ઈમામ ઉઝ ઝમાન સ.અ. ના મીલાદ મુબારક

રબી ઉલ આખર ની ૪ થી રાતે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈવાને ફાતેમી, દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી અને ઈમામ ઉઝ ઝમાન તૈયબ ઉલ અસરે વલ અવાન સ.અ. ના મિલાદ ની ખુશીની મજલીસ માં જલવા અફરોઝ થયા. શેહ્ઝાદા ડો. હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન એ કુરઆન મજીદ ની તિલાવત કીધી અને સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા “ મીલાદ મૌલાનલ ઈમામ અત-તૈયબી” ની તિલાવત થઇ.

૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના મીલાદ મુબારક

રબી ઉલ આખર ની ૨૦ મી રાતે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈવાને ફાતેમી, દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી અને તે બાદ ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. આકા ના મીલાદ ની ખુશી ની મજલીસ માં જલવા અફરોઝ થયા. સૈયદના હાતિમ રી.અ. , સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., અને બિલ ખુસૂસ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની નિયત પર અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની નિયત પર દરીસ ની મજલીસ અક્દ થઇ.

૫૪ માં દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ મુબારક

રબી ઉલ આખર ની ૨૬ મી તારીખ આલમે ઈમાન માં મુમિનીન યે દાઈ અઝ-ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન આકા ના ૫૨ માં મીલાદ ની ખુશી મનાવી. વિડીઓ વેબસાઈટ પર પેશ કીધી છે.

મુંબઈ માં દારુસ સકીના માં સૈયદના અલ-મિનઆમ મીલાદ ની ખુશી ની મજલીસ માં ઈવાને ફાતેમી માં મીલાદ ના દિન દોપહર ૧૧ વાગ્યે જલવા નુમા થયા.

બયાન મુબારક ની વિડીઓ વેબસાઈટ પર પેશ કીધી છે.

મુમિનીન મૌલાના ની કદમબોસી ના શરફ થી બેહરવર થયા. મજલીસ બાદ મૌલાનલ મિનઆમ યે ઇમામત સી ઝોહર અને અસર ની નમાઝ પઢાવી.

બયાન માં મૌલાના એ હસનત ની ઝિકર ફરમાવી. એમ ફર્માયું કે હસનત મોહમ્મદ અને આલે મોહમ્મદ ની વલાયત છે કે જે વલાયત ના તુફૈલ માં જન્નત છે. કુરઆન મજીદ ની આયત ની તિલાવત ફરમાવી "للذين احسنوا الحسنى وزيادة" – જે સગલા હસનત ના કરનાર લોગો છે એહના વાસ્તે હુસના છે, યે શું કે જન્નત, અને હજી ઘનું ઝ્યાદા અજર છે, જન્નત માં પહોંચશે, એને બતાવવામાં આવશે કે એહનો ખૈમો કહાં છે, પંજેતન સ.અ. ના જિવાર (પાડોશમાં) માં છે, ઈમામ ઉઝ ઝમાન ના જિવાર માં છે.

મૌલાના એ શફકત સી ફરમાવ્યું કે મુમિનીન સગલા દારુસ સકીના માં જમે થયા છે મોહબ્બત ના સબબ. આ દાવત મોહબ્બત ની તરફ બોલાવે છે, મોહબ્બત હોઈ તો પછી લાઝીમ છે કે મીસાક આપે. માનવું અને મોહબ્બત કરવું ઈખ્તિયાર છે. માનતા હોઈ અને મોહબ્બત કરતા હોઈ તો મીસાક આપવું લાઝીમ છે. મોહબ્બત અને વલાયત ના સાથે તાઅત જોડાએલી છે .

દોઆત મુતલકીન ના એહ્સાનાત યાદ કરતા હુઆ ફર્માયું કે જે મોહબ્બત સૈયદના કુત્બુદ્દીન રી.અ. ને મુમિનીન વાસ્તે હતી યેજ મિસલ  મોહબ્બત મૌલાના ના દિલ માં મુમિનીન વાસ્તે છે. મુમિનીન ના હક્ક માં હર દિન મૌલાના દોઆ ફરમાવે છે.

કોર્ટ માં ૬ દિન ઝુબાની થઇ એહની ઝિકર ફરમાવી. એમ તાકીદ સી ફર્માયું કે નસ્સ કીધા પછી નસ્સ કરનાર સાહેબ એને હરગિઝ બદલે નહીં. નસ્સ ઈમામ ઉઝ ઝમાન ના ઇલ્હામ અને તાઈદ સી કરવામાં આવે છે, કે જે ઈમામ માસૂમ છે .

મૌલાનલ મન્નાન યે મુમિનીન ના હક્ક માં ઘણી દોઆઓ ફરમાવી. મજલીસ બાદ મુમિનીન યે કદમબોસી અને મોઆનકહ નું શરફ હાંસિલ કીધું. તે બાદ ખુશી ના જમણ ના થાલો વલા.

સ્પોર્ટસ નો પ્રોગ્રામ

૨૭ મી રબી ઉલ આખર રવિવાર ના દિન ફજેરે મુમિનીન અને મુમેનાત નો સ્પોર્ટસ પ્રોગ્રામ થયો. ઘણા ખુશ ગવાર માહોલ માં ક્રિકેટ, થ્રો બોલ, બેડમિન્ટન, અને ટગ-ઓફ-વોર ની ગેમો રમાઈ.

મદરસા નો પ્રોગ્રામ

૨૭ મી રબી ઉલ આખર, રવિવારે સાંજે મૌલાનલ મિનઆમ ની હઝરત ઈમામિયાહ માં ફાતેમી મદરસા ના ફર્ઝંદો એ પ્રોગ્રામ પેશ કીધો. શુરૂમાં શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદીન ના છોટા પ્યારા ફર્ઝંદ હુસૈન ભાઈસાહેબ એ કુરઆન મજીદ ની તિલાવત કીધી. તે બાદ ફર્ઝંદો એ હુરૂફ અલ તહજી “અબ મુશફિક” જે સૈયદના કુત્બુદ્દીન યે કાએદો ફર્ઝંદોને અરબી સીખવાના ના વાસ્તે તૈયાર કીધો હતો યે પૈશ કીધો અને તેહનીયત માં મદેહ પઢી અને તકરીર પેશ કીધી. મૌલાના યે ફર્ઝંદો અને એહના વાલેદેન અને મોઅલ્લેમીન ના હક્કમાં દોઆઓ ફરમાવી.

આલીમ એ આલે મોહમ્મદ ના નઝદીક મુમિનીન નો સબક

મદરસા ના પ્રોગ્રામ ના બાદ મૌલાના એ મગરિબ અને ઇશા ની નમાઝ ઇમામત સી પઢાવી. અને ૨૭મી રાત રબી ઉલ આખર ની, જે મુમિનીન તમામ સાલ સબક ના હલકા માં ઇલ્મ પઢે છે યે સગલા પર આલીમ એ આલે મોહમ્મદ યે ઇલ્મ ની કસ્તૂરી લગાવી. મુંબઈ ના મુમિનીન સગલા હાઝીર હતા અને તમામ આલમ સી સેંકડો મુમિનીન મખ્સૂસ વિડીઓ રીલે ના ઝરીયા સી સબક ની બરકત હાંસિલ કીધી. મૌલાના યે ઘણા હસનત ની મઆની બયાન ફરમાવી અને ઘણી શિખામણો બખ્શી.

૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ મુબારક

શેહરે રબી ઉલ આખર ની ૨૯મી રાતે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના વારિસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મગરિબ અને ઇશા ની નમાઝ ઈવાને ફાતેમી માં પઢાવી અને તે પછી મીલાદ ની ખુશી ની મજલીસ માં જલવાનુમા થયા. દરીસ ની તિલાવત થઇ અને કસાઈદ અને મદેહ ની તિલાવત થઇ. શરબત વધાવાની રસ્મ ના બાદ મુમિનીન ના જોરાઓ ના મૌલાના યે નિકાહ અક્દ કીધા.

જુમાદિલ ઉલા ની પેહલી તારીખ મૌલાના યે મગરિબ ઇશા ની નમાઝ ઇમામત સી પઢાવી અને પહેલી તારીખ ની મજલીસમાં જલવા અફરોઝ થયા. મુમિનીન મુમેનાત યે પહેલી તારીખ ની કદમબોસી નું શરાફ હાંસિલ કીધું.

મુમિનીન યે આ દિનો માં બેશુમાર બરકતો હાંસિલ કીધી. ઈમામ ઉઝ ઝમાન ના દાઈ ના સાથે ઇમામત સી નમાઝો પઢી. સૈયદના કુત્બુદ્દીન ની ઝિયારત કીધી, બયાન ની બરકાત લીધી, સબક માં જન્નત ના ક્યારા માં સૈર કીધી. ઝીયાફતો નું શરફ હાંસિલ કીધું અને ખુશી અને ફરહત ના માહોલ માં જમણ ના અલવાન તનાવુલ કીધા.