સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અય્યામુલ બર્કાતીલ ખુલ્દીયાહ માં ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ના મૌકે પર બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા, યુ.એસ.એ., માં ખતમુલ કુરઆન ની મજલી માં જલવા અફરોઝ થયા.

સદકલ્લાહ ની દોઆ માં, સૈયદના ત.ઉ.શ. એ દોઆત મુતલકીન માં મૌલાના મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન ના અઝીમ મકામ ની ઝિકર ફરમાવી. એમ ફરમાવ્યું કે સૈયદના તાહેર સૈફુદ્દીન ને ઈમામ ઉઝ ઝમાન અ.સ. એ ઇતના નઝદીક કીધા કે “કાબા કૌસૈન અવ અદના” – બે કૌસ જીતના નઝદીક, બલકે ઝ્યાદા. કુરઆન મજીદ ની આયત નો ઈશારો કીધો જેમાં રસુલુલ્લાહ ના મેઅરાજ ની ઝિકર છે કે રસુલુલ્લાહ ખુદા સી ઇતના નઝદીક થયા કે બે કૌસ ના દરમિયાન જીતની જગહ હોઈ ઇતના નઝદીક, બલકે ઝ્યાદા નઝદીક. (સૂરત અલનજમ : ૮).

સદકલ્લાહ ના બાદ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની નિયત પર દરીસ ની તિલાવત થઇ.

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા "عليك سلام الله دابا مؤبدا" ની તિલાવત થઈ અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના દાવત ની ઝબાન ના મરસીયા “તસ્બીહ કરે છે મુમિનીન” ની તિલાવત થઇ.