ઈમામ હુસૈન સ.અ. ના ચેહલૂમ ની રાત (૨૦ મી સફર અલ મુઝફ્ફર ૧૪૪૦ હિ) દારુસ સકીના મુંબઈ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી અને ઈમામ હુસૈન અ.સ. ના ચેહલુમ ની વાઅઝ અકદ ફરમાવી.

આશુરા ના બાદ દુશ્મનો એહલે બૈત ના કાફેલા ને ઝુલ્મો સિતમ કરતા હુઆ કરબલા સી કૂફા, અને કૂફા સી શામ ચલાવીને લઇ ગયા, તાકે લુંટાયો હુઓ કાફેલો મદીના પોહંચો એની સૈયદના યે પુરદર્દ ઝિકર ફરમાવી. મુમિનીન ના આંખો સી આંસૂ ના બારિશ વરસી ગયા. સૈયદના એ આકા હુસૈન અ.સ. ની શહાદત એહવા જઝબા અને વલવલા સી પઢી કે એમ લાગતું હતું કે ગોયા આશુરા છે.

સૈયદના ત.ઉ.શ. એ વાઅઝ માં ‘અલમ’– જેના સી કુરઆન મજીદ ની બાઝ સૂરતો શુરુ થાય છે, યે હુરૂફ ની મઆની બયાન ફરમાવી અને યે ઝિમન માં અન્બીયા યે હુસૈન ની શહાદત પર હુઝુન કીધો એની ઝિકર ફરમાવી.

સૈયદના ત.ઉ.શ. યે આકા હુસૈન નો વસીલો લઇ ને મુમિનીન, મુમેનત અને એના પ્યારા ફર્ઝંદો ના હકમાં ઘની દોઆઓ ફરમાવી અને મુંબઈ હાઈ કોર્ટ ના કેસ વાસ્તે નસરે અઝીઝ અને ફતહે મુબીન ની દોઆ કીધી.

સૈયદના ત.ઉ.શ. યે કરમ ફરમાવીને આલમે ઈમાન માં મુમિનીન વાસ્તે વાઅઝ રીલે કરવાની રઝા ફરમાવી. યે વાઅઝ ની રેકોર્ડીંગ યહાં ક્લિક કરી ને યુ-ટ્યુબ પર દેખી શકાઈ છે.