શુક્રવાર, ૨૪ માર્ચ ૨૦૧૭ ના રોજ, તાજેતર ના ઈતિહાસ માં પહેલી વાર, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ પત્રકાર પરિષદ માં તશરીફ લાવી ને પ્રતિષ્ઠિત અખબારો ના સંવાદદાતા ઓ ને મુલાકાત આપી હતી. સૈયદના ફખરુદ્દીન ની હાજરી અને આપ ના સાથેની ગુફ્તગુ થી આપના યકીન, ઉમદા અને સ્પષ્ટ વિચાર, ચરિત્ર નું તેજ, ક્ષમતા, યોગ્યતા અને આપ નું વ્યક્તિત્વ  સગલા ના દિલો પર ઊંડી છાપ છોડી ગઈ.

પરિષદ ની શરૂઆત ડો. ફેહમીદા ચીપટી ના પરિચય થી થઇ, જેમણે પછી બીજા વક્તાઓ ને આમંત્રિત કર્યા.  ડો. ફેહમીદા પોતે વેલેઝ્લી કોલેજ અને મેસેચ્યુસેટ્સ યુનીવર્સીટી ના સ્નાતક છે, અને ૨૦ વર્ષ થી પાચનતંત્ર ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર છે, બોસ્ટન શેહર ના ફાતેમી દાવત ના મસુલ છે.  ડો. ફેહમીદા બહેને મિસ્ટર આનંદ દેસાઈ નો પરિચય કરાવ્યો, જે સૈયદના ફખરુદ્દીન ના હાઈ કોર્ટ ના કેસ માં સોલીસીટર છે અને ડી.એસ.કે. લીગલ નામક પ્રતિષ્ઠિત સોલીસીટર ફર્મ ના સ્થાપક છે. ડી.એસ.કે. લીગલ ફર્મ ના ૧૩ ભાગીદાર સોલીસીટરો છે, ૬ એસોસિયેટ પાર્ટનર છે, અને ૧૦૦ થી વધુ અડ્વોકેટ છે, અને મુંબઈ ઉપરાંત દિલ્હી અને પૂણે માં ભી ઓફિસો છે. મિ. આનંદ દેસાઈ એ મુંબઈ હાઈ કોર્ટ માં ચાલી રહ્યા સૈયદના ના ઉત્તરાધિકાર કેસ ના મુખ્ય મુદ્દાઓ નો સારાંશ સમજાવ્યો, કેસ કયા તબક્કા પર છે અને સૈયદના કુત્બુદ્દીને પોતાના પર થયેલી નસ્સ ને લગતા શું પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા છે એને લગતા સવાલો ના જવાબો આપ્યા.

મિ. દેસાઈ ના નિવેદન પછી ડો. ફેહમીદા એ સૈયદના ફખરુદ્દીન નો હાજેરીન ને પરિચય કરાવ્યો. દીન અને દુનિયા માં સૈયદના ની બેમિસાલ સિદ્ધિઓ નો ટૂંકમાં ઉલ્લેખ કર્યો અને સૈયદના ની શફકતભરી રેહનુમાઈ (માર્ગદર્શન), અને મુમિનીન ના ભવિષ્ય વાસ્તે પ્રશંસનીય પ્રયત્નો કરવા આભાર માન્યો, ખાસ્સતન સૈયદના કુત્બુદ્દીન ના વફાત ના બાદ ના અર્સા માં.

સૈયદના ફખરુદ્દીન એ ૧૫ મિનીટના બયાન માં દાઉદી બોહરા કૌમ ના ઈતિહાસમાં દોઆત ના સિલસિલા ના મોહ્કમ (મઝબૂત) નિઝામ ની ઝિકર ફરમાવી, ખાસ્સતન જેમ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઝમાન માં એ સાહેબોએ દૂરંદેશી અને લગન થી કૌમ ની રેહ્બરી કીધી. સૈયદના એ ફરમાવ્યું કે પોતાનો ધ્યેય કૌમ ને “ઝમાન ના સાથે રાખવાનો નહિ બલકે કૌમ ને ઝમાન થી આગળ રાખવાનો છે”. સૈયદના એ ફરમાવ્યું કે મઝહબ ફક્ત ઈબાદત પૂરતો નથી, ઈબાદત સાથે આ દુનિયા માં અને આખેરત માં, મુમિનીન પોતાના માં જે કાબેલિયત અને કુવ્વત છુપાયેલી છે તે કેમ સિદ્ધ કરી શકે અને સાથે પોતાના સમાજ પ્રત્યે ની જવાબદારી બેહતર રીતે કેમ અદા કરે, ખાસ્સતન જે ઝરૂરતમંદ લોકો છે, એ દીન નું હજી મોટું મકસદ છે. સૈયદના ફખરુદ્દીન એ સમુદાય ની પ્રગતિ માટે પોતાના દ્રષ્ટિકોણ વ્યક્ત કરતા ફરમાવ્યું કે ઉચ્ચ શિક્ષા આપવામાં પુરુષો ના જેમ મહિલાઓ ને ભી સમાન અવસર આપવો જ જોઈએ, દાવત ના વહીવટ માં જવાબદેહી અને પારદર્શિતા લાવવું અને સામાજ માં પ્રાધાન્ય દૌલત અને શોહરત થી વધુ તકવા (નિષ્ઠા) અને ખૈર (ભલાઈ) ને આપવું. તે બાદ સૈયદના એ કૌમ ના ભવિષ્ય, ખફ્ઝ અને કોર્ટ કેસ ને લગતા પત્રકારો ના સવાલો ના જવાબો આપ્યા.

પ્રિન્ટ અને ડીજીટલ મીડિયા ના અગ્રણી નામો એ આ મિટિંગ ના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ડી.એન.એ., ફ્રી પ્રેસ જર્નલ, મીડ ડે, ઇંડિયા ટુડે, બીઝનેસ સ્ટાનડડૃ, ઘ હિન્દુ, એશિયન એજ ત્થા અન્ય. તેમાંથી અમુક લેખો નો સારાંશ ફાતેમી દાવત ની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. FatemiDawat.com.

ઇન્ડિયા ટુડે નો એહેવાલ સંક્ષિપ્ત માં પ્રસ્તુત છે :

ધાર્મિક બાબતો માં પારદર્શિતા થી સમાજ ને ફાયદો થશે: સૈયદના

“હું ચાહું છું કે દાઉદી બોહરા સમાજ માં શાંતિ અને ભાઈચારો રહે,” સૈયદના ફખરુદ્દીન એ આપના  પિતા અને પુરોગામી એ કરેલી નસ્સ દ્વારા ૫૪ માં દાઈ અલ મુતલક ના રુતબા માં કાઈમ થયા બાદ યોજાયેલી પહેલી પ્રેસ કોન્ફરન્સ માં ફરમાવ્યું.

ધર્મગુરુ પદ ના ઉત્તરાધિકાર વિષે સમાજ માં જાગેલા કથિત વિવાદ ના સંદર્ભ માં તેમણે સંબોધન કર્યું.

હાલ માં બોમ્બે હાઈ કોર્ટે આપના સ્વર્ગસ્થ પિતા સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન સાહેબ દ્વારા શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન વિરુદ્ધ દાખલ કરાયેલ દાઈ અલ મુતલક ત્થા સૈયદના ની – દાઉદી બોહરા કૌમ ના વડા ધર્મગુરુ  - ની પદવી ના  ઉત્તરાધિકાર ના કેસ ને બહાલ કરવાની (સૈયદના ફખરુદ્દીન ને તે કેસ જારી રાખવાની) અરજી મંજુર રાખી હતી.

સમુદાયના સભ્યો વચ્ચે વફાદારીના મુદ્દે સમાજ ના કથિત વિભાજન વિશે તેમને કહ્યું “મારા સમુદાય ના સભ્યો અમારા નૈતિક મુલ્યો - અખલાક, સીરત અને ઉસૂલ થી વાકેફ છે. મને ઉમ્મીદ છે કે તેઓ પોતાના મઝહબ અને રાહબર વિષે બરાબર સોચી સમજી ને નિર્ણય લેશે.

સૈયદના ફખરુદ્દીન એ કહ્યું કે, “અમને ભારતીય ન્યાયપાલિકા પર પૂરો ભરોસો છે, અને વિશ્વાસ છે કે સચ્ચાઈ ના હક માં અને સમાજ ના હિત માં ચુકાદો આવશે. સમાજ ના હિત ને ધ્યાન માં રાખતા અમે પૂરી કોશિશ કરી રહ્યા છે કે કોર્ટ ની કારવાઈ જલ્દી પૂરી થાય.

...

સમાજ ના સર્વે સભ્યો ને એક કરી, અને ભારત ના ઉત્કૃષ્ટ નાગરિક બનાવવાનું મારુ ધ્યેય છે. મારા બાવાજી એ ભી એ દિશા માં પ્રયત્નો કર્યા અને હું એમનું અનુસરણ કરીશ, સૈયદના ફખરુદ્દીન એ કહ્યું.

...

“અમે (સમાજ ના સભ્યો) ઘણા પ્રગતિશીલ છે, અને હું ચાહું છું કે તેઓ ઝમાન થી હંમેશા આગેકદમ રહે”.

ઇન્શાઅલ્લાહ પ્રેસ મીટીંગ ના વિડીઓ અંશ ટૂંક માં રજુ કરશું.