સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે અશરા મુબારકા ૧૪૪૦ હિ. માં દારુસ સકીના મુંબઈ માં તખ્તે ઈમામી પર જલવા અફરોઝ થઈને અજબ શાન સી વાઅઝ ફરમાવી. પંજેતન પાક સ.અ., અઈમ્મત તાહેરીન અને દોઆત મુતલકીન ની મારેફત કરાવી. દુનિયા અને આખેરત ની ઝીંદગી વાસ્તે હિદાયત બખ્શી. મૌલાના એ બયાનો માં મુમિનીન ને હિકમત ના લાકીમત મોતીઓ સી નવાઝા.

મૌલાના એ કરમ ફરમાવીને પહેલી તીન વાઅઝ ને રીલે ની રઝા ફરમાવી, એ વાઅઝ રબીઉલ અવ્વલ ના આખિર લગ મુમિનીન દેખી સકે છે. ઇન્શાઅલ્લાહ. મૌલાના ના બાકી ના દિનો ની વાઅઝો માં સી ભી કિતનાક બયાન ની વિડીઓ યુ-ટ્યુબ પર મુકવામાં આવશે.

યે બયાનો ની એક ઝલક વાઅઝ ની તલખીસ (સારાંશ) માં પેશ કરવાની કોશિશ કીધી છે. અને તેના સાથે યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ની મદેહ પેશ કીધી છે, જે મદેહ માં આપ મૌલાના ની વાઅઝ માં સી કિતનિક ઝીકરો ની તઝમીન કીધી છે.

સૈયદના એ કરમ કરીને રઝા ફરમાવી હતી કે આપ ની પહેલી તીન વાઅઝ યુ-ટ્યુબ પર રીલે થાય. યે વાઅઝો ને દુનિયા માં હઝારો મુમિનીન એ દેખી.