૮ જુલાય ૨૦૧૬ ના રોજ, સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.), દાઉદી બોહરા મુસ્લિમ સમાજ ના વડા ધર્મગુરુ એ ભારત ના માનનીય રાષ્ટ્રપતિ, શ્રી પ્રણબ મુખરજી સાથે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી માં મુલાકાત કરી હતી.

સૈયદના તાહેર ફખરુદ્દીન એ મોહ્તરમ રાષ્ટ્રપતિ સાહેબ ને ગુલદસ્તો પેશ કીધો અને દાઉદી બોહરા સમાજ તરફ થી શુભેચ્છા વ્યક્ત કરી અને માનનીય રાષ્ટ્રપતિજી ની દેશ પ્રતિ લાંબી અને પ્રતિષ્ઠિત સેવા ની કદર કરી પ્રશંસા કરી. સૈયદના ફખરુદ્દીન એ દાઉદી બોહરા સમાજ ની દેશ પ્રતિ વફાદારી, સેવાભાવ, સામાજીક ભાઈચારા અને સહિષ્ણુતા વ સામાજિક સમભાવ પ્રતિ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આપ એ માનનીય રાષ્ટ્રપતિ ને શેહ્ઝાદા ડૉ. અબ્દેઅલી ભાઈસાહેબની ઇસ્લામિક ફાઈનાન્સ પર PhD ની થીસિસ, “ઘ પ્રિન્સિપલ્સ ઓફ ફાઈનાન્સ ઇન ફાતેમી તય્યેબી લો” (ફાતેમી તૈયેબી પ્રથા મુજબ નાણાકીય બાબતો ના કાનુન) ની પ્રત ભેટ કરી.