૫૨ માં દાઈલ મુત્લક સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના મૌકે પર દારુસ સકીના,મુંબઈ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ખતમુલ ની મજલિસ માં જલવા અફરોઝ થયા. ઉર્સ ની દિન ખતમુલ કુરાન ના બાદ સૈયદના એ સદકલ્લાહ ની દોઆ પઢી જેમાં આપ એ સૈયદના બુરહાનુદ્દીન ની ઝિકર ફરમાવી:

“આપ ખુદા ના દીન ના રોશન બુરહાન થા. આપના ફઝાઈલ સૂરજ ની મિસલ ચમકતા થા, આપની અઝીમ શાન સુલૈમાન નબી ની મિસલ થી. ખુદા તઆલા અને ઇમામુઝ ઝમાન ના નઝદીક આપનો અજબ કરીમ મકામ હતો. આપ મુમિનીન ના શફીક બાવા થા. આપ આસરો ઢૂંઢનાર ના વાસ્તે આસરા થા”.

સદકલ્લાહ ના બાદ સૈયદના હાતિમ રી.અ., સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ., અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ની નીયત પર દરીસ ની તિલાવત થઇ અને સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ની યાદ માં સલામ અને મરસિયા ની તિલાવત થઇ. તે બાદ મુમિનીન સલવાત અને નિયાઝ ના જમન જમા.

મજલિસ ના ફોટોગ્રાફ ફાતેમી દાવત ની વેબસાઈટ પર છે.