ફાતેમી ઈમામ ના ફાતેમી દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૨૪ મી જુમાદિલ ઉખરા સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના અય્યામ માં ઈવાને ફાતેમી માં હલકહ સૈફીયાહ ની ઝીયાફત માં જલવા અફરોઝ થયા. સૈયદના મૌકીબ માં ઈવાને ફાતેમી માં તશરીફ લાયા. આપના ઉપર તલબત એ મઝલ્લત (છત્રી) ઓઢાવી હતી અને આપના આગળ તલબત એ લિવા (પરચમ) પકડેલા જેના પર “નસરુન મીનલ્લાહે વ ફતહુન કરીબ” અને “ઇનના ફતહના લકા ફતહન મુબીના” ની આયતો લખી હુઈ હતી. તલબત એ તલવાર ભી પકડી હતી. એ સગલુ ફતેમીયીન ના મિસર ની મૌકીબ ના નમુના પર હતું. તલબત મૌલાના ત.ઉ.શ. ના આગળ ચાલતા હતા. અને તાલેબાત મૌલાન ના પાછળ. કુત્બુદ્દીન મૌલા રી.અ. એ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના ઝમાન માં તરહીબ માં “આહલન વ સાહલન મરહબા મરહબા” ના કસીદા તસ્નીફ ફરમાયા હતા એ કસીદા ની સગલા તલબત તિલાવત કરતા હુઆ મૌકીબ માં ચાલતા હતા.

મૌલાના ઇવાન ના અંદર તશરીફ લાયા અને તઝયીન ની તરફ નઝર ફરમાવી. તઝયીન માં લાકડા માં બના હુઆ એક સફીના મુકાયા હતા કે જેના ઉપર સૈયદના અલી બિન હનઝલાહ રી.અ. ની આ બૈત ખુશગવાર ખત માં નક્શ કીધી હતી.

"هُمْ فُلْكُ طُوفَانِ الضَّلالِ وَالْبِدَعْ * وَمُؤْمِنُوا الُمؤْمِنِ مِنْ هَوْلِ الْفَزَعْ"

અઈમ્મત તાહેરીન ગુમરાહી અને બિદઅત ના તોફાન માં નજાત ના સફીના છે. કયામત ના દિન ના કમ્પારા સી અમાન ના આપનાર છે. 

સફીના ના પરદા પર કુરઆન ની આયતો ખુશગવાર ખત માં લખી હતી. યે સફીનુ હલકહ સૈફીયાહ ના એક તલબત એ તૈયાર કીધું હતું. સફીના ના પાછળ એક મૌજઝન દરિયા ની તસ્વીર હતી.

ફાતેમી દાવત ના સફીના ને નજાત ના સફીના ને ઈમામ ઉઝ ઝમાન ની તાઈદ સી સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. અને આપ ના બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ફિતનત ના તુફાન માં ચલાવતા રહ્યા.

અઝીઝ ભાઈ ભાઈગોરા એ ઝીયાફ્ત ની મજલીસ માં કુરઆને મજીદ ની તિલાવત કીધી. એહને શેહ્ઝાદી બઝઅત તૈયેબાહ બાઈસાહેબા એ તૈયાર કીધા હતા. તે બાદ સગલા તલબત એ મદેહ ની તિલાવત કીધી કે જે શેહ્ઝાદી ડો. બઝઅત સૈફીયાહ બાઈસાહેબા એ લખી હતી. યે મદેહ માં સફીનતુન નજાત ની ઝિકર કીધી છે. તે બાદ એક પછી એક તલબત એ ખુદ ના લખાણ અરઝ કીધા – શુકુર ની તકરીર, મદેહ અને અંગ્રેઝી માં શેઅર (કવિતા) અરઝ કીધી. સગલા તલબત એ ઘણા ખુલુસ અને જઝબા ના સાથે અરઝ કીધી. સબક માં જે સગલા ને મારેફત હાંસિલ થઇ છે એની બરકત માલૂમ પડતી હતી. સગલા તલબત એ આલે મોહમ્મદ ના ઇલ્મ ની નેમત અઝીમાં વાસ્તે હઝરત ઈમામ્મીયાહ માં શુકુર અરઝ કીધું.

તલબત એ તે બાદ એક સ્કીટ પેશ કીધું. લોગો ના, દીન માં ત્રણ અલગ નઝરીયા હોઈ છે, એહને એક પુર લુત્ફ અંદાઝ માં પેશ કીધું. ઝ્યાદતી અને લાપરવાહી – એ બેવે માં નુકસાન છે. સહી ફલસફત એ છે કે વચગાળે ચાલે.

તલબત અને તાલેબાત એ તે પછી રસુલુલ્લાહ સ.અ.વ. ની નાત માં “કસીદતુલ બુરદા” ની અરબી લેહેન માં તિલાવત કીધી. સુન્નારાઓ ને ઘણીજ લઝ્ઝત આવી. તે પછી શરબત અને વધાવાની રસમ થઇ.

મૌલાના એ તલબત ને ખિતાબ કીધા અને કલેમાત નુરાનિયાહ સી નવાઝા. મૌલાનલ મનનાન એ તલબત ની પુર ખુલુસ અરઝ સુની ને, ખુશ થઇ ને સગલા ના હક માં ઘની દોઆ ફરમાવી. બયાન માં એમ ફરમાવ્યું કે આલે મોહમ્મદ નું ઇલ્મ એવો દરિયો છે કે જેનો કિનારો નથી અને એ ઇલ્મ હયાત અબદિયાહ નું સબબ છે. રસુલુલ્લાહ સ.અ. એ ફરમાવ્યું છે કે ઇલ્મ હાંસિલ કરવાને ચાર ચીઝ કરવું લાઝીમ છે. ૧) ખામોશ રેહવું (સિમ્ત)  ૨) ધ્યાન સી સુનવું (ઇસ્તેમાઅ) ૩) યાદ કરવું (હિફ્ઝ) અને ૪) નશર કરવું – ઇલ્મ પઢાવવું (નશર). સૈયદના એ દાવત માં ઇલ્મ ના નેહેજ ની એહેમ્મીયત ની ઝિકર કરતા હુઆ સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. ના દરસે સૈફી ની ઝિકર ફરમાવી અને સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ જામેઆ સૈફીયાહ બનાવી એની ઝિકર ફરમાવી. જામેઆ સૈફીયાહ ની ઝિકર કરીને મૌલાનલ મિનઆમ એ ફરમાવ્યું કે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના શેહ્ઝાદી ઝુમર્રુદતો દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત સૈફીયાહ ના સબકો માં “સૈફીયાહ” ના નામ ની બરકત જારિયા છે, સૈયદના કુત્બુદ્દીન એ આ સબકો ને “હલકહ સૈફીયાહ” નું નામ અતા ફરમાવ્યું.

તલબત અને તાલેબાત યે મૌલાનલ મનનાન ના કદમબોસી નું શરફ હાંસિલ કીધું અને મૌલાના ત.ઉ.શ. એ તશરીફ માં યમની અકીક ઇનાયત ફરમાયા. નમાઝ બાદ મૌલાના ઝીયાફત ના થાલ પર તશરીફ લાયા. હલકહ સૈફીયાહ ના તાલેબાત એ જમણ તૈયાર કીધુ હતું.

હલકહ સૈફીયાહ ને ૧૭ વરસ થી હર સલ શુકુર ની ઝીયાફત નસીબ થઇ રહી છે. હમે અલ્લાહ તઆલા નો હમ્દ અને શુકુર કરીએ છે, અને સૈયદના બુરહાનુદ્દીન રી.અ., સૈયદના કુત્બુદ્દીન રી.અ. અને આપના વારીસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને શુકુર અરઝ કરીએ છે કે હલકહ સૈફીયાહ ના તલબત ને આ અઝીમ નેઅમત અતા ફરમાવી. એમ દોઆ કરીએ છે કે ફખરુદ્દીન મૌલા, ઈમામ ઉઝ ઝમાન ના નાયબ અને હિજાબ, આ ઝીયાફ્ત ની નેઅમત હમને હમેશા ઇનાયત કરતા રહે. આમીન.