૨૩ મી જુમાદિલ ઉખરા (શનિવાર, ૧૦ મી માર્ચ, ૨૦૧૮) ૫૩ માં દાઈ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક છે.

૧૯ મી રજબ ૧૩૮૫ હિ. માં ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના વફાત ના બાદ, આપના વારિસ ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. યે ફસલ ફર્માયું કે ૫૧ માં દાઈ ના ઉર્સ ની મજાલીસ તીન દિન વાસ્તે અક્દ કરવામાં આવે. એજ મિસલ ૧૬ મી રબી ઉલ અવ્વલ ૧૪૩૫ હિ. માં, ૫૨ માં દાઈ ના વફાત પછી ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ ફસલ ફર્માયું કે ૫૨ માં દાઈ ના ઉર્સ ની મજાલીસ ભી તીન દિન વાસ્તે અક્દ કરવામાં આવે.

આપ ના નાસ ની ઇક્તેદા કરીને, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે ગયા સાલ એમ ફસલ ફર્માયું છે કે ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજાલીસ ૨૧ મી, ૨૨ મી અને ૨૩ મી જુમાદિલ ઉખરા, તીન દિન વાસ્તે અક્દ કરવામાં આવસે.

સૈયદના તાહેર ફખરુદ્દીન યે "نسيم بركات العرس المبارك" ઉર્સ મુબારક ના બરકાત ની નસીમ  (ઠંડો પવન) તારીખી નામ ઇનાયત ફર્માયું. "نسيم بركات العرس المبارك" આ હરફ ના અદદ ૧૪૩૮ થાય છે જે સૈયદના કુત્બુદ્દીન ના પહેલા ઉર્સ નું હિજરી સાલ છે .

नसीमो बरकातिल उर्सिल मुबारक, सैयदना खुज़ैमा कुत्बुद्दीन रि.अ. के उर्स के अय्याम में सैयदना ताहेर फखरुद्दीन त.उ.श. ख़त्मुल कुरान की मजलिस में तशरीफ़ लाएँगे. ख़त्मुल कुरान की मजलिस ३ दिन, २१ वी रात (मंगलवार, २ फरवरी), २२ वी रात (बुधवार, ३ फरवरी) और २३ वी रात (जुमेरात, ४ फरवरी) मगरिब और इशा की नमाज़ बाद ६:५० बजे (इंडियन टाइम) अक़्द होगी. मुमिनीन मुमिनात इस Zoom लिंक द्वारा मजलिस में शामिल होकर बरकात हासिल करें. 

આ તીન દિન માં મુમિનીન સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ની નિયત પર ખતમુલ કુરઆન ની તિલાવત કરે અને આ મીસલ અમલ કરે :

Amal Details

૨૧ મી રાત

 • ખતમુલ કુરઆન
 • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા "يا ازهرا زهرت به الزهراء" ની તિલાવત કરે
 • નીચે લખ્યા મુજબ યાદી માં સી એક મરસીયા જે સૈયદના કુત્બુદ્દીન ની યાદ માં લિખા છે એની તિલાવત કરે.
 • ઈમામ હુસૈન સ.અ.ના નોહા પઢે
 • મદેહ પઢે

૨૨ મી રાત

 • ખતમુલ કુરઆન
 • સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા "أ لسان صدق بالحقيقة كلم" ની તિલાવત કરે
 • નીચે મુજબ ની યાદી માં સી એક મરસીયા જે સૈયદના કુત્બુદ્દીન ની યાદ માં લિખા છે એની તિલાવત કરે.
 • ઈમામ હુસૈન સ.અ.ના નોહા પઢે
 • મદેહ પઢે

૨૩ મી રાત

 • મગરિબ ઈશા ની નમાઝ બાદ તવાસ્સુલ ની નમાઝ પઢે
  • ૧. નિયત: “ઉસલ્લી સલાતસ સલવાતે અલા દાઈલ અઈમ્મતિલ ફાતેમીયીન સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન વ તવસ્સુલે બેહી ઈલલ્લાહે તઆલા રકઅતયને લિલ્લાહ”
  • ૨. નિયત: “ઉસલ્લી સલાતા અસ સલવાતે વ દોઆએ લે દાઈલ અસરે વલ હીન સૈયદના તાહેર ફખરુદ્દીન રકઅતયને લિલ્લાહ”
 • ખતમુલ કુરઆન પઢે
 • સદકલ્લાહ ની દોઆ (તરજુમા સાથે વિડીઓ જોવા યહાં ક્લિક કરો)
 • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ સૈયદના કુત્બુદ્દીન ની શાન માં જે કસીદા મુબારકા તસ્નીફ ફરમાયા છે – “ સલામન અલયકા અ કુત્બલ હુદા” – એની તિલાવત કરે. (એનું ઓડીઓ અને દાવત ની ઝબાન અને અંગ્રેઝી માં તરજુમો વેબસાઈટ પર છે)
 • યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના સૈયદના કુત્બુદ્દીન ની શાન માં દાવત ની ઝબાન માં લિખા સલામ ની તિલાવત કરે.

 

સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને ઉર્સ મુબારક ના દિન, જુમોઆ ૨૩ મી તારીખ (૫ ફેબ્રુઆરી), વાઅઝ મુબારક લાઈવ રીલે કરવાની રઝા મુબારક ફરમાવી છે. વાઅઝ નો ટાઈમ ફજેરે ૮ વાગ્યા નો છે.

 

સૈયદના કુત્બુદ્દીન ની યાદ માં મરસીયા:

૧. શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ ના કસીદા  "الا أولياء الله في الخلد احياء"

૨. બાવાજી સાહેબ ગુઝરી ગયા છે - યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા

૩. દિલ ની ધડકન ખુઝૈમા ખુઝૈમા - યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા

૪. નૂર રૂપાલા સોહામણા – ઝમર્રુદત દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત સૈફીયાહ બાઈસાહેબા

૫. કુત્બુદ્દીન ની ઇતની નેઅમ છે - ઝમર્રુદત દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત સૈફીયાહ બાઈસાહેબા

૬. ઘણા યાદ આવે છે બાવાજી સાહેબ – જુમાનતે દાવતિલ હક્ક શેહ્ઝાદી ફાતેમા બાઈસાહેબા

૭. કુત્બુદ્દીન ગુઝરી ગયા – મરજાનતે દાવતિલ હક્ક શેહ્ઝાદી અરવા બાઈસાહેબા

૮. ગુઝરી ગયા મૌલા કુત્બુદ્દીન – શેહ્ઝાદી આમેનાહ બાઈસાહેબા