સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝેમા કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ના દરમિયાન ના દસ દિન માં મુમીનીન ના ઉપર બેશુમાર બરકાત ના બારિશ વરસા. આ નેઅમતો માં સી એક મૌલાના ના તીન દિન મુસલસલ સબક ની નેઅમત હતી. રબી ઉલ આખર ની ૨૭ મી રાત, ૨૮ મી રાત અને ૨૯ મી રાત, જેમાં મુમીનીન ને directly સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. પાસે ઇલ્મ પઢવાનું નસીબ થયુ. દારુસ સકીના માં હાઝીર હતા, અને તમામ દુનિયા માં જે મુમીનીન સબક ના હલકા માં શામિલ થાય છે, યે સગલા ને secure video link સી મૌલાના ના સબક માં શામિલ થઇ સકા. સબક ના તીન દિન ના દરમિયાન, મૌલાના તાહેર ત.ઉ.શ. યે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઝિકર ફરમાવી કે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ફરમાવતા કે ખુશ અને ભરી પૂરી ઝીંદગી ગુઝારવાને આ તીન ચીઝ હમેશા કરતા રેહજો: તાઅત (ખુદા અને ખુદા ના વલી ની ફરમાબરદારી), શુકુર, અને સબર.

હર સબક માં, મૌલાના  યે ઇલ્મ અને હિકમત ના મોતીઓ સી મુમીનીન ને નાવાઝા, કે જે મોતીઓ ની રોશની અપને દુનિયા અને આખેરત માં કામ લાગશે. હર સબક માં સૈયદના ત.ઉ.શ. એ કુરઆન મજીદ ની આયતો અને રસુલુલ્લાહ સ.અ. ની અહાદીસ, મૌલાના અલી સ.અ. , ઇમામો સ.અ. અને દોઆતો રી.અ. ના કલામ ની ઝિકર ફરમાવી. હર બયાન માં દાવત ની તારીખ ના મિસાલો બયાન ફરમાયા, ૫૩ માં દાઈ સૈયદના કુત્બુદ્દીન રી.અ, ના પાક સીરત ની ઝિકર ફરમાવી, હર બયાનમાં મૌલાના યે ઝીંદગી ફાતેમી ફલસફત અને અપના હુદાત ના ઈર્શાદાત મુતાબિક કેમ ગુઝારવી તે વાઝેઅ કીધું.

સૈયદના ના સબક ના બયાન માં ઈમામ ઉઝ ઝમાન ના તાઈદની બરકાત નઝર આવતી થી,

આપ યે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના  રિસાલત, સૈયદના હાતિમ રી.અ. ના તનબીહ ઉલ ગાફેલીન, સૈયદના મોઅય્યદ ઉસ શીરાઝી રી.અ. ના મજાલીસ મોઅય્યદીયાહ, અને બીસરા કિતાબો માં સી ઝિકર ફરમાવી. સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના સબકો અને ઈર્શાદાત ની ભી ઘણી ઝીકરો ફરમાવી.

તાવીલ ના બયાનો ના સાથે સૈયદના યે મુમીનીન ને ઈર્શાદાત ફરમાયા કે મુશ્કિલ ના વક્ત માં ઝીંદગી કેમ ગુઝારે અને કેમ આજ ના તેઝ રફતાર ઝમાન માં દુનિયા માં ભરી પૂરી ઝીંદગી ગુઝારતા હુવા આખેરત ને મુકદ્દમ કરવી જોઈએ.

૨૯ મી રાત, સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ની રાત માં, સબક માં મૌલાના યે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઘની ઝિકર ફરમાવી. ખાસસતન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની જે આપના ઉપર શફકત હતી, અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની જે આપના ઉપર નઝરાત હતી.

સબક તમામ થયા તો મુમીનીન યે આ અઝીમ નેઅમત વાસ્તે, મૌલાના યે જે ઇલ્મ અને હિદાયત ની નેહેરો જારી કીધી એહના વાસ્તે, અને ખાસ સતન જે મુમીનીન ને ઈમામ ઉઝ ઝમાન ના નાઇબ સી ઇલ્મ પઢવાનું નસીબ થયુ એહના વાસ્તે સજ્દાત ઉસ શુકુર અરઝ કીધા.