ઈદુલ અદહા અને હિઝ્બે ખલીલુલ્લાહ નો પ્રોગ્રામ

ઝિલ હિજ્જતિલ હરામ ની દસમી (૧૦ મી) રાતે, ઈદુલ અદહા ની રાતે સૈયદના તાહેર ફખરુદ્દીન એ મગરિબ ઈશા ની નમાઝ ઇમામત સી પઢાવી અને વશેક ની નમાઝ દારુસ સકીના માં થઇ. ઈદ ના દિન સૈયદના એ ફજેર ની નમાઝ અને ઈદ નો ખુતબો પઢાયો. ઇમામ અલી ઝૈનુલ આબેદીન ની દોઆ મેહરાબ માં પઢા બાદ આપ એ વસીલો લીધો અને દોઆ કીધી કે ખુદા તઆલા મુમિનીન ની ઈબાદત અને કુરબાની ને કબૂલ ફરમાવે. તે બાદ આપ એ કુરબાની કીધી અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઝિયારત વાસ્તે પધારા. ઈદ ની ખુશી ની મજલિસ માં સૂરતુલ ફતેહ ની તિલાવત થઇ, અને સૈયદના તાહેર સૈફુદ્દીન ના કસીદાયા ઈમામઝ ઝમાને યા મન અદહાની તિલાવત થઇ. તે બાદ મુમિનીન ને કદમબોસી નું શરફ હાસિલ થયું, અને ઈદ નો નાશ્તો તનાવુલ કીધો.

 

તે બાદ સૈયદના ત.ઉ.શ. હિઝબે ખલીલુલ્લાહ ની કુરબાની પ્રોગ્રામ માં દારુસ સકીના ના બાગ માં પધારા. સૈયદના ના ઈર્શાદ મુતાબિક, અને ઝાહરા હસનાત ના ઝેરે એહતેમામ નવ્વાણું (૯૯) કુરબાનીઓ નો ગોશ હિઝબે ખલીલુલ્લાહ ના મેમ્બરો મુંબઈ ઘર ઘર ખુદ જઈ ને તકરીબન ૨૫૦૦ઘરો માં તકસીમ કીધો.

દુબઈ સફર

૧૧મી ઝિલ હિજ્જતિલ હરામ ૧૪૩૯હિ. (૨૨ઓગસ્ટ ૨૦૧૮) સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. દાઈ થયા બાદ પહેલી વાર મુમિનીન ની અરઝ કબૂલ ફરમાવતા હુવા દુબઈ ની તારીખી સફર ફરમાવી. દુબઈ ના મુમિનીન ની અજબ બલંદ નસીબી થી કે ઈદુલ અદહા ના અય્યામ માં સૈયદના ત.ઉ.શ. એ સગલા ના બિલાદ માં તશરીફ લાયા.

 

દુબઈ ના એરપોર્ટ પાર સૈયદના નોસુલતાનુલ બોહરાની તરહVIP ઇસ્તિકબાલ થયું (સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ને અક્સર મોહબ્બત સી સુલતાનુલ બોહરા સી ખિતાબ થતો જ્યારે આપ દુબઈ પધારે). દુબઈ ના મુમિનીન સૈયદના ત.ઉ.શ. ના ઈન્તિઝાર માં હતા અને આપ મુમિન મુખલિસ ભાઈ ના ઘરે પધારા.

૧૨મી ઝિલ હિજ્જતિલ હરામ દુબઈ ના મુમિનીન એ અજમાન બિલાદ માં સહરા માં એક ખેત માં કુરબાની નો પ્રોગ્રામ નો ઈંતિઝામ કીધો હતો, જહાં સૈયદના એ એક ઊંટ અને ૩બકરા ની ઝબીહત કીધી. ગરમી ની મૌસમ ના બાવજૂદ મુમિનીન ફજેર સી આ મંઝર દેખવાને જમે થયા હતા. તકરીબન ૬૦૦કિલો કુરબાની નો ગોશ ૧કિલો ના પૅકેટ માં નઝદીક ના કારીગરો ના દરમિયાન તકસીમ થયા.

 

તે બાદ સૈયદના ત.ઉ.શ. ઝિયાફત ની મજલિસ માં પધારા અને ઝોહોર અને અસર ની નમાઝ ઇમામત સી પઢાવી. આપ એ દુબઈ ના મુમિનીન ના દરમિયાન બયાન ફરમાયું અને હુસૈન ઇમામ ની શહાદત પઢી (બયાન દેખવાનેયહાઁ ક્લિક કરો). બયાન માં સૈયદના એ મુમિનીન ની સના કીધી, કે સગલા સિરાતે મુસ્તકીમ પર સાબિત છે અને બાવન (૫૨)માં દાઈ ના સચ્ચા મનસૂસ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ના માનનારાઓ છે. આપ એ ફરમાયું કે આપ દાવત ને કાઇમ કરી રહ્યા છે અને એની હિમાયત કરી રહ્યા છે, જેમ કુત્બુદ્દીન મૌલા એ કીધી, અને મુમિનીન ને સબર અને હિમ્મત ની વસીયત કીધી. આપ એ મુમિનીન ને રગબત દીધી કે મીકાતો પર સાથે જમે થઇ ને બરકાત હાસિલ કરે. આપ એ મુમિsનીન ના હક માં બેશુમાર દોઆ ફરમાવી, કે ખુદા તઆલા મુશ્કિલો આસાન કરે, અને રોઝી માં બરકત અને કુશાદગી આપે, તે બાદ મુમિનીન ને કદમબોસી અને અરઝ કરવાનો મૌકે મિલો.

મુમિનીન નો ઇઝદેહામ બાવજૂદ સૈયદના ત.ઉ.શ. એ એક એક ની અરઝ સુની ને હિદાયત આપી - દીન, સેહત, એહલો અયાલ, વેપાર, સગલા પહેલુઓ માં આપ એ મુમિનીન ને સહી રસ્તો બતાયો. મીસાક ની મજલિસ અકદ થઇ, જેમાં મુમિનીન ભાઈઓ અને મુમેંનાત બેહનો મૌલાના ને મીસાક આપો. મુમિનીન જે પહેલી વાર સૈયદના ત.ઉ.શ. ને મિલા એના દિલો પર સૈયદના ત.ઉ.શ. ની હૈબત અને શાન દેખી ને ઘનો અસર હતો.

જુમોઆ ના દિન મૌલાના ત.ઉ.શ. એ મુમિનીન ને ઝોહોર અસર ની નમાઝ ઇમામત સી પઢાવી અને કદમબોસી નું શરફ અતા કીધું. નમાઝ બાદ એક મુમિન મુખલિસ ભાઈ ની ઓફિસ માં કદમ ફરમાયાં. આપ એ વો મુમિન ભાઈ ની અરઝ સુની અને દુબઈ ના મુશ્કિલ  કારોબારી માહોલ માં કઈ તરહ કામ્યાબી હાસિલ કરવી એ બારા માં હિદાયત આપી. આપ એ કુરાન ની આયત પઢી કેખુદા તઆલા વો જગહ સી તમને રિઝ્ક આપે છે જહાઁ નું તમને ગુમાન ભી નથી.

 

જુમોઆ ના દિન બપોરે મુમિનીન ના હક માં દોઆ ફરમાવી ને મુંબઈ પધારા. જે સગલા ભાઈઓ બેહનો ને દુશ્મનો એ ગુમરાહ કરી દીધા છે એના વાસ્તે દોઆ ફરમાવી કે પાછા હક ના રસ્તા પર આવી જાય અને હક ની દાવત ને જવાબ દઈ દે એમ દોઆ ફરમાવી.

 

 મુમિનીન એ સૈયદના ને વદા કીધાતો એક તરફ સી ફરહત અને ખુશી હતી કે ઇતના થોડા અરસા માં ઇતની નેમતો મૌલાના એ અતા ફરમાવીઅને બીજી તરફ સી હુઝુન કે મૌલાના હવે વદા થઇ રહ્યા છે.

ઈદ ના પ્રોગ્રામ અને દુબઇ ની સફર ની વિડીયો ફાતેમી દાવત વેબસાઈટ પર પેશ કીધો છે.