સૈયદી અબ્દુલકાદિર હકીમુદ્દીન ૫ મી શવ્વાલુલ મુકર્રમ વફાત થયા અને ત્રણ હફ્તા બાદ આપના દુશ્મનો એ આપના બદન મુબારક ને  આપની કબર માં સી નિકાલા. સગલા નો દાવો એમ હતો કે આપને ઇસ્લામ ના હુકુમ ના ખિલાફ દફન કરવા માં આવ્યા છે. જ્યારે આપના બદન મુબારક ને કબર મુબારક માં સી નિકાલા તો મોજીઝા સી આપનું બદન તાઝા હતું અને એમાં સી ખુશબૂ આવી રહી હતી, અને કફન નું કપરું સૂકું અને સાફ હતું. સૈયદી લુકમાનજી સૈયદી હકીમુદ્દીન ની સીરત માં આ અઝીમ મોજીઝા ની ઝિકર વિસ્તારીને લખે છે (બલાગુદ દાવત ૨૮૬ - ૨૯૨). મુમિનીન એ ૨૭ મી શવ્વાલુલ મુકર્રમ સૈયદી હકીમુદ્દીન ને પાછા દફન કીધા અને એ વાસ્તે આપના ઉર્સ મુબારક ની ૨ તારીખ છે: ૫ મી અને ૨૭ મી શવ્વાલુલ મુકર્રમ.

માઝૂનુદ દાવતિલ ગર્રા સૈયદી વ મૌલાયા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. સૈયદી અબ્દુલકાદિર હકીમુદ્દીન ક.સ. ના ઉર્સ મુબારક ના દિન મજલિસ માં તશરીફ લાવશે. મજલિસ નું લાઈવ રીલે સોમવારે, ૭ જૂન સાંજે ૬:૧૫ વાગ્યે શરુ થશે ઇન્શાઅલ્લાહ. મુમિનીન આ Zoom લિંક પર ક્લિક કરીને મજલિસ માં શામિલ થાઈ અને બરકાત હાસિલ કરે

મુમિનીન સૈયદી અબ્દુલકાદિર હકીમુદ્દીન ના ઉર્સ મુબારક ના મીકાત પર આ મિસલ અમલ કરે:

  • સૈયદી હકીમુદ્દીન ની નીયત પર ખતમુલ કુરાન કરે 
  • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા અ હકીમ દીનિલ્લાહે અબ્દલ કાદેરી પઢે (યહાં એ કસીદા મુબારકા દાવત ની ઝબાન અને અંગ્રેઝી તરજુમા અને ઓડિયો સાથે પેશ કીધા છે).
  • યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી  ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના સૈયદી હકીમુદ્દીન ની શાન માં દાવત ની ઝબાન ના સલામ પઢે.

૨ વર્ષ પહેલા સૈયદી હકીમુદ્દીન ની સીરત નો લેખ પેશ થયો હતો જે શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા એ લખો હતો. એ લેખ મેં સૈયદી હકીમુદ્દીન ની કુદસાની સીરત, ખિદમત, ઇખલાસ, દાઈ પર  ફિદાગીરી, ઇલ્મ માં ગહેરાઈ અને ખુલૂસ, તલબતુલ ઇલ્મ ને પઢાવું, મુમિનીન ને હિદાયત દેવું, મુમિનીન ના ગામો માં સફરો, ખૈર ની રસમો જારી કરવું, અને હયાત અને મૌત બાદ જે મઆજીઝ ઝાહિર થયા, એની ઝિકરો છે. મુમિનીન એ લેખ પઢે. 

माज़ूनुद दावतिल ग़र्रा सैयदी व मौलाया अब्देअली भाईसाहेब सैफुद्दीन अ.अ.ब. सैयदी अब्दुलक़ादिर हकीमुद्दीन क.स. के उर्स मुबारक के मीकात पर मजलिस अक़्द फरमाएँगे. मजलिस सोमवार के दिन, ७ जून,शाम ६:१५ बजे लाइव रिले की जाएगी इंशाअल्लाह. मुमिनीन इस Zoom लिंक द्वारा मजलिस में शामिल होकर बरकात हासिल करें: