આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. દાવત ના અર્શ પર મુસ્તવી થયા બાદ ઇન્દૌર પેહલી વાર ૨૪ જૂન ૨૦૧૮ ના રોજ તશરીફ લાયા. મુમિનીન અને આયાન સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ના ઇસ્તીક્બાલ વાસ્તે એરપોર્ટ હાઝિર થયા હતા અને સૈયદના એસ્કોર્ટ ના સાથે આપના ઉતારા પર પધારા. ઘણા મુમિનીન એ નમાઝ,મજલીસ અને કદમબોસી ની બૈઠક માં બરકાત હાંસિલ કીધી. મૌલાના એ મુમિનીન સાથે ઘનો વક્ત વિતાયો. હર એક મુમીન ની અરઝ સુની અને સગલા ને હિદાયત, હિકમત અને દોઆ ના લાકીમતી કલામ ફરમાવ્યા.

સૈયદના ત.ઉ.શ. એ ઇન્દૌર ના મસૂલ અને જમાઅત કમિટી ને ઈર્શાદાત ફરમાવ્યા અને કઈ તરહ સી કામો ને અંજામ દેવા, કૌમ ના ફાયદા વાસ્તે કઈ તરહ ઇખ્લાસ સી કોશિશ કરવી જોઈએ અને જમાઅત ના કામો માં ઇખ્લાસ અને જવાબદારી થી કામ કરવાની હિદાયત આપી.

સૈયદના ત.ઉ.શ. એ ઇંદૌર ના મુમિનીન ને ફરમાવ્યું કે : હમારું યહાં આવવું એમ સાબિત કરે છે કે દાવત આબાદ છે, હમારી દોઆ તમારા સાથે છે. હવે આ શહેર ના લોગો પર છે કે દાવત ને જવાબ દઈ ને દુનિયા અને આખેરત માં નજાત હાંસિલ કરે.

તે દિન સાંજે સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. “ઇન્ટર-ફેથ ઈદ ફંક્શન” માં પધારા જ્યાં આપ ને “માનનિય મુખ્ય અતિથી” ની હૈસિયત સી ઇઝન પેશ કરવામાં આવ્યું હતું. ફંક્શન નું નામ “સિલસિલા યારી કા” હતું અને ફંક્શન નો મકસદ એમ હતો કે અલગ અલગ ધર્મો ના લોગો માં મીલનસાહી અને આપસ માં સહકાર કરવા સગલા સાથે થાય. બે સંસ્થાઓ, “નિનાદ” અને “અદબી કુનબા” કે આ ફંક્શન નું આયોજન કર્યું હતું તેઓ એ સગલા મઝહબ ના પેશ્વા ઓ – હિન્દુ, મુસલીમ, ઈસાઈ, બૌદ્ધ અને શિખ ધર્મ, અને સાથે ગવર્મેન્ટ ના અફસરો, પોલીસ ના અફસરો ત્થા પ્રેસ ના મેમ્બરો અને શહેર ના આયાન ને આ ફંક્શન માં ઇઝન પેશ કીધું હતું.

સૈયદના ના ઇસ્તીક્બાલ અને ખૈર મકદમ કરતા હુવા તકરીર માં આયોજકો એ અરઝ કીધી કે આપ “મુસલેમીન ના એક અગ્રણી આલીમ અને રાહનુમાં છે, દૂરંદેશી સી નઝર અને અમલ કરનાર છે અને દાઉદી બોહરા કૌમ ના સરદાર છે”

શેખ યુસુફભાઈ મુછાલા, જેઓ બોમ્બે હાઈ કોર્ટ ના સીનીયર વકીલ છે અને મુસલીમ પર્સનલ લો બોર્ડ નું પ્રતીનીધીત્ત્વ કરે છે, એમણે સૈયદના ફખરુદ્દીન ની હાઝરીન ને ઓળખ કરાવતા કહ્યું કે સૈયદના ફખરુદ્દીન વર્ષો લગ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના પાસે ઇલ્મ પઢા છે અને ખિદમત માં હાઝીર રહ્યા છે. જેના સબબ આપ ઇલ્મ માં ખુન્ચેલા છે. શેખ યુસુફભાઈ એ એમ ભી કહ્યું કે આ ઝમાન વાસ્તે સૈયદના ત.ઉ.શ. એક “ડાયનેમિક લીડર” છે. આપ એ મુંબઈ અને લંડન યુનીવર્સીટી સી ડીગ્રી હાંસિલ કીધી છે, અને આપ એ ખુદ હિન્દુસ્તાન અને અમેરિકા માં કામયાબ કારોબાર શુરુ કીધા છે.

સૈયદના ફખરુદ્દીન એ આપ ની તકરીર માં ફરમાવ્યું કે હર એક શખ્સ પોતાના જાન નો હિસાબ કરે તે જરૂરી છે. સૈયદના ને એમ ભી ફરમાવ્યું કે હર કૌમ ના રેહનુમાં ની ઝીમ્મેદારી છે કે પોતાની કૌમ ને હિદાયત આપે કે અપના મુલ્ક ના બીજા મઝહબ ના લોગો સાથે મિલનસાહી સી રહે. મુલ્ક ની તરક્કી ના સબબ બને.

સૈયદના એ રસુલુલ્લાહ સ.અ. ના કલામ પઢા કે “તમામ લોગો ખુદા ના ફર્ઝંદો છે, અને જે કોઈ શખ્સ ખુદા ના ફર્ઝંદો ને ઝ્યાદા મદદ કરે, ફાયદો કરે, એને ખુદા ઝ્યાદા મોહબ્બત કરે છે.” સૈયદના એ ફરમાવ્યું કે “જેમ તમે ચાહો છો કે બીજા લોગો તમારા સાથે નેક વર્તાવ કરે, તમે પેહલા એ મુજબ બીજા લોગો સાથે અમલ કરો”. સૈયદના એ ગાંધીજી ની ઝિકર કીધી કે એમને એક માં એ પોતાના દીકરા ને વધારે શક્કર નહીં ખાવા સમજાવવા કહ્યું, તો ગાંધીજી એ તે માં ને થોડા દિવસ પછી પાછા આવાનું કહ્યું. માં પાછા આવ્યા તો ગાંધીજી એ કહ્યું કે “હું એને કેમ કહું કે શક્કર કમ ખાઈ, જ્યારે કે હું પોતે પણ એમ કરી શક્યો નહીં”.

સૈયદના નું બયાન અને સફર ના ફોટાઓ ફાતેમી દાવત ની વેબસાઈટ પર પેશ છે.

સૈયદના જ્યારે સ્ટેજ પર થી નીચે પધારા ત્યારે સગલા હાઝરીન આપ ના આસ પાસ જમે થઇ ગયા. આપ ની દોઆ લેવાને, આપ નો હાથ ચુમવાને અને આપ ના સાથે યાદગાર ફોટા લેવાને. લગભગ અડધો કલાક વાસ્તે આ મિસલ મૌલાનલ મિનઆમ એ હાઝરીન સાથે ગુફ્તગૂ કીધી.

ઈદ ના ફંક્શન પેહલા સૈયદના એ ઇન્દૌર ના અખબારો ના રિપોર્ટરો ની અરઝ પર પ્રેસ કોન્ફરન્સ માં તશરીફ લાયા અને અલગ અલગ વિષયો પર સવાલો ના જવાબ ફરમાવ્યા. એક રિપોર્ટર એ એમ સવાલ પૂછો કે જે મોટા લોગો પછી તે મઝહબ યા રાજકીય શખ્સીયત હોઈ, પોતાના હોદ્દા નો નાજાયઝ ફાયદો ઉઠાવે છે એના બારામાં આપ નું શું કેહવું છે, તો સૈયદના એ ફરમાવ્યું કે કાનુન નો હાથ સગલા ના ઉપર છે, અને મઝહબ ના જે રાહનુમા હોઈ એની ઝીમ્મેદારી તો ડબલ છે કે જે ચીજ ની શિખામણ તે બીજાને આપે છે એનું પેહલા ખુદ અમલ કરે.

એક બીજો સવાલ થયો કે સૈયદના દાઉદી બોહરા કૌમ વાસ્તે શું ખ્યાલ છે. સૈયદના એ જવાબ ફરમાવ્યો કે આપ આપના પેશ્તર દોઆતો – ખાસસતન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. – નું અનુકરણ કરીને દીન ના ઉસૂલ કાઈમ કરે છે. દીન ના ઉસૂલ ને સંભાળીને અને એ ઉસૂલ મોઆફિક હાલ ના ઝમાન ની જરૂરિયાત નો ખ્યાલ રાખીને આપ કૌમ ને હિદાયત દઈ છે.

અલગ અલગ મઝહબ ના લોગો ના દરમિયાન મિલનસાહી નો એક સવાલ થયો. સૈયદના એ જવાબ માં ફરમાવ્યું કે અપને સગલા એક ધરતી ની માટી નું જમણ જમીએ છે, તો પછી ઝગડા શું કામ. અપના સગલા ની ખુશહાલી જોડાએલી છે.