મુમિનીન આ મુબારક મીકાત પર આ મિસલ અમલ કરીને  બરકાત હાસિલ કરે:

લાઈવ રીલે: સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. સૈયદના અબ્દુલ્લાહ બદરુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના દિન મજલિસ માં તશરીફ લાવશે. મજલિસ નું લાઈવ રીલે ૧૬ ઓક્ટોબર, સાંજે ૫:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) શરુ થશે ઇન્શાઅલ્લાહ. મુમિનીન આ Zoom લિંક પર ક્લિક કરીને મજલિસ માં શામિલ થાઈ અને બરકાત હાસિલ કરે.

કદમબોસી ની બેઠક: ઉર્સ ની મજલિસ બાદ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઈશાની નમાઝ પઢાવશે અને તે બાદ કદમબોસી ની બેઠક માં તશરીફ લાવશે. મુંબઈ ના મુમિનીન મજલિસ, નમાઝ અને બેઠક વાસ્તે દારુસ સકીના હાઝિર થાઈ અને Zoom પર શામિલ નહિ થઇ શકાઈ. મજલિસ ના બાદ નિયાઝ ના પેકેટ તકસીમ કરવામાં આવશે.

  • મુમિનીન સૈયદના અબ્દુલ્લાહ બદરુદ્દીન રી.અ. ની નીયત પર ખત્મુલ કુરાન ની તિલાવત કરે
  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા અલૈકા સલામુલ્લાહે યા બદરદીનેના ની તિલાવત કરે
  • મુમિનીન શેહ્ઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા ના દાવત ની ઝબાન માં લખેલા સલામ ની તિલાવત કરે