૨૬ મી રજબ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૪૭ માં દાઈ અલ મુતલક સૈયદના અબ્દુલકાદીર નજમુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજલીસ માં જલવા અફરોઝ થયા, મજલીસ માં સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા "سقى نوء من التقديس رمسا" અને સલામ ની તિલાવત થઇ.

 

૨૭ મી રાતે, લૈલતુલ મેઅરાજ ની રાતે મૌલાનલ મનનાન ત.ઉ.શ. એ મગરિબ અને ઈશા ની નમાઝ ઇમામત સી પઢાવી. વશેક બાદ દાઈલ્લાહિલ અમીન એ વસીલા લઇ ને મુમિનીન ના હક્ક માં ઘણી દોઆ ફરમાવી. મૌલાના એ રસુલુલ્લાહ સ.અ. ના મેઅરાજ ની ઝિકર ફરમાવી, જ્યારે રસુલુલ્લાહ સ.અ બૈતુલ્લાહ સી બૈતુલ મુકદ્દસ પધારા અને સાત આસમાન ચઢા. એ ઝિકર ફરમાવી કે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવતા હતા કે “ખુદા એ રસુલુલ્લાહ ને ઇતના કરીબ કીધા કે આંખો માં વસાવી લીધા”. મૌલાના એ મુમિનીન વાસ્તે દોઆ કીધી કે ખુદા મુમિનીન ની હર એક ઉમ્મીદ પૂરી કરે, ઈમામ હુસૈન ની શહાદત પર વસીલો તમામ કીધો.

૨૭ મી રજબ મબઅસ ના મુબારક દિનમાં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. વાઅઝ ની મજલીસ માં જલવા અફરોઝ થયા. "طه النبي المصطفىٰ خير الورىٰ" ના કસીદા મુબારકા ની તિલાવત થઇ.

તખ્તે ઈમામી પર જલવાનુમા થઇ ને ઈમામ ઉઝ ઝમાન ના દાઈ એ આલે મોહમ્મદ ના ઇલ્મ ના જવાહિર નિસાર કીધા. બયાન માં ફરમાવ્યું કે મુમિનીન કૌન કે જે કલેમતુસ શહાદત પઢે અને અઝાન માં "اشهد ان محمدا رسول الله" અને "اشهد ان مولانا عليا ولي الله" પઢે – એમ શહાદત દે કે મોહમ્મદ ખુદા ના રસુલ છે જે એ અપને તૌહીદ ની તરફ હિદાયત દીધી. અને એમ શહાદત દે કે અલી ખુદા ના વલી છે જેની વલાયત રસુલુલ્લાહ એ ફરીઝત કીધી.

નમાઝ માં તહીય્યત ની દોઆ માં પઢીયે છે "ان البعث حق، والموت حق، وان الساعة آتية" એની મઆની આલીમ એ આલે મોહમ્મદ એ બયાન ફરમાવી. યૌમુલ મબઅસ – બાઅસ નો દિન કયામત નો દિન છે, આ દૌર કયામત સી જોડાએલો છે.

મબઅસ ના દિન ના રોઝા ની ઝિકર ફરમાવી. આ દિન માં રોઝુ કરે અને મોતી ઉસ સુઆલાત ની દોઆ પઢીને ઇફતાર કરે તો ૬૦ વરસ ના ગુનાહો ની કફ્ફારત થાય છે. મૌલાના એ ફરમાવ્યું કે અપને અપના ફર્ઝંદો ને ભી આ રોઝુ કરાવીએ છે તાકે ફર્ઝંદો ને રોઝા કરવાની આદત પડે.

અમીરુલ મુમિનીન સ.અ. ના ઇસલામ ની ઝિકર ફર્માવી. રસુલુલ્લાહ નું મબઅસ સોમવાર ના દિનમાં અને બીજે દિન મંગળવારે અમીરુલ મુમિનીન સ.અ. ઈસ્લામ લાયા. આપ પેહલા મર્દ છે કે જે ઇસલામ લાયા. બૈરાઓ માં સી પેહલા મૌલાતુના ખદીજા અ.સ. ઇસલામ લાયા. આપ રસુલુલ્લાહ નો આલા મકામ જાણતા હતા. અને આપ એ રસુલુલ્લાહ ને પેહલી વાર દેખા ત્યાર સી આપ ના બાઅસ નો ઇન્તેઝાર કરતા હતા.

મૌલાના એ તફસીર સી રસુલુલ્લાહ ના મેઅરાજ ની ઝિકર ફરમાવી કે આ દૌર માં કયામત ના દિન તક જે સગલું બનનાર છે, સગલી ચીઝ પર રસુલુલ્લાહ ને ખુદા એ આગાહ કીધા. મૌલાના એ ફરમાવ્યું કે અંગ્રેઝી માં નબી ને prophet કહે છે. prophet યાની જે મુસ્તક્બીલ – જે હવે થશે – એની ઝિકર કરે. રસુલુલ્લાહ આ મીસલ અમલ કીધું. મસલન આપ એ મેહદી ઈમામ અ.સ. ના ઝુહુર ની તરફ ઈશારો કરતા હુઆ ફરમાવ્યું કે ૩૦૦ ના માથા પર યાની ૩૦૦ વરસ માં સૂરજ મગરિબ સી તુલુઅ થાશે અને હિન્દુસ્તાન માં દોઆત મુતલકીન ની તરફ ઈશારો ફર્માયો જ્યારે આપ હિજ્જતુલ વદા માં હજરે અસ્વદ ના નઝદીક દોઆત મુતલકીન ને આપ ના ભાઈઓ "اخوان" બુલાયા. હક્ક ના નબી જે ફરમાવે એ હંમેશા હક્ક ની વાત, સચ્ચી વાત હોઈ.

મૌલાના એ “મોહમ્મદ” ના લફ્ઝ ની મઆના બયાન ફરમાવી અને એના હર એક હરફ ના મમસૂલ ની ઝિકર કીધી. એ ઝિકર ફરમાવી કે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના એહેદ માં સૈયદના કુત્બુદ્દીન એ એક તકરીર માં રસુલુલ્લાહ પર સલામ પઢો અને પછી અમીરુલ મુમિનીન પર ભી સલામ પઢો. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ઘણા ખુશ થયા અને ફરમાવ્યું કે આજ મીસલ અમલ કરવું જોઈએ. રસુલુલ્લાહ પર સલામ પઢીને અમીરુલ મુમિનીન પર સલામ પઢવું જોઈએ. એના પછી, રસુલુલ્લાહ પર સલામ ની બૈત પઢાઈ છે એના સાથે હંમેશા અમીરુલ મુમિનીન પર સલામ ની બૈત ભી પઢાઈ છે અને ઈમામ ઉઝ ઝમાન પર સલામ ની ભી બૈત પઢાઈ છે.  મૌલાના એ "يا بني المبعوث من آل قصي"  ના કસીદા માં સી અબ્યાત તિલાવત ફરમાવી.

મૌલાનલ મનનાન એ મુમિનીન ને હિદાયત અને મોએઝત ના કલામ ફરમાયા. આપ એ રસુલુલ્લાહ ની હદીસ બયાન ફરમાવી કે આ ચાર ચીઝ કરસો તો જન્નત ના દરવાજા તમારા વાસ્તે ખોલા જાશે.

૧) જાહરન – આવાઝ સી સલામ પઢો

૨) લોગો ને જમન જમાડો

૩) સીલત ઉર રેહેમ કરો – રિશ્તો રાખો, ખાસસતન કરાબત ના લોગો સાથે. લોગો સાથે રિશ્તા તોડી ન દેવા જોઈએ.

૪) રાતે નમાઝ પઢો, જ્યારે બીજા લોગો સૂતા છે એજ મીસલ સતર માં દાવત ને જવાબ દો જ્યારે બીજા લોગો ગફલત માં છે.

મૌલાના એ મુમિનીન વાસ્તે દોઆ ફરમાવી, બાઅસ વાસ્તે દોઆ ફરમાવી કે અપને જહાં સી આયા છું વહાં જલ્દી પાછા વળીએ. રસુલુલ્લાહ એ જે ૨૮ લડાઈ લડી, આપ નો વસીલો લઇ ને મૌલાનાએ નસરે અઝીઝ વાસ્તે દોઆ ફરમાવી.

તે બાદ મૌલાના એ ઝિકર ફરમાવી કે રસુલુલ્લાહ ઉમ્મે સલમા ના સપના માં તશરીફ લાયા અને ઉમ્મે સલમા ને કરબલા ના વાકેઆ ની ખબર દીધી.  અજબ શાન સી અલી અસગર અ.સ. અને હુસૈન અ.સ. ની શહાદત પઢી.