રસુલુલ્લાહ સ.અ. યે એક ખુત્બા માં ફરમાવ્યું કે શેહરુલ્લાહ નો પેહલો દસકો રેહમત નો દસકો છે. આ દસ દિન માં મુમિનીન આ મીસલ અમલ કરીને સવાબ નો ઝખીરો કરી લે.

૧. નમાઝ: પાંચ ફરીઝત ની નમાઝ એની સુન્નત અને નાફેલત ના સાથે વખ્ત પર પઢે. રસુલુલ્લાહ યે ફરમાવ્યું છે કે શેહરુલ્લાહ માં એક ફરીઝત ની નમાઝ પઢવાનું સવાબ બીજા મહિના માં ૭૦ ફરીઝત ની નમાઝ પઢવાના બરાબર છે. અને શેહરુલ્લાહ માં સુન્નત પઢવું બીજા મહિના માં ફરીઝત પઢવાના સવાબ ના બરાબર છે.

૨. દોઆ:

૩. કુરઆન: હર દિન કુરઆન મજીદ કમ માં કમ એક સીપારહ પઢે તાકે મહિના માં એક કુરઆન ખતમ થાય. કિતનાક અલ્લાહ ના મુખ્લીસ બંદાઓ રમઝાન માં હર રોઝ એક કુરઆન ખતમ કરે છે. જેને સલાસત સી પઢતા ના આવડતું હોઈ તો ઘની વેબસાઈટ (http://transliteration.org/quran/WebSite_CD/MixPure/001.asp or https://www.quran411.com/ છે જહાં પૂરા કુરઆન નો ઓડીઓ છે. તાકે એના સાથે તિલાવત કરી શકાઈ. જેને અરબી પઢતા ના આવડતું હોઈ, કુરઆન અંગ્રેઝી હરફ માં અને બીજી ઝબાનો ના હરફ માં, જેના સી કુરઆન પઢી શકાઈ છે, જ્યા લગ કે અરબી ઝબાન શીખી જાઈ.

૪. બીહોરી: બીહોરી જીતની પઢાઈ ઇતની પઢવી જોઈએ. બીહોરી ની તફસીર સી અમલ ની ઝીકર અને એહનું તરજુમા અને ઓડીઓ બેવે વેબસાઈટ પર છે.