સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. એ અરફા ના દિન, ઈદુલ અદહા ની રાતે નમાઝ પઢાવી અને ઈદુલ અદહા ના દિન ફજેરે દારુસ સકીના, બેકર્સફિલ્ડ માં ખુતબા ની નમાઝ પઢાવી. સૈયદના એ સગલા મુમિનીન ના વાસ્તે આપના વસીલા મુબારકા માં દોઆ ફરમાવી. સૈયદના એ તે બાદ ઈદુલ અદહા ની ખુશી ની મજલિસ એક મુમિન મુખલિસ ના ઘર માં અક્દ ફરમાવી અને  ઝબીહત કીધી.

મુંબઈ માં સૈયદના ની રઝા મુબારક સી હિઝબે ખલીલુલ્લાહ એ કુરબાની નો પ્રોગ્રામ અને ગોશ તકસીમ કરવાનો પ્રોગ્રામ કીધો. દારુસ સકીના માં શેહઝાદા ડૉ. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન એ ઈદ ની નમાઝ પઢાવી અને વસીલા માં દોઆ કીઘી. તે બાદ ઈદ ની ખુશી ની મજલિસ અને હિઝબે ખલીલુલ્લાહ નો પ્રોગ્રામ અક્દ ફરમાવ્યો.

આ સાલ ૯૪ કુરબાનીઓ થઇ અને એનો ગોશ ૨૦૦૦ કરતા ઝિયાદા ઘરો માં હિઝબે ખલીલુલ્લાહ ના મેમ્બરો એ તકસીમ કીધો. હિઝબે ખલીલુલ્લાહ નો મકસદ એ છે કે:

  • કુરબાની ના  બકરાઓ શરીઅત ના અહકામ મુતાબિક હોઈ.
  • કુરબાની નો ગોશ મુમિનીન અને મુસ્લેમીન ના ઘરો માં, ખાસ્સતન ગરીબ જગ્યાઓ માં એહતેરામ સાથ તકસીમ થાય.
  • કુરબાની અને તકસીમ નો પ્રોગ્રામ નો મકસદ એમ છે કે મેમ્બરો ના દરમિયાન મોહબ્બત, તઆવુન અને ઇજતેમાઈ બેહબૂદગી ની ફઝા કાયમ થાય.

ઈદુલ અદહા ના પ્રોગ્રામ ના ઉમૂર અને ઇકતેસાદી અદદ, મસલન બકરાઓ ની રકમ, રાખવાની, કાપવાની, સાફ કરવાની રકમ, ગોશ તકસીમ કરવાની રકમ, પ્રોગ્રામ માં કિતના કલાક થયા અને કઈ કઈ જગ્યા ગોશ તકસીમ થયો એનો રિપોર્ટ તૈયાર થયો છે. જેમ સૈયદના ત.ઉ.શ. નું ઇરશાદ મુબારક છે કે દાવત ના સગલા ઇદારાઓ જે કાયમ છે તે સગલા ઝિમ્મેદારી અને જવાબદેહી સી ખિદમત બજાવે.