સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ મુબારક સી “કુત્બી જ્યુબિલી સ્કોલાર્શીપ પ્રોગ્રામ” ના ઝૈરે એહ્તેમામ બીજી “તકરીબ” (એકસાથ થવું) કોન્ફરન્સ ૨૭ અને ૨૮ મી ડીસેમ્બર, ૨૦૧૭ રોજે નવી દિલ્હી માં જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી માં અક્દ થઇ. તે કોન્ફરન્સ નું ઉનવાન (વિષય) આ સાલ આ મિસલ હતું:

“Ideas of Harmonious Coexistence: Religions and philosophies of India”

કોન્ફરન્સ ની એક ઝલક વાસ્તે વેબસાઈટ પર વિડીયો પેશ કીધો છે.

સૈયદના કુત્બુદ્દીન ના ખ્યાલ શરીફ માં હતું કે અલગ અલગ મઝહબ ના લોગો ઈન્સાનિયત ના ઉસૂલ પર સાથે થાઈ. દીન અને ધર્મ ની બુનિયાદ પર કિતનું ખૈર થયુ છે અને થઇ શકે છે તે સાબિત થાય. હર એક ના વાસ્તે ખૈર કરવાની બુનિયાદ પર અમલ થાય. સૈયદના કુત્બુદ્દીન ની આ નિયત પર આપના વારસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ અમલ કીધું. આ તકરીબ કોન્ફરન્સ સીરીઝ શરુ ફરમાવી.

કોન્ફરન્સ માં હિન્દુસ્તાન અને વિદેશ ની યુનીવર્સીટીઓ માંથી ઘણા નામચીન પોફેસરો આવ્યા હતા અને તકરીબ ના વિષય પર તકરીરો (વ્યાખ્યાનો) કીધી. સવાલ જવાબ ભી ઘણા થયા. આ મિસલ બે દિન માં સામુહિક ચર્ચા (panel discussion) ના સાત સત્રો થયા.

 

    Plurality in Religious Thought
   Entangled Histories, Imagined Politics
    Leadership and Peace
    special session with religious leaders
    Engaging Precedents for Peace in the Present
   Race, Caste, & Identity in Contemporary India
Contemporary Politics & Visions For The Future

 

કોન્ફરન્સ માં બીજા દિવસે ફજેરે એક સ્પેશીયલ સેશન માં સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. તશરીફ ફર્મા થયા અને અપના હિન્દુસ્તાન ના ઘણા મઝહબ અને ધર્મો ના પેશ્વા જમે થયા. ખાસ્સતન તિબેટ ના પેશ્વા દલાઈ લામા ભી આયા. આ મૌકે પર સૈયદના ફખરુદ્દીન એ દલાઈ લામા ને ‘સૈયદના કુત્બુદ્દીન હાર્મની પ્રાઈઝ’ (Syedna Qutbuddin Harmony Prize) આપું. સૈયદના ફખરુદ્દીન એ એલાન ફર્માયું કે કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ ના ઝૈરે એહ્તેમામ આ સૈયદના કુત્બુદ્દીન હાર્મની પ્રાઈઝ હર સાલ કોઈ એક શખ્સ યા કોઈ એક સંસ્થા ને આપવામાં આવશે કે જે તકરીબ અને અલગ અલગ મઝાહિબ (ધર્મ) ના દરમિયાન મિલનસાહી (ભાઈચારા) વાસ્તે કોશિશ કીધી હશે. આ અવોર્ડ ની માલી રકમ દસ લાખ રૂપિયા રેહશે.

સૈયદના ફખરુદ્દીન અને દલાઈ લામા ના સાથે સ્પેશીયલ સેશન માં આચાર્ય ડો. લોકેશ મુનિ (જૈન મઝહબ ના પેશ્વા), આર્કબિશપ અનિલ જોસેફ થોમસ કુતોઅ (દિલ્હી સ્થિત કેથલિક મસિહી મઝહબ ના પેશ્વા), સરદાર જી.કે. મંજીતસિંહ (દિલ્હી શીખ ગુરુદ્વારા ના પ્રેસિડેન્ટ), રબ્બાઈ ઇઝેકીલ આઈઝેક મલેકર (દિલ્હી સ્થિત યહૂદી મઝહબ ના પેશ્વા), શ્રી. ગૌર ગોપાલદાસ (ઈસ્કકોન, મુંબઈ), ડો. અલી કે. મર્ચન્ટ (બહાઈ મઝહબ ના લીડર), આ સગલા સ્ટેજ પર સૈયદના ના સાથે હતા અને યાદગાર તકરીર કીધી. એજ મિસલ હિન્દુસ્તાન ના સાબિક ચીફ જસ્ટીસ શેખ જસ્ટીસ અઝીઝ અહમદી એ ભી તકરીર કીધી.

સૈયદના ફખરુદ્દીન એ આપ ના ખિતાબ (બયાન) માં સગલા મઝહબ ના લીડરો ને દાવત પેશ કીધી કે સગલા સાથે થઈને જે લોગો તફરેકો (ભેદભાવ) અને ખિલાફ પૈદા કરવા ચાહે છે એનો પ્રતિકાર કરે. સૈયદના ની પૂરી તકરીર ની વિડીઓ વેબસાઈટ પર પેશ કીધી છે.

દલાઈ લામા એ પોતાની તકરીર માં એ વાત પર ખુશી જાહેર કીધી કે સૈયદના ની મિસલ એક મુસલીમ લીડર એ આ કોન્ફરન્સ બોલાવી અને અલગ અલગ મઝહબ ના લીડરો ને જમે કીધા.

(દલાઈ લામા ની તકરીર ની વિડીઓ ભી વેબસાઈટ પર પેશ કીધી છે.

તકરીર માં આ વાત પર અફસોસ જાહેર કીધો કે હિન્દુતાન માં મઝહબી ખિલાફ પેદા કરવાની કોશિશ થાય છે અને સૈયદના ને મુબારક બાદી આપી કે આપ સહી રસ્તે – પોઝીટીવ ડાયરેક્શન માં – સગલાની રાહબરી (માર્ગદર્શન) કરી રહ્યા છો. હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન ની સદીઓ ની રસમો ના સામને મોડર્ન સાઈકોલોજી ફિક્કી પડી જાઈ છે. ખૌફ ના એહસાસ પર ગાલીબ થાવા વાસ્તે મોહબ્બત ના એહસાસ ને વધાવવો જરૂરી છે. જૈન મઝહબ ના પેશ્વા આચાર્ય લોકેશ મુનિ એ પોતાની તકરીર માં એમ કહ્યું કે સૈયદના ફખરુદ્દીન અને આપના પેશ્તર દોઆતો એ હિન્દુસ્તાન માં સ્કૂલો, હોસ્પિટલો અને બીજી ખૈર ની સંસ્થાઓ કાઈમ કરીને મિલનસાહી અને હાર્મની ની કોશિશ ને અમલ માં લાવ્યા છે.

કોન્ફરન્સ ના બારા માં ઘણા અખબારોમાં લેખો છાપવામાં આવ્યા. એમાં થી કિતનાક વેબસાઈટ પર પેશ કીધા છે.

ઇન્શાઅલ્લાહો તઆલા આ સગલી કોશિશો નો અસર હિન્દુસ્તાન માં બલકે આલમ ના મુલ્કો માં જોવાશે. કોન્ફરન્સ ની બીજી તકરીરો ભી ઇન્શાઅલ્લાહ નશર કરવામાં આવશે.