ઈદે ગદીરે ખુમ ના દિન સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. દારુસ સકીના બેકર્સફિલ્ડ માં નમાઝ વાસ્તે તશરીફ લાયા. આપ એ શુકરન લિલ્લાહ ની નમાઝ ઝવાલ ના વખત માં પઢાવી અને શાનદાર વસીલો લીધો જેમાં આપ એ મુમિનીન હાઝરીન અને તમામ મુમિનીન વાસ્તે દોઆ મુબારક ફરમાવી. વસીલા ના બાદ સૈયદના એ વાઅઝ મુબારક ફરમાવી અને હાઝરીન નો મીસાક લીધો. કિતનાક નવા મીસાક ભી લીધા. ઇમામુઝ ઝમાન ની તાઈદ ની સવારી ના સાથ સૈયદના એ અલી ની શાન માં કુરાને મજીદ માં સી ૩ સિફત બયાન ફરમાવી - અલીએ હકીમ, અલીએ અઝીમ અને અલીએ કબીર - અને એને અમીરુલ મુમિનીન મૌલાના અલી ઈબ્ને અબી તાલિબ ના ૩ મકામ સાથ જોરી. સૈયદના એ ગદીરે ખુમ નો કિસ્સો બયાન ફરમાવ્યો અને એ દિન નું ફઝલ અને એની માના બયાન ફરમાવી. સૈયદના એ મુમિનીન નો મીસાક લીધો અને કિતનાક ફરઝંદો નો નવો મીસાક ભી લીધો.