૧૬ મી મોહર્રમ ૧૪૩૯ હિ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના રૌઝત ના સાયા માં મઝારે કુત્બી નિયાઝ જમણ શુરુ કીધું. હર એક દીન અને મઝહબ ના લોગો ને નિયાઝ નું ઇઝન દીધું, એમ નિયત રાખીને ને સગલા ને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની બરકાત મિલે.

ગયા ૧૨ મહિના માં તકરીબન પચાસ હજાર લોગો નિયાઝ ના જમણ વાસ્તે આયા.

મુમિનીન ને યાદ છે કે જ્યારે ભી સૈયદના કુત્બુદ્દીન ના ઘરે શિફા બોલાવાને આવે તો આપની હઝરત માં સી જાઈ એના પેહલા આપ અકસર ફરમાવે કે “જમન જમીને જજો”. આજે જે સગલા આપ ના રોઝત પર આવે છે એહને આપ ના વારીસ સૈયદના ફખરુદ્દીન નિયાઝ નું જમણ જમાડે છે.

હર રોજ દાળ, ચાવલ અને એક મીઠાસ દોપહર ને જમણ માં હોઈ છે. બપોરે ૧૨ વાગ્યા સી ૨ વાગ્યા તક, હર રોઝ તકરીબન ૭૦ કિલો ચાવલ, ૪૪ કિલો દાળ અને ૮ કિલો મીઠાસ તૈયાર કરવામાં આવે છે. હર રોઝ ૧૫૦ કરતા ઝ્યાદા લોગો, અલગ અલગ મઝાહીબ અને અલગ અલગ તબકાહ સી નિયાઝ માં આવીને જમન જમે છે.

મુમિનીન ભી નિયાઝ ના જમન શામિલ થાય છે અને સવાબ હાંસિલ કરે છે.

ખુદા તઆલા સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મકામ ને જન્નત ઉલ ફિરદૌસ માં ઘનો બલંદ કરજો અને આપના વારીસ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઉમરે શરીફ ને કયામત ના દિન લગ દરાઝ કરજો.

મઝારે કુત્બી નિયાઝ માં શામિલ થાવાને યહાં ક્લિક કરો.