સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. નો ત્રીજો ઉર્સ મુબારક:૨૩ મી જુમાદલ ઉખરા૧૪૪૦ હિ. (નસીમો બરકાતિલ ઉરસિલ મુબારક)

૫૩ માં દાઈ અલ મુતલક ના ત્રીજા ઉર્સ મુબારક માં મુમિનીન એ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ., અપના બાવા શફીક ના એહસાનાત યાદ કીધા, આપના ફઝાઈલ અને શાનાત ને યાદ કરી ને શુકુર કીધો. એ

મુબારક અય્યામ માં બરકાત હાસિલ કરવા ને અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઝિયારત કરવા ને હિન્દુસ્તાન અને ફોરેન ના બિલાદ ઘણા મુમિનીન દારુસ સકીના માં હાઝિર થયા હતા.

દારુસ સકીના, થાના માં સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના મઝારે અકદસ માં તીન રાત ખતમુલ કુરાન ની મજલિસ થઇ, એજ મિસલ ઉર્સ મુબારક ના દિન ભી રૌઝા કુત્બિયા ના સાયા માં ખતમુલ કુરાન ની મજલિસ થઇ. જુમાદલ ઉખરા ની ૨૧ મી અને ૨૨ મી રાતે, મુમિનીન ઈવાને ફાતેમી માં જમે થયા અને સૈયદના કુત્બુદ્દીન મૌલા રી.અ. ની યાદ માં કુરાને મજીદ અને મરસિયા ની તિલાવત કીધી, અને ઇમામ હુસૈન સ.અ. નો માતમ કીધો. ૨૨ મી રાતે શેહઝાદા ડૉ. હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન એ સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના એહસાનાત અને શાનાત ને યાદ કરતા હુવા પુર અસર તકરીર કીધી. તકરીર માં ૫૩ ના અદદ ની ફુસૂલ બયાન કીધી. તે બાદ એક મુમિન મુખલિસ શેખ અબ્દુલ હુસૈન ઈબ્રાહીમ એ તકરીર કીધી જેમાં સૈયદના કુત્બુદ્દીન રી.અ. સાથે જે અનુભવો થયા એની ઝિકર કીધી. મજલિસ ના બાદ સલવાત ની નિયાઝ નું જમન થયું. મુમિનીન એ ઉર્સ ના અય્યામ માં દિન અને રાત સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઝિયારત કીધી.

જુમાદલ ઉખરા ની ૨૩ મી રાતે, ઉર્સ મુબારક ની રાતે, ઇવાને ફાતેમી માં સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. એ મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી અને તે બાદ આપ ઉર્સ મુબારક ની મજલિસ અને વાઅઝ વાસ્તે જલવા અફરોઝ થયા. ઉર્સ ની મજલિસ માં, આકા મૌલા અને સગલા મુમિનીન એ ખતમુલ કુરાન ની તિલાવત કીધી, અને તે બાદ સૈયદનલ મિનઆમ એ અજબ શાન સી સદકલ્લાહ ની દોઆ પઢી. સદકલ્લાહ ના બાદ સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની યાદ માં “સલામુન અલૈકા અ કુત્બલ હુદા” અને બીજા મરસિયા પઢાયા.

તે બાદ સૈયદનલ મિનઆમ એ તખ્તે ઇમામી પર જલવા અફરોઝ થઇ ને અજબ શાન સી વાઅઝ મુબારક ફરમાવી. ઇમામુઝ ઝમાન નું ફૈઝ અને તાઈદ નું સરયાન મૌલાના ની વાઅઝ મુબારક માં એયાનન નઝર આવતું હતું. આપ એ કુરાને મજીદ ની ૪ આયત ની તિલાવત ફરમાવી અને ૪ મકામ ની ઝિકર ફરમાવી: નબી, વસી, ઇમામ અને દાઈ. મૌલાના એ સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના નિરાલા મકામ ની ઝિકર ફરમાવી અને મુમિનીન ને મારેફત ના દરજાત માં ચઢાયા. મૌલાના એ સગલા મુમિનીન, મુમિનાત અને એના પ્યારા ફરઝંદો ના હક્ક માં ઘણી દોઆઓ ફરમાવી અને આકા હુસૈન સ.અ. ની શહાદત પર વાઅઝ મુબારક તમામ ફરમાવી.

વાઅઝ  મુબારક  ઇન્ટરનેટ ના ઝરિયા સી રીલે કરવા માં આવી તાકે તમામ દુનિયા માં  મુમિનીન બરકાત હાસિલ કરી શકે.

વાઅઝ ની ૨ વિડીયો ખાસ યહાં પેશ કરીયે છે:

દાઈ ના જનાઝા ની ઝિકર - સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના બયાન માં સી સૈયદના ત.ઉ.શ. એ ઝિકર ફરમાવી કે અહમદાબાદ માં ૪૮ માં દાઈ સૈયદના અબ્દુલ હુસૈન હુસામુદ્દીન રી.અ. ના વફાત ના બાદ શું બનું. ૪૯ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. તે વક્ત મુંબઈ માં તશરીફ રાખતા હતા અને આપ ૪૮ માં દાઈ ના જનાઝા વાસ્તે અહમદાબાદ ન પધારી શકા.

શું મૂસા કાઝિમ મંસૂસ હતા? - સૈયદના ત.ઉ.શ. એ આ સવાલ ના બારા માં ઝિકર ફરમાવી અને એના બારા માં પાંચ માં દાઈ સૈયદના અલી બિન મોહમ્મદ રી.અ. ના બયાન માં સી બયાન ફરમાવ્યું.

વાઅઝ ના બાદ આકા મૌલા ત.ઉ.શ. કુત્બુદ્દીન મૌલા રી.અ. ની ઝિયારત વાસ્તે રૌઝા મુબારકા માં પધારા. આપના ચો તરફ મુમિનીન અને મુમિનાત હતા. કબર મુબારક પર સંદલ ચઢાવ્યું અને ગિલાફ અને ફૂલ ની ચાદરો ચઢાવી.

ઉર્સ મુબારક ના દિન, આકા મૌલા ત.ઉ.શ. સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના રૌઝા મુબારકા ના સેહેન માં જલવા અફરોઝ થયા. એ મુબારક જગા માં જન્નત ની ખુશબો મેહેકતી હતી. ઉર્સ મુબારક ની ખતમુલ કુરાન ની મજલિસ સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન બાવા રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ., બેવે દાઈ ની નીયત પર થઇ. આપ બેવે મૌલા નો ઉર્સ ૨૩ મી જુમાદલ ઉખરા છે. તે બાદ મરસિયા પઢાયા.

૨૧ મી અને ૨૨ મી જુમાદલ ઉખરા પહેલીજ વાર તમામ આલમ ના મસૂલો નું ઈજતેમા થયું. એના ઇફ્તેતાહ માં સૈયદના ત.ઉ.શ. એ બયાન ફરમાવ્યું જેમાં મસૂલો ને પોતાના પદ અને ઝિમ્મેદારીઓ ની અહમ્મીયત ના બારા નસીહત ફરમાવી. અલગ અલગ ગામો ના મસૂલો એ પોતાના અનુભવો ની ઝિકર કીધી અને દાવત ની ખિદમત કેમ ઝિયાદા થઇ શકે, મુમિનીન ની ખૈર ખ્વાહી કેમ ઝિયાદા થઇ શકે, એના બારામાં પોતપોતાના ખ્યાલ પેશ કીધા.

ખુદા તઆલા જન્નતુલ ફિરદૌસ માં મૌલાના કુત્બુદ્દીન રી.અ. ને અપના તરફ સી સલામ પહોંચાવજો અને આપના વારિસ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઉમર શરીફ ને કયામત ના દિન લગ દરાઝ કરજો. આપ મૌલા મુમિનીન ને જન્નત ની તરફ હિદાયત દેવાને હમેશા બાકી રહે. ખુદા તઆલા આપ ને નસરે અઝીઝ અને ફતહે મુબીન અતા કરજો. આમીન યા રબ્બલ આલમીન.

વાઅઝ ના બાદ આકા મૌલા ત.ઉ.શ. કુત્બુદ્દીન મૌલા રી.અ. ની ઝિયારત વાસ્તે રૌઝા મુબારકા માં પધારા. આપના ચો તરફ મુમિનીન અને મુમિનાત હતા. કબર મુબારક પર સંદલ ચઢાવ્યું અને ગિલાફ અને ફૂલ ની ચાદરો ચઢાવી.

ઉર્સ મુબારક ના દિન, આકા મૌલા ત.ઉ.શ. સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના રૌઝા મુબારકા ના સેહેન માં જલવા અફરોઝ થયા. એ મુબારક જગા માં જન્નત ની ખુશબો મેહેકતી હતી. ઉર્સ મુબારક ની ખતમુલ કુરાન ની મજલિસ સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન બાવા રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ.બેવે દાઈ ની નીયત પર થઇ. આપ બેવે મૌલા નો ઉર્સ<૨૩ મી જુમાદલ ઉખરા છે. તે બાદ મરસિયા પઢાયા.

૨૧ મી અને ૨૨ મી જુમાદલ ઉખરા પહેલીજ વાર તમામ આલમ ના મસૂલો નું ઈજતેમા થયું. એના ઇફ્તેતાહ માં સૈયદના ત.ઉ.શ. એ બયાન ફરમાવ્યું જેમાં મસૂલો ને પોતાના પદ અને ઝિમ્મેદારીઓ ની અહમ્મીયત ના બારા નસીહત ફરમાવી. અલગ અલગ ગામો ના મસૂલો એ પોતાના અનુભવો ની ઝિકર કીધી અને દાવત ની ખિદમત કેમ ઝિયાદા થઇ શકેમુમિનીન ની ખૈર ખ્વાહી કેમ ઝિયાદા થઇ શકેએના બારામાં પોતપોતાના ખ્યાલ પેશ કીધા.

ખુદા તઆલા જન્નતુલ ફિરદૌસ માંમૌલાના કુત્બુદ્દીન રી.અ. ને અપના તરફ સી સલામ પહોંચાવજો અને આપના વારિસ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઉમર શરીફ ને કયામત ના દિન લગ દરાઝ કરજો. આપ મૌલા મુમિનીન ને જન્નત ની તરફ હિદાયત દેવાને હમેશા બાકી રહે. ખુદા તઆલા આપ ને નસરે અઝીઝ અને ફતહે મુબીન અતા કરજો. આમીન યા રબ્બલ આલમીન.