મૌલાનલ મન્નાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા સી અને દોઆ મુબારક સી, ૧૭ મી ડીસેમ્બર ૨૦૧૭, ના રોજ ઝાહરા હસનાત દવાખાના (મેડીકલ કલીનીક) મંડાલ ગોવંડી, મુંબઈ, નું શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન એ ઇફ્તેતાહ કીધું. આ કલીનીક “ડોક્ટર ફોર યુ” સંસ્થા ના સાથે કામ કરે છે.

ગોવંડી કલીનીક ના શુરુ થવા બાદ આજ સુધી ૧૪૦૦૦ કરતા ઝ્યાદા દર્દીઓ વહાં ઈલાજ લઈ ચુક્યા છે. કલીનીક માં હામિલ (ગર્ભવતિ) બૈરાઓ અને દૂધ પીતા નાના બચ્ચાઓ પર ખાસ ધ્યાન અપાઈ છે અને એજ મિસલ બુઝુર્ગો  (વૃદ્ધો) વાસ્તે ભી ખાસ સુવિધાઓ છે.

 

FOCUS AREAS OF ZAHRA HASANAAT GOVANDI CLINIC

Prenatal care
Nutrition for lactating and new mothers
Treatment and awareness of malnutrition amongst toddlers and small children
Immunization for newborns
Geriatric care and treatment 
Special focus on Tuberculosis
 

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. હિદાયત આપતા કે મુમિન ને એના ઘરે જઈને મદદ કરો, એની રોશની માં, સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ શેહરુલ્લાહીલ મોઅઝ્ઝમ ૧૪૧૮ હિ. માં ઝાહરા હસનાત સંસ્થા ને કાઈમ કીધી. ઝાહરા હસનાત ની કોશિશ એમ છે કે મુમિનીન અને ઇબાદુલ્લાહ ની હર તરહ સી મદદ કરે. જે લોગો ને મદદ ની ઝરૂરત છે એના ઘરે જઈ ને મદદ કરે. મેડીકલ તાલીમ, જમણ, ઘરબાર, વ્યાપાર અને ઝીંદગી ના હર એક પેહલૂ માં મદદ કરે છે. ઝાહરા હસનાત યે ઘણા મુમિનીન ની મદદ કીધી છે.

આજે ભી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની દોઆ મુબારક, આપની હિદાયત અને આપની ઇનાયત સી, અને ખિદમત ગુઝારો ની કોશિશ સી, ઝાહરા હસનાત ની હસનાત મુમિનીન ને મિલતી રહે છે.

ડોક્ટર્સ ફોર યૂ (DFY) એક સંસ્થા છે જે હિન્દુસ્તાન માં ૨૦૦૭ માં શરુ થઇ. જે ઇલાકા માં બીમારી યા વબા ફેલાઈ છે, યા કે કોઈ તૂફાન યા ઝલઝલા (ભૂકંપ) ની આફત આવે છે તો ડી.એફ.વાઈ. મેડીકલ મદદ વાસ્તે હાઝીર થઇ જાઈ છે . આ સંસ્થા ની બુનીયાદ ઈન્સાનિયત ના ઉસૂલ પર છે અને હર મઝહબ અને કૌમ ના લોગો ની મદદ વાસ્તે તૈયાર છે અને ઘણા એવોર્ડ ભી મળ્યા છે .