સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની હસનાત જારીયા છે, હર સાલ ઈદ ઉલ અદહા માં દારુસ સકીના, મુંબઈ માં સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના વારીસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ સી હિઝ્બે ખલીલુલ્લાહ કુરબાની અને તકસીમ ની ખિદમત કરે છે.

ગયા સાલ દારુસ સકીના માં ૮૧ કુરબાની થઇ, ૨૨૫૯ ઘરો માં ગોશ હાથો હાથ તકસીમ થયો. ખિદમત ગુઝારો એ ૨૮૪ કલાક પ્રોગ્રામ વાસ્તે નિકાલા.

હિઝ્બે ખલીલુલ્લાહ નો મકસદ યે છે:

  1. કુરબાની ના બકરા શરીઅત ના કાનુન ના મુતાબિક હોઈ
  2. કુરબાની નો ગોશ કરામત સી મુમિનીન અને મુસલેમીન ના ઘરો માં પહોંચાવામાં આવે, ખાસસતન કમ ઇસ્તેતાઅત ના લોગો ના દરમિયાન
  3. કુરબાની અને તકસીમ ના પ્રોગ્રામ સી કૌમ ના લોગોમાં મોહબ્બત અને સહકાર નો માહૌલ પૈદા થાય

પ્રોગ્રામ નો વિગતવાર રીપોર્ટ વેબસાઈટ પર પેશ કીધો છે. સૈયદનલ મિનઆમ ના ઈર્શાદ મુતાબિક જે સગલા પ્રોગ્રામ માં શામિલ થયા એને ખર્ચ ની વિગત ભી બતાવવામાં આવી છે. (બકરા નો ખર્ચ, દેખરેખ નો ખર્ચ, ઝબીહત અને કસાઈ નો ખર્ચ વિગેરે). યે રીપોર્ટ (ખર્ચ ની વિગત ના સિવાય) વેબસાઈટ પર જોઈ શકાઈ છે.

આ સાલ જે મુમિનીન ને કુરબાની ના પ્રોગ્રામ માં શામિલ થવું હોઈ તો ૩ જી ઝીલહજ સુધી [email protected] પર ઈ-મેલ કરવો. કુરબાની સંખ્યા અને ઝબીહત કોના નામ માં કરવી છે તે લખવું. ઝ્યાદા જાણકારી (પેમેન્ટ વિ.) તે વખ્ત આપવામાં આવશે.