સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કરમ ફરમાવીને બોસ્ટન માં અશરા મુબારકા ની ખિદમત વાસ્તે હાફિઝુલ કુરઆન શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને મોકલા. શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ એ પાંચમી મોહર્રમ સી યૌમે આશુરા ૧૪૪૦ હિ. તક વાઅઝ ફરમાવી.

પાંચમી મોહર્રમ ની વાઅઝ માં મુમીન ની પેહચાન શું છે એ ઝિકર ફરમાવી. મુમીન કોણ કે જે પંજેતન પાક, અઈમ્મત તાહેરીન અને દોઆત મુતલકીન ની મારેફત કરતા હોઈ, એમ માનતા હોઈ કે હર ઝમાન માં રસુલુલ્લાહ સ.અ. ની નસલ માં એક ઈમામ હાઝીર અને મૌજૂદ છે અને જે વખ્ત ઈમામ ઉઝ ઝમાન પરદામાં છે તો આપ ના દોઆત મુતલકીન, તૈયબ ઈમામ સ.અ. ને નામ સી દાવત કરીને મુમિનીન ને હક ના રસ્તા ની તરફ હિદાયત દે છે. અપના ઝમાન ના દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અપને પંજેતન, અઈમ્મત અને દોઆત ની મારેફત કરાવે છે. શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ બયાન ફર્માયું કે આ સિલસિલો એક ઈમામ સી બીજા ઈમામ, એક દાઈ સી બીજા દાઈ, ખુદા નું રસ્સું છે, હબલુંલ્લાહ છે કે જે હર મુમીન ને અલ્લાહ તઆલા સાથે જોડે છે. હબલુલ્લાહ કોઈ વાર મુનકતે નહિ થાય, કોઈ વાર ભી તુટે નહિ. કુરઆને મજીદ માં ખુદા અમર કરે છે કે ખુદા ના રસ્સા સી વળગીને રહો.

પાંચમી મોહર્રમ ની વાઅઝ માં આપ એ અન્બીયા ના અખબાર ની ઝિકર કીધી. એક પછી એક નાતિક નવી શરીઅત લઈને આયા તાકે મોહમ્મદુન મુસ્તફા ની શરીઅત કામેલા (મુકમ્મલ), એજ મિસલ બચ્ચું માં ના પેટ માં તૈયાર થાય છે, એક પછી એક મરહલા (તબક્કા) તાકે ફર્ઝંદ જનાઈ છે.

અન્બીયા ની ઝિકર માં ખાસસતન મૂસા નબી અ.સ. ની ડાંગ ની તોજી બયાન કીધી. એમાં પાંચ વજેહ ની ઝિકર કીધી. કુરઆને મજીદ ની આયત પઢી જેમાં વાલેદૈન, માં બાવા, ની ઝિકર છે અને મવાલી તાહેરીન એ વાલેદૈન ના એહ્તેરામ અને ખિદમત ની ઝીકરો ફરમાવી છે તે બયાન કીધી. અપના અવલીયાહ સીખાવે છે કે માં બાપ ની ઉમર  થાય તો ફર્ઝંદો પર વાજિબ છે કે એના માં બાપ નું ધ્યાન રાખે. જેમ માં બાપ ફર્ઝંદો છોટા હતા ત્યારે એનું ધ્યાન રાખતા હતા.

છ ઠી મોહર્રમ ની વાઅઝ માં શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ રસુલુલ્લાહ સ.અ. ના અખબાર ની ઝિકર ફરમાવી. મુમિનીન ને પયગમબરે હક ની મારેફત કરાવી. જે સગલા એમ કહે છે કે “મેં અને મારા ખુદા”, યે નઝરીયો સહી નથી. ખુદા એ રસૂલ ને મોકલા અને મોહમ્મદ ને હુકુમ કીધો કે એમ કહો કે, “અગર તમે ખુદા ને મોહબ્બત કરતા હોઈ તો મને તાબે થાઓ”. રસૂલ ને તાબે થાય તો જ ખુદા ની મોહબ્બત સહી થાય. અને પછી રસુલુલ્લાહ એ એમ ફરમાવ્યું કે તમારા સી કોઈ અજર નથી માંગતો મગર કે તમે મારા એહલે બૈત ની મોહબ્બત કરો. અઈમ્મત ને તાબે થાય તો રસુલુલ્લાહ સાથે, અને સતર માં દોઆત ને તાબે થાય તો અઈમ્મત ના સાથે.

આ વાઅઝ માં મીસાક ની એહેમ્મીયત ની ઝિકર ફરમાવી. અને ખાસ કે ઈમામ ઉઝ ઝમાન ના દાઈ ને મીસાક આપે તો એ ખુદા નો એહેદ અને મીસાક છે. એના સબબ જ નજાત છે.

મોહમ્મદ રેહમતુન લિલ આલમીન છે, ખુદા એ રેહમત ના બે હિસ્સા કીધા છે.

"يؤتكم كفلين من رحمته" યે આયત ની પાંચ ફસલ બયાન કીધી અને મુમિનીન ને હિંમત આપી કે હરગિઝ કોઈ ખુદા ની રેહમત સી માયૂસ ન થઈ જાય.

સાત મી મોહર્રમ ની વાઅઝ માં શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ મૌલાતુના ફાતેમા ના શાન ની ઝિકર ફરમાવી અને બયાન કીધું કે આપ અમીરુલ મુમિનીન સ.અ. ના હુજ્જત છે, અઈમ્મત તાહેરીન ના માં સાહેબા છે. આપ નો ઘનો આલા મકામ છે. મૌલાતુના ફાતેમા ની શાદી મૌલાના અલી સાથે થઇ એહની એહેમ્મીયત બયાન કીધી. અને આ વાઅઝ માં વસીલા અને દોઆ ની એહેમ્મીયત ની ભી ઝિકર ફરમાવી. મૌલાતુના ફાતેમા સાથે વસલ કરીને દોઆ અને વસીલા ની કિતનિક ઝીકરો કીધી એમાં સી એક એમ કે આપ યે આપ ના વફાત ના પહેલા મુમિનીન ના હક માં ઘની દોઆ ફરમાવી. શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ ઈમામ અલી ઝૈનુલ આબેદીન ની દોઆઓ માં સી કિતનિક ઝીકરો કીધી અને ખુદ ની કિતનિક ઝીકરો કીધી કે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને સૈયદના કુત્બુદ્દીન ની દોઆ મુબારક નો શું અસર છે. મૌએઝત નું બયાન કીધું કે એ મુમિનીન અપના દાઈ ના દોઆ ની કીમત પેહ્ચાને અને એનો શુકુર કરે. ઇખ્લાસ સી એ દોઆ ની તલક્કી કરે તોજ એનો અસર એની ઝીંદગી માં થાય.

નવ મી મોહર્રમ ની વાઅઝ કે જે હસન ઈમામ અ.સ. ની વાઅઝ છે એમાં હસન ઈમામ ના ફઝાઈલ બયાન કીધા. આ વાઅઝ માં શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ નિરાલા અંદાઝ માં “મઆદ” ના લફ્ઝ ની તોજી બયાન કીધી. બયાન માં શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ અઈમ્મત ના નામો ની તસ્બીહ કીધી અને મુખ્તસર માં દોઆત મુતલકીન ની તારીખ ની ઝિકર કીધી. અને દોઆતો ની શાન અને મુમિનીન વાસ્તે દાવત કાઈમ કરવામાં દોઆતો એ સગલું કુરબાન કીધું છે એની ઝીકર કીધી.

હર વાઅઝ ના તમામ ના નઝદીક શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ પુરદર્દ ઈમામ હુસૈન ની શહાદત પઢી અન હર એક મુમીન ના આંખ સી આંસૂ ટપકી પડા અને ‘યા હુસૈન’ નો માતમ કીધો. હર વાઅઝ માં એ ઝીકર કીધી કે અપન મુમિનીન ના બલંદ નસીબ છે કે સાહેબુઝ ઝમાન ની શફાઅત અપના નસીબ માં છે.

મુમિનીન ને શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ નો ઘનો અસર હતો. અને જે સગલા વાઅઝ માં હાઝીર થયા યે સગલા ને નેમત નો એહસાસ થયો કે અપને મુમિનીન છું અને આ મજલિસો માં હાઝીર છું યે ઘની મોટી નેમત છે. હાઝિર થાનાર મુમિનીન ના દરમિયાન મોહબ્બત નો માહૌલ હતો અને આ દિનો માં એ મોહબ્બત ઝ્યાદા થઇ. હર રોઝ મુમિનીન યે આકા હુસૈન અ.સ. ની મુસીબત યાદ કીધી અને આંખો સી આંસૂ રવાં કીધા. ઈમામ હુસૈન યે દીન ખાતિર સગલું કુરબાન કરી દીધું. ઈમામ હુસૈન ની કુરબાની યાદ કરીને હક ના ખાતિર કુરબાની આપવાને હોંસલો બલંદ કીધો.

અશરા મુબારકા માં શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ યે અવલીયાઉલ્લાહ ના અખબાર બયાન ફરમાયા, આલે મોહમ્મદ અને એહના દોઆત ના ઇલ્મ ની બરકાત મુમિનીન યે હાંસિલ કીધી. પછી આશુરા ના દિન અજબ વલવલા સી મકતલ નું બયાન ફરમાવ્યું અને કરબલા નો મનઝર મુમિનીન ના આંખો ના સામને લઇ આયા. અજબ શાન સી આશુરા ના દિન મુમિનીન ને હુસૈન ઈમામ ની શહાદત પઢીને સુનાવી.

હુસૈન ઈમામ અને આપના એહલે બૈત અને અસહાબ યે યઝીદ ના હાથ પર કરબલા માં જે મુસીબતો સહી એની ઝિકર ફરમાવી. મુમિનીન યે ઘનો ગમ કીધો. આંખો સી આંસુ વરસાયા અને જોશ માં હુસૈન ઈમામ નો માતમ કીધો. શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ એ ઘણા જઝબા અને વલવાલા સી બયાન કીધું અને હર એક મુમીન ના દિલ પર ઘનો અસર હતો. અને સગલા એ આંખો સી આંસુ ટપકાવીને જન્નત માં દરજાત હાંસિલ કીધા.

મુમિનીન યે આ નેમત પર હઝરત ઈમામ્મીયાહ માં શુકુર ના સજદાત અરઝ કીધા.

ખુદા તઆલા અપના મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ની ઉમરે શરીફ ને તા રોઝે કયામત દરાઝ અને દરાઝ કરે. ખુદા તઆલા શેહ્ઝાદા અઝીઝ ભાઈસાહેબ ને અફ્ઝલુલ જઝા અતા કરે અને સૈયદના ત.ઉ.શ. ના સાયા માં બાકી રાખે