક કરો.