૧૦ મી શાબાન અલ કરીમ ૧૪૩૯ હિ. (૨૫ એપ્રિલ,૨૦૧૮) તકરીબન પચાસ (૫૦) મુમિનીન શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન ની કિયાદત માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા મુબારક સી કરબલા મોઅલ્લા અને નજફ એ અશરફ વાસ્તે નિકલા. સૈયદના ની દોઆ ની બરકત હર કદમ પર નઝર આવતી હતી. મુમિનીન યે નજફ એ અશરફ માં અમીરુલ મુમિનીન મૌલાના અલી ઇબ્ને અબી તાલીબ સ.અ. ની દસ ઝિયારત કીધી. કરબલા મોઅલ્લા માં સૈયદુસ શોહોદા આકા હુસૈન સ.અ. ની દસ ઝિયારત કીધી. અને શબ બરાત માં કુફા ની મસ્જીદ માં વશેક ની નમાઝ પઢી.

મુંબઈ એરપોર્ટ સી નજફ પહોંચવાને સાડા ચાર કલાક થયા. નજફ માં મુમિનીન બસ માં હોટલ પોહંચા. ઉતારો અમીરુલ મુમિનીન ના હરમ સી ફક્ત ૩ મિનીટ દૂર હતો. વહાં નાશ્તો કરીને મુમિનીન શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ સાથે પેહલી ઝીયારત કરવાને હરમ ની તરફ ચલા. હર રોઝ હરમ શરીફ ના સેહેન માં શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ ના ચોતરફ મુમિનીન જમે થાતા. શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ સલામ ની તિલાવત કરતા. મુમિનીન મરસીયા પઢતા. શેહ્ઝાદા સાહેબ ઘની શાન સી વાસીલો લેતા. અવલીયાઉલ્લાહ પર જે મુસીબતો ગુઝરી એની ઝિકર કરતા. વહાં ઘણા શિયાઓ ને ભી બયાન નો અસર થતો.

નજફ એ અશરફ માં મુમિનીન યે અમીરુલ મુમિનીન સ.અ. ની મસ્જીદ – મસ્જીદે કૂફા – માં નમાઝ પઢી. શબબરાત ની રાતે, શાબાન ની પંદર મી રાતે શેહ્ઝાદા સાહેબ એ મગરિબ ઇશા ની નમાઝ ઈમામત સી પઢાવી. અમીરુલ મુમિનીન ના મેહરાબ ના નઝદીક સલામ પઢા. અમીરુલ મુમિનીન ની શહાદત પઢી, યે મુબારક જગહ માં શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ એ વસીલો લીધો. હર મુમીન ના દિલ પર એનો ઘેરો અસર થયો.

નજફ માં શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ ની કિતનાક શિયા ના રઈસો સાથે મુલાકાત થઇ. યે સગલા ઘણા માન સી પૈશ આયા. મુલાકાત ઘણી અચ્છી રહી.

પાંચ માં દિન, મુમિનીન કરબલા મોઅલ્લા પોહંચા અને આકા હુસૈન સ.અ. ની દસ ઝીયારત કીધી. મુમિનીન હોટલ માં પોહંચા, જહાં સી એક તરફ મૌલાના અબ્બાસ અ.સ. ના હરમ જોવા તા હતા અને એક તરફ હુસૈન ઈમામ ના હરમ જોવા તા હતા. તે બાદ મુમિનીન મૌલાના અબ્બાસ ની ઝિયારત કરવાને ગયા. શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ એ મુમિનીન ને નમાઝ પઢાવી અને સલામ ની તિલાવત કીધી. ફાતેમી મરસીયા પાર્ટી ના મેમ્બરો એ ઘણા જઝબા સી મરસીયા ની તિલાવત કીધી. શેહ્ઝાદા સાહેબ એ આકા હુસૈન અને મૌલાના અબ્બાસ ની શહાદત ઘણી પુરદર્દ પઢી. આંખો ના સામને કરબલા નો નકશો આવી ગયો.

તે બાદ મુમિનીન ઈમામ હુસૈન અ.સ. ના હરમ ની તરફ ગયા. શેહ્ઝાદા સાહેબ એ સલામો અને મરસીયા પઢા. આપ એ વાસીલો લીધો જેનો હર એક મુમીન ના દિલ પર અસર હતો. અને સગલા ની આંખો આંસૂ સી ભરાઈ ગઈ. ચાર દિન વાસ્તે, ફજેર અને રાત મુમિનીન સલામો,દોઆઓ, અને મૌલાના અબ્બાસ અને ઈમામ હુસૈન ની ઝીયારત માં મશગૂલ રહ્યા. છેલ્લા દિન, જુમોઆ ના દિન, શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ યે વદા નો સલામ પઢો. અને ભારી દિલ સી વસીલો લીધો. આકા હુસૈન અને મૌલાના અલી અકબર અને અલી અસગર ની શહાદત પઢી. સૈયદના તાહેર ફખરુદ્દીન વાસ્તે દોઆ કીધી. મુમિનીન વાસ્તે દોઆ કીધી – જે વહાં હાજર હતા અને જે ન્હોતા, અને એમ દોઆ કીધી કે આ ઝીયારત હમારા વાસ્તે હુસૈન ની આખરી ઝીયારત ન હોઈ.

૧૯ મી શાબાન મુમિનીન કરબલા મોઅલ્લા સી નજફ વલા અને મૌલાના અલી ના હરમ શરીફ માં ગયા. ઇત્તેફાક સી મુમિનીન હરમ ના બાહર નિકલા ત્યારે બારિશ પડવા લાગો.

મુમિનીન નજફ ના એરપોર્ટ પર પોહંચા, ત્યારે શિયા ના જે કિતનાક રઈસ સાથે શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ ની મુલાકાત થઇ હતી, યે સગલા એ સૈયદના ત.ઉ.શ. વાસ્તે ખાક એ શિફા ના હદીયાહ પૈશ કીધા અને દોઆ કીધી કે મુમિનીન નઝદીક માં સૈયદના સાથે પાછા આવે.

મુમિનીન યે ખુદા તઆલા નો હમ્દ કીધો. ખુદા ના વલી ઈમામ ઉઝ ઝમાન ના દાઈ નો શુકુર કીધો કે આ નેઅમત અઝીમા મિલી. શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ નો ભી શુકુર કીધો કે આપ ના હાથ પર કરબલા અને નજફ માં બરકાત લીધી. મુમિનીન યે જે ભાઈઓ અને બેહનો સાથે હતા એની મોહબ્બત ઝ્યાદા થઇ એના વાસ્તે ભી શુકુર કીધો. મુલ્લા મોહમ્મદ ભાઈ ખોરાકીવાલા એ જે આ ઝીયારત ની સફર ની ઘની બેહતર તનઝીમ માં ખિદમત કીધી એની સગલા ઝાએરીન મુમિનીન એ ઘની કદર કીધી. મુમેનાત બેહનો એ શુકુર કિધો કે જુમાનતો દાવતિલ હક્ક શેહ્ઝાદી ફાતેમા બાઈસહેબા અને મરજાનતો દાવતિલ હક્ક શેહ્ઝાદી અરવા બાઈસાહેબા ભી સફર પર સાથે હતા. સગલા ને ખુશી નો પાર ન્હોતો. અને દિલો બરકાત સી ઉભરાઈ રહ્યા હતા. પ્લેન પર ચઢા તો શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ યે નજફ ના આસમાન ની તરફ નઝર કરીને દોઆ કીધી કે “જલ્દી પાછા આવીએ, સૈયદના તાહેર સાથે જલ્દી પાછા આવીએ ઇન્શાઅલ્લાહ”.