સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના સાથે શેહરુલ્લાહ અલ મોઅઝ્ઝમ ૧૪૩૯ હિ. માં મુમિનીન યે દારુસ સકીના માં નમાઝ પઢી, ઈબાદત કીધી, તા કે ઈદ ઉલ ફિતર ના દિન આપ ના સાથે, આપ ના દિદાર કરીને ઈદ મનાવી. મુમિનીન યે ઈમામ  ઉઝ ઝમાન ના દાઈ ના સાથે ઇમામત સી નમાઝ પઢીને ગુનાગુન સવાબ હાંસિલ કીધું. હર રોઝ ફજેર ની નમાઝ બાદ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. આપ ના બાવાજી સાહેબ સૈયદના કુત્બુદ્દીન ના રૌઝા મુબારકા માં ઝિયારત વાસ્તે પધારતા અને હર રોઝ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. યા સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ની એક મુનાજાત ની તિલાવત થાતી હતી. હર રોઝ મગરિબ અને ઈશા ની નમાઝ બાદ મુમિનીન સૈયદના ના નેઅમત ના સાયા માં ઇફતાર અને નિયાઝ ના જમણ તનાવુલ કરતા. હર રોઝ મઝારે કુત્બી માં ઇબાદુલ્લાહ ને નિયાઝ નું જમણ જમાડવામાં આવતું હતું.

હર રોઝ ૪૦ કરતા ઝ્યાદા મસૂલ સૈયદના ફખરુદ્દીન ની રઝા સી બિલાદ ઈમાનીયાહ માં ઇમામત સી નમાઝ ની તવલ્લી કરતા.

મુમિનીન ને સૈયદના ફખરુદ્દીન ના સાયા માં દિન અને રાત ઈબાદત ની નેઅમત અને બરકત નસીબ થઇ. અને હિકમત ના લાકીમતી મોતીઓ નસીબ થયા. શેહરુલ્લાહ અલ મોઅઝ્ઝમ માં સૈયદના એ તકરીબન ૮૦ સબક પઢાયા. રોઝ હકીકત ના ૩ હલકા, અને બીજા ચાર જનરલ સબકૉ થયા જેમાં સૈયદના એ ઈમામ અલી ઝૈનુલ આબેદીન સ.અ. ની દોઆ જે અપને શેહરુલ્લાહ માં રોઝ ફજેર ની નમાઝ બાદ પઢીએ છે, એની ઝિકર ફરમાવી. સૈયદના તાહેર ફખરુદ્દીન એ સબકો પઢાયા મુંબઈ માં, મગર તમામ આલમ માં મુમિનીન યે વિડીઓ રીલે ના ઝરીયા સી સબક માં શામિલ થયા અને સગલા ને આલે મોહમ્મદ નું ઇલ્મ એના મનબાઅ સી પઢવાનું નસીબ થયુ. (પેહલા બે જનરલ સબક વેબસાઈટ પર છે, તે દેખવાને યહાં ક્લિક કરો) સૈયદના એ જે લાકીમતી હિકમત ના કલામ ફરમાયા, અને જાનો ને દરજાત માં ચઢાયા, યે નેઅમત પર અપને જીતનો શુકુર કરીએ કમ છે,

શેહરુલ્લાહ અલ મોઅઝ્ઝમ માં સૈયદના એ હર વસીલા મુબારકા માં મુમિનીન વાસ્તે ઘની દોઆઓ ફરમાવી. ૧૯ મી શેહરુલ્લાહ અલ મોઅઝ્ઝમ સૈયદના ત.ઉ.શ. એ અમીરુલ મુમિનીન સ.અ. ની શહાદત ની વાઅઝ માં ઈમાન ના ચાર દઆએમત ની ઝિકર ફરમાવી: અદલ, સાબર, યકીન અને અપના જાન સાથે જીહાદ. જે મુમિનીન આ સાલ ઝકાત અને વાજેબાત અરઝ કીધા એના વાસ્તે મૌલાના એ ખાસ દોઆ ફરમાવી કે સગલા ને ખુદા ઘની બરકત આપે. આપ એ મૌલાના અલી સ.અ. ની શહાદત ની અજબ શાન સી ઝિકર ફરમાવી અને વાઅઝ તમામ કીધી.

લૈલતુલ કદર ની રાતે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે અજબ વલવલા સી વસીલો લીધો. ઈમામ ઉઝ ઝમાન ની તાઈદ ની બરકાત નુમાયા નઝર આવતી હતી. વસીલો તમામ આલમ માં વિડીઓ રીલે થયો. મશરિક, મગરિબ, દુનિયા માં જહાં કહાં મુમિનીન વસે છે, સગલા ને યે મુબારક રાત માં મૌલાના ના સાથે બંદગી કરવાની અઝીમ નેઅમત નસીબ થઇ. સૈયદના એ આ સાલ લૈલતુલ કદર માં મુનાજાત શરીફા ભી તસ્નીફ ફરમાવી. જેની શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન એ માઅના બયાન કીધી અને મુમિનીન ને દાઈ ઝમાન ની મારેફત કરાવી. (મુનાજાત નું બયાન દેખવાને યહાં ક્લિક કરો)

હર શનિવારે બેઠક થાતી જે માં મુમિનીન સૈયદના ફખરુદ્દીન ની હઝરત ઈમામ્મીયાહ માં કદમબોસી નું શરાફ હાંસિલ કરતા અને રસુલુલ્લાહ સ.અ. ના દાઈ ના હાથ પર વાજેબાત અરઝ કરીને દોઆઓ નો ઝખીરો કરતા.

ઈદ ઉલ ફિતર ના દિન સૈયદના ત.ઉ.શ. એ ઈવાને ફાતેમી (દારુસ સકીના) માં ફજેર ની નમાઝ પઢાવી અને ઈદ નો ખુત્બો પઢો. અજબ શાન સી વસીલો લઇ ને અલ્લાહ તઆલા ને નઝદીક દોઆ કીધી. ઈદ ઉલ ફિતર ની મજલીસ માં શરબત અને વધાવા ની રસ્મ પછી "هلال بدى من خلال الدجنة" ના કસીદા ની તિલાવત થઇ. તે બાદ શેહ્ઝાદા ડો.અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન યે પુરખુલૂસ તકરીર કીધી. મુમિનીન એ શેહરુલ્લાહ અલ મોઅઝ્ઝમ માં જે અઝીમ નેઅમતો હાંસિલ કીધી એની ઝિકર કીધી. અને સગલા મુમિનીન તરફ સી હઝરત ઈમામ્મીયાહ માં શુકુર ની અરઝ કીધી.

તે બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન યે આ સાલ ઈદ ઉલ ફિતર ના મુબારક મૌકે પર ઈમ્મત તાહેરીન સ.અ. ની મદેહ માં જે કસીદા મુબરકા તસ્નીફ ફરમાયા હતા, યે કસીદા ની શેહ્ઝાદા કીરામ એ ખડા થઇ ને તિલાવત કીધી. (યે કસીદા, અંગ્રેઝી અને દાવત ની ઝબાન માં ફેહવા  સાથે વેબસાઈટ પર છે)

યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા યે આ સાલ ઈદ ઉલ ફિતર માં મદેહ લિખી એની તિલાવત થઇ. તે બાદ મુમિનીન ને સૈયદના ના કદમબોસી નું શરાફ હાંસિલ  થયુ. મજલીસ બાદ સૈયદના ફખરુદ્દીન સૈયદના કુત્બુદ્દીન ની ઝીયારત વાસ્તે પધારા. મુમિનીન ઇવાને ફાતેમી માં ઈદ ઉલ ફિતર ની ખુશી નું જમણ જમા.

ખુદા તઆલા સૈયદના તાહેર ફખરુદ્દીન આકા ત.ઉ.શ. ની ઉમરે શરીફ ને કયામત ના દિન લગ દરાઝ કરજો તા કે અપને શેહરુલ્લાહ ની બરકત હર સાલ નસીબ થતી રહે. હમેશા આપ ના નૂરાની કલામ ની બરકત અપને મિલતી રહે.