આ સાલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કરમ ફરમાવી ને લંડન માં અશરા મુબારકા ની ખિદમત વાસ્તે ડો. મોઈઝ ભાઈસાહેબ મોહિયુદ્દીન ને મોકલા. અશરા મુબારકા માં ડો. મોઈઝ ભાઈસાહેબ એ મવાલી તાહેરીન ના ફઝાઈલ ની ઝિકર કીધી અને ઈમામ હુસૈન અ.સ. ની અને આપ ના એહલે બૈત અને અસહાબ ની શહાદત ઘણા વલવલા સી પઢી. મુમિનીન ના ગમ ને તાઝા કીધા.

ડો. મોઈઝ ભાઈસાહેબ એ મૂસા નબી ના ઝમાન ની ઝિકર કીધી. અને આપને દાવત કાઈમ કરવામાં જે મેહનતો ખમવી પડી અને ફીરોન એ આપ નો સામનો કીધો એની ઝિકર કીધી. ડો. મોઈઝ ભાઈસાહેબ એ મૂસા નબી અને હારૂન નબી ની રસુલુલ્લાહ સ.અ. અને મૌલાના અલી સ.અ. સાથે જોડીને ઝિકર કીધી, અને રસુલુલ્લાહ ની હદીસ ની તિલાવત કીધી કે,”અલી મારા થકી છે જેમ હારૂન મૂસા થકી હતા”. પછી ઇસા નબી સ.અ. ના ઝમાન ની અને આપના કિતનાક મઆજીઝ ની ઝિકરો કીધી. અને તે બાદ આપ ની શહાદત નું બયાન કીધું.

ડો. મોઈઝ ભાઈસાહેબ એ રસુલુલ્લાહ સ.અ. ના આબા અજદાદ ની ઝિકર કીધી કે જે હક ના ઇમામો હતા અને મક્કા માં હાશેમી કુરૈશી કબીલા ઓ ના સરદારો હતા. ઈમામ હાશિમ ની ઝિકર કીધી અને ઈમામ કુસઈ અને આપ ની નસલ માં બીસરા ઇમામો ની ઝિકર કીધી, રસુલુલ્લાહ ના મબઅસ ની ઝિકર કીધી અને આપ ને ઇસલામ કાઈમ કરવામાં શું શું મુશ્કિલો ખમવી પડી એહની તફસીર સી ઝિકર કીધી. રસુલુલ્લાહ સ.અ. ની ઝીકરો સાથે ડો. મોઈઝ ભાઈસાહેબ એ મૌલાના અલી અ.સ. અને મૌલાતુના ફાતેમા અ.સ. ના ભી ઘણા ફઝાઈલ બયાન કીધા. રસુલુલ્લાહ સ.અ. યે ઝમીન માં મૌલાના અલી અ.સ. અને મૌલાતુના ફાતેમા અ.સ. ની શાદી કીધી એના પહેલા ખુદા તઆલા એ બેવે સાહેબો ની આસમાન માં  શાદી કીધી. તે બાદ રસુલુલ્લાહ એ હસન ઈમામ અ.સ. અને હુસૈન ઈમામ અ.સ. વાસ્તે જે હદીસો ફરમાવી છે એની ઝિકર કીધી અને બેવે ઇમામો ના ફઝાઈલ બયાન કીધા.

ડો. મોઈઝ ભાઈસાહેબ એ બયાન કીધું કે હુસૈન ઈમામ અ.સ. ની નસલ માં ઇમામત કયામત ના દિન લગ જારીયા રેહશે, ફાતેમીયીન ઇમામો ના ઝમાન ની ઝીકરો કીધી અને હક ના ઈમામ સી જે લોગો ફિરી ગયા અને ફિરકાઓ કેમ થયા એની ઝિકર કીધી. તે બાદ મોઈઝ ભાઈસાહેબ એ બયાન કીધું કે ઇમામત ના સતર ના નઝદીક મૌલાતુના હુર્રતુલ મલેકા ના હાથ પર દાવત નો અમર દોઆત મુતલકીન ને સોંપાયો. સૈયદના અલ મોઅય્યદુસ શિરાઝી નું ઇલ્મ હુદૂદ ફોઝોલા સૈયદના લમક, સૈયદના યાહયા અને મૌલાતુના હુરરતુલ મલેકા ના હાથ પર પહેલા દાઈ સૈયદના ઝોએબ ની તરફ નકલ થયુ કે જે યમન માં તશરીફ રાખતા હતા. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની મશહૂર બૈત ની તિલાવત કીધી:

من دعاة قد ايدتهم سواري * بركات المؤيد الشيرازي

સૈયદના મોઅય્યદુસ શિરાઝી ની બરકાત ની સવારી યે દોઆત મુતલકીન ની તરફ પહુંચી.

તે બાદ બયાન કીધું કે યમન અને હિન્દુતાન માં દોઆત મુતલકીન યે દાવત કાઈમ કરવાના ખાતિર અને મુમિનીન ના જાનો ની નજાત ના ખાતિર કિતની મેહનતો ખમી છે.

ડો. મોઈઝ ભાઈસાહેબ એ મવાલી તાહેરીન ના મૌએઝત ના કલામો માં સી મૌએઝત બયાન કીધું કે મુમીન ને રોઝ ની ઝીંદગી કેમ ગુઝારવી જોઈએ. અને આખેરત ને હમેંશા સામને રાખવી જોઈએ. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા માં સી કિતનિક અબ્યાત ની તિલાવત કીધી.

العقل في الانسان اعلى الجوهر * متلالئ في نفسه كالازهر

ડો. મોઈઝ ભાઈસાહેબ એ અજબ વલવલા સી હુસૈન ઈમામ અ.સ.ની શહાદત પઢી, ખાસસતન આશુરા ના દિન ઈમામ હુસૈન અ.સ. અને આપ ના એહલેબૈત અને અસહાબ પર જે મુસીબત ના ઘંટ ના ઘંટ ફિરી ગયા એની ઝિકર કીધી. મુમિનીન યે આંખો સી આંસૂ રવાં કીધા. રસુલુલ્લાહ સ.અ. ના નવાસા ની મુસીબત યાદ કરીને હર એક મુમીન યે ‘યા હુસૈન, યા હુસૈન’ નિદા કરીને માતમ કીધો.