૧૬ જાન્યુઆરી ૨૦૧૯ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને વિદ્યાનિકેતન ઈંગ્લીશ હાઈ સ્કૂલ થાના માં ફંક્શન વાસ્તે ઇઝન હતું. ૩ શિક્ષકો ને “સૈયદના તાહેર ફખરુદ્દીન શિક્ષક શ્રેષ્ઠતા એવોર્ડ” આપવા માં આવ્યું. એક એક શિક્ષક ને ૧૦,૦૦૦ રૂપિયા અને ચાંદી ની તખ્તી આપવા માં આવી. એક વિદ્યાર્થી ને ભી ૧૦,૦૦૦ રૂપિયા અને  સ્કોલરશિપ આપવા  માં  આવી.

શેહઝાદા સાહેબ એ આપની તકરીર માં સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન રી.અ. ની તાલીમી ફ્લસફત બયાન કીધી. આપ એ કહ્યું કે ફક્ત તાલીમી નહિ, બલ્કે અચ્છા અખ્લાક અને નૈતિક મૂલ્યો ની ભી ઝરૂરત છે જેના સબબ હર શખ્સ ને અને સમાજ ને પ્રગતિ હાસિલ થાય છે. આપ એ ઈલ્મ નશર કરવા ના ફઝાઈલ બયાન કીધા, અને કહ્યું કે તાલીમ આપવું એ ઘણું ઉમદા અમલ છે. અને એહેમ અમાનત  છે કે  બચ્ચાઓ  ને શીખાવે. શેહઝાદા  સાહેબ એ  શિક્ષકો અને  વિદ્યાર્થીઓ ને  મુબારક બાદી આપી અને કહ્યું કે “ઇનામ મેહનત દાએમાં વાસ્તે છે.” શેહઝાદા  સાહેબ  એ  ઇમામ અ.સ. નો કૌલ પઢી ને તકરીર ને તમામ કીધી કે “ઇન્સાન જે ચીઝ ના બારા માં જાહિલ છે એનો એ દુશ્મન છે.” શેહઝાદા સાહેબ એ કહ્યું કે આજ ના ઝમાન માં ખાસ આ કૌલ મુનાસિબ છે અને સાથે કહ્યું કે તાલીમ સબબ જ આજ ના ઝમાન માં અલગ અલગ મઝહબો અને દીન ના લોગો હિલી મિલી ને રહી શકે છે.