અજબ હમારી ખુશ નસીબી છે કે સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ના ૫૩ માં મીલાદ નું જશન હમને મનાવુ નસીબ થયું. વો ઇમામુઝ ઝમાન ના દાઈ કે જેના સી લાખો મુમિનીન ની કિસ્મત ખુલી ગઈ. જે વિલાદત ના સબબ હઝારો નુફૂસ ને નજાત હાસિલ થાનાર છે. જન્નત માં દાખિલ થાનાર છે. જે વિલાદત ના સબબ દાવત અને મુમિનીન ને અમાન છે. અને દુશ્મનો ના કૈદ નાકામિયાબ છે. વો સાહેબ કે જે આ દુશ્મન ફરાએના સી મુમિનીન ને બચાવી ને ઇમામુઝ ઝમાન ની દાવત માં નસરે અઝીઝ અને ફતહે મુબીન લાવનાર છે.

આ મીલાદ કે જે મુમિનીન વાસ્તે ઈદ છે, એની તૈયારીઓ મીલાદ ના પહેલા સી શુરુ થઇ ગઈ હતી. દારુસ સકીના માં અજબ ખુશી અને તૈયારી નો હંગામ હતો. તદબીર, એલાનાત, મૌકે, તઝયીન : આ મિસલ ની ચીઝો માં મુમિનીન મશગૂલ હતા.

૨૬ મી રબીઉલ આખર ની રાત, મીલાદ ની રાત સી એહતેફલાત શુરુ થયા. તમામ દુનિયા સી મુમિનીન આ બરકાત લેવાને હાઝિર થયા હતા. સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. એ મગરિબ અને ઈશા ની નમાઝ ઇમામત સી પઢાવી. અને તે બાદ ખુશી ની મજલિસ માં ઈમામી જલવા માં તશરીફ લાયા. મજલિસ કુરાને મજીદ ની તિલાવત સી શુરુ થઇ. શેહઝાદા ડૉ. હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન ઈબ્ને સૈયદના કુત્બુદ્દીન રી.અ., હાફિઝુલ કુરાન એ આયતુન નૂર ની તિલાવત કીધી. અને આપનો મીઠો આવાઝ મજલિસ માં ગુંજી ઉઠો.

કસીદા મુબારકા ની તિલાવત બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઇલ્મે આલે મોહમ્મદ ના લાકીમત જવાહીર સી મુમિનીન ને નવાઝા. આપ એ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની રિસાલત શરીફા “તકબીરો સકીનતે ફતહિન મુબીન” માં સી હમ્દ અને સલવાત ની ઇબારત પઢીને એની તફસીર ફરમાવી. સૈયદના ત.ઉ.શ. ના બયાન મુબારક ની રિકોર્ડિંગ આલમે ઈમાન માં રીલે થઇ.

સૈયદના ત.ઉ.શ. ના મીલાદે મૈમૂન અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના મીલાદે મૈમૂન ના દરમિયાન તીન દિન સૈયદના ત.ઉ.શ. એ મુમિનીન ને સબક પઢાયા. મૌલાના ત.ઉ.શ. એ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા “અલ અકલો ફિલ ઇન્સાને આલલ જૌહરી” માં સી અબિયાત પઢી અને એની મઆની બયાન ફરમાવી. સૈયદના ત.ઉ.શ. ના ઈલ્મ ની ગેહરાઈ ઘણી વાઝેહ નઝર આવી. અને આપ એ એક બૈત ના ઉપર બે (૨) કલાક તફસીર ફરમાવી. સૈયદના એ મુમિન ની ઝિંદગી નો મકસદ સાફ બયાન ફરમાવ્યો. અને લાકીમત મૌએઝત ના મોતીઓ નિસાર કીધા.

સૈયદના ત.ઉ.શ. એ મુમિનીન ને ઝિયાફત નું શરફ ભી અતા ફરમાવ્યું. સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ની રાતે સૈયદના ત.ઉ.શ. મગરિબ અને ઈશા ની નમાઝ બાદ મજલિસ માં જલવા નુમા થયા. મજલિસ માં દરીસ ની તિલાવત થઇ.

૨૮ મી રબીઉલ આખર હલકા સૈફીયા ના મુમિનીન અને મુમિનાત ને ઝિયાફત નું શરફ મળું. જે સગલા વર્ષો થી ઝુમુરરુદતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત સૈફીયા બાઈસાહેબા ના હાથ પર આલે મોહમ્મદ ના ઈલ્મ ની બરકાત લઇ રહ્યા છે. શેહઝાદી સાહેબા દર હફ્તે દસ હલકા કરતા ઝિયાદા પઢાવે છે. એમાં હકીકત, તાવીલ, ફિકેહ, અખબાર અને રિસાલત પઢાવે છે. હલકા ના મેમ્બરો એ મૌલાના ત.ઉ.શ. ની બેઠક વાસ્તે જન્નત ના અમસાલ મુતાબિક એક બગીચો બનાવ્યો હતો. મુમિનીન ને મદેહ, તકરીર, અને સ્કિટ અરઝ કરવાનું શરફ ભી મળું. મૌલાના એ હલકા ના લોગો ને આલે મોહમ્મદ નું ઈલ્મ હાસિલ કરવા માં રગબત દિલાવી, અને ઈરશાદાત ફરમાવ્યા.

મીલાદ ના દિનો માં ખુશી નું જમણ હતું અને એક દિન બાર્બિક્યુ ભી હતું. પહેલી જુમાદલ ઉલા મુમિનીન ને કદમબોસી નું શરફ હાસિલ થયું.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ના દિન મુમિનીન એ દારુસ સકીના માં સ્પોર્ટ્સ નો પ્રોગ્રામ રાખો હતો જેમાં સવારે ક્રિકેટ સ્પર્ધા થઇ. બચ્ચાઓ ના સ્પોર્ટ્સ ભી હતા. સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ઝોહર પહેલા પધારા અને જીતનાર ટીમ ને ઇનામ આપું. બપોરે બૈરાઓ નું સ્પોર્ટ્સ પ્રોગ્રામ થયો જેમાં વૉલીબૉલ અને બેડમિન્ટન ની સ્પર્ધા થઇ. આ સગલા દરમિયાન બિરાદરી અને ખુશી નો હંગામ હતો. પ્રોગ્રામ ના દરમિયાન સ્નેક્સ આપવા માં આવ્યા હતા.