બુધવાર ના દિન ૧૧ મી એપ્રિલ ૨૦૧૮, ઇન્દોર માં એક ઘણો એહેમ તારીખી મૌકે હતો. અલગ અલગ મઝહબ ના પેશ્વા અને ઓલોમાઓ એ હાથ મિલાવી ને ઊંચા કીધા અને ઈન્સાનિયત ના ઉસૂલ પર સાથે થયા – અમાન અને મિલનસાહી, અને અદાવત ના લોગો ના સામને ખડા રેહવામાં એક થયા.

“તકરીબ” – મઝાહીબ ના દરમિયાન મિલનસાહી અને મોહબ્બત ઝ્યાદા થાય યે ખાતિર, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ મુબારક લઇ ને શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન યે ઇન્દોર માં “હમસાઝ ઇન્ટર ફેથ કોન્ફરન્સ”માં તકરીર કરવાનું ઇઝન કબૂલ કીધું.

વહાં આચાર્ય ડો. લોકેશ મુનિ, શ્રી ભૈયુજી મહારાજ, મૌલાના  મોહમ્મદ મદાની,  ડો. હરબંસ સિંહજી, અલ્લામા સૈયદ અબ્દુલ્લાહ તારીક, પ્રોફેસર સૈયદ અલી મોહમ્મદ નકવી, ફાધર હોઝે પ્રકાશ, અને ડોક્ટર ઉદય નિર્ગુનકર હાઝીર હતા.

શેહ્ઝાદા સાહેબ યે સૈયદના ફખરુદ્દીન નો પૈગામ પોહ્ન્ચાવ્યો, કે એમ જરૂરી છે કે આજે અપને યહાં જે કહીએ છે, એ કરીબ માં અમલ માં લાવીયે.

આપ એ ફરમાવ્યું કે તકરીબન પાંચ સૌ વર્ષ પેહલા, હમારા દોઆત યમન, કે જે મુસલીમ બિલાદ છે, વહાં સી હિન્દુસ્તાન તશરીફ લાયા, એમ નઝર કરીને કે હિન્દુસ્તાન ના લોગો અમન પસંદ છે, હર એક મઝહબ ના લોગો ને હુર્રિયત અને અમાન છે. સન ૧૯૪૭ માં પાર્ટીશન થયુ અને તે બાદ જે દંગલ અને ફસાદ થયુ, ત્યારે ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ને એક શખ્સ એ ધમકી આપી કે હિન્દુસ્તાન સી ચાલ્યા જાઓ. તે વખ્ત સૈયદના એ હિન્દુસ્તાન માંજ તશરીફ રાખું, અને અપના કૌમ ને ભી ફરમાવ્યું કે હિન્દુસ્તાન માંજ રહે. જ્યારે આપના કિતનાક ખૈર ખ્વાહ યે અરઝ કીધી કે આપ ના ઘર ના લોગો ને મોકલી આપીએ હિન્દુસ્તાન સી, તો આપ એ ફરમાવ્યું કે મેં એમ નહીં કરું, એમ કરું તો કૌમ ને કેમ કહું કે યહાં રહે. ઇનાયત ઈલાહિયા એ બતાયું કે કે યે સહી ફૈસલો હતો, અને દાઉદી બોહરા કૌમ હિન્દુસ્તાન માં ઘની કામયાબ થઇ છે.

તે બાદ શેહ્ઝાદા સાહેબ એ કુરઆન મજીદ ની આયત પઢી

"وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الاثم والعدوان"

ખુદા ની તકવા પર અને ખૈર ના કામો વાસ્તે સાથ થાઓ, ગુનાહ અને અદાવત કરવાને સાથ ન થાઓ. ખૈર છે અને શર છે. મઝહબ ના નામ ઘણા લોગો ખૈર અને ભલાઈ કરે છે, મગર અફસોસ છે કે મઝહબ ના નામ પર કિતનાક લોગો શર કરવા પર આમાદા થયા છે.

અપન મઝહબી લોગો છે, અપના ઉપર લાઝીમ છે કે સાથે મળી ને ખૈર કરીએ. તાલીમ, ઈલાજ, અને બીજી ચીજો જે ઇન્સાન ને જરૂરી છે, યે જરૂરિયાત હર મઝહબ ના લોગો ને છે, અપને અપના કૌમ ના લોગો ને મદદ કરવાની કોશિશ કરીએ છે, એમ ભી શું કામ ન કરીએ કે સાથે મળીને તાલીમ, ખોરાક, ઈલાજ, અને એવી બીજી ચીજો માં સગલા લોગો ની મદદ કરીએ.

અગર અપના મઝહબો નો ઈન્સાનિયત ની ખિદમત વાસ્તે મકસદ એક થાય, તો જેમ ઈરાદા માં સાથે છીએ, એમ અમલ માં ભી સાથે થઇ જશું.

આપ યે કુરઆન મજીદ ની આયત પઢી,

 "ادفع بالتي هي احسن فاذا الذي بينك وبينه عداوة كانه ولي حميم"

તમે ખૈર આને ભલાઈ સી પૈશ આવો, તો તમારી જેના સાથે અદાવત હશે, એ તમારા અચ્છા દોસ્ત બની જાસે.

શેહ્ઝાદા સાહેબ ની કોન્ફરન્સ માં શામિલ થાનાર રઈસો ના સાથે ઘની અચ્છી વાતો થઇ, અને કઈ તરહ સી ઈન્સાનિયત ની ભલાઈ વાસ્તે સાથે કામ થઇ શકે એની ગુફતગુ થઇ. ઇન્શાઅલ્લાહ કોન્ફરન્સ માં જે ઈરાદો કીધો છે તે નઝદીક માં અમલ માં આવશે.