રબીઉલ આખર ના મહિના માં ખુશી ના ઘણા મીકાતો છે. એ મહિના માં અપને ઇમામુઝ ઝમાન સ.અ. ના મીલાદ નું જશન મનાવીએ છે. અપને ૫૨ માં અને ૫૩ માં દાઈ ની શફકત અને હનીન ને યાદ કરીને આપ ના મીલાદ મનાવીએ છે અને એ બંને ના વારસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આજ આપણા દરમિયાન મૌજૂદ છે, અને આપ ના મીલાદ ની ખુશી મનાવીએ છે. જેમ આપણે આ સાલ સૈયદના ત.ઉ.શ. ના મીલાદ નું જશન મનાવ્યું એમજ ખુદા આપણે, આપણા ફરઝંદો ને અને આપણા ફરઝંદો ના ફરઝંદો ને આપ મૌલા ના ૧૦૦ માં મીલાદ ની ખુશી મનાવું નસીબ થાય.

આ મીલાદ મુબારક ના જશન ની ખુશી ની ફઝા ની એક ઝલક મુમિનીન ને બતાવાને એક થોડી મિનિટ ની વિડીયો તૈયાર કીધી છે જે યહાં પેશ કરીયે છે.

ખુદા તઆલા દોઆત મુત્લકીન, લા સીયેમા ૫૨ માં અને ૫૩ માં દાઈ ની બરકાત અને એના વારસ ૫૪ માં દાઈ ની બરકાત હમારી તરફ હંમેશા જારી રાખજો.