સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ., બીજો ઉર્સ મુબારક : ૨૩ મી જુમાદિલ ઉખરા ૧૪૩૯ હિ. નસીમો બરકાતીલ ઉર્સ અલ મુબારક

સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ને મુમિનીન અપના બાવા શફીક ના ફઝાઈલ અને શાનાત યાદ કરતા હુઆ અને આપ ના એહ્સાનાત નો શુકુર કરતા હુઆ મનાયો.

દારુસ સકીના માં સૈયદના કુત્બુદ્દીન ના મઝાર એ અકદસ માં તીન રાત અને ઉર્સ મુબારક ના દિન ખતમુલ કુરઆન ની મજલીસ થઇ. ૨૧ મી અને ૨૨ મી જુમાદિલ ઉખરા મુમિનીન ઈવાને ફાતેમી માં જમે થયા અને કુત્બુદ્દીન મૌલા ની યાદ માં કુરઆન મજીદ અને મરસીયા તિલાવત કીધા. અને હુસૈન ઈમામ અ.સ. નો માતમ કીધો. મજલીસ ના બાદ મુમિનીન એ સલવાત નિયાઝ ના જમણ તનાવુલ કીધું. મુમિનીન યે ઉર્સ ના અય્યામ માં દિન અને રાત સૈયદના કુત્બુદ્દીન ની ઝીયારત કીધી.

૨૨ મી જુમાદિલ ઉખરા (જુમોઆ ના દિન) કુત્બુદ્દીન મૌલા ના વારીસ મુબીન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈવાને ફાતેમી માં ઝોહર અને અસર ની ઇમામત સી નમાઝ પઢાવી. તે બાદ મૌલાનાં ઝીયારત વાસ્તે પધારા. સૈયદના એ પેહલે નું સંદલ નિકાલી ને કબર મુબારક ના ગસીલ નું અમલ ફરમાયુ.

૨૩ મી જુમાદિલ ઉખરા , ઉર્સ મુબારક ની રાતે, ઈવાને ફાતેમી માં સૈયદના ફખરુદ્દીન એ મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવી. તે બાદ સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના તવસ્સુલ ની ૨ (બે) રકઅત નમાઝ પઢાવી. તે બાદ આકા મૌલા ત.ઉ.શ. સૈયદના કુત્બુદ્દીન ના રોઝત મુબારકા ના સેહેન માં ઉર્સ મુબારક ની મજલીસ વાસ્તે જલવા અફરોઝ થયા. યે મુબારક જગહ માં, યે મજલીસ માં જન્નત ની ખુશ્બુ મેહેક્તી હતી.

સૈયદના કુત્બુદ્દીન ના રોઝા મુબારક ઝમીન માં રોશન સિતારા ની મીસલ ચમકતા હતા. ઇન્શાઅલ્લાહો તઆલા, જેમ આકા મૌલા યે ફજેરે ઉર્સ મુબારક ની વાઅઝ માં દોઆ ફરમાવી, કુત્બુદ્દીન મૌલા ના રોઝા મુબારકા નઝદીક માં બની જાશે. મૌલાના એ ફરમાયુ કે મુમિનીન મોહબ્બત સી રોઝત મુબારકા બનાવવાની ખિદમત માં શામિલ થઇ રહ્યા છે, અને અલ્લાહ તઆલા અને અલ્લાહ ના વલી સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ની ખુશી વાસ્તે જે ચાહતા હોઈ એ હજી ભી ખિદમત માં શામિલ થઇ શકે છે. મુમિનીન મુમેનાત અને એહના પ્યારા ફરઝંદો ને હમેશા સૈયદના કુત્બુદ્દીન ની ઝિયારત ની બરકાત ઇન્શાઅલ્લાહ  મળતી રેહશે.

ઉર્સ ની મજલીસ માં આકા મૌલા અને સગલા મુમિનીન યે ખતમુલ કુરઆન ની તિલાવત કીધી, અને તે પછી સૈયદનલ મિનઆમ એ અજબ શાન સી સદકલ્લાહ ની દોઆ પઢી. સદકલ્લાહ બાદ સૈયદના કુત્બુદ્દીન ની યાદ માં મરસીયા પઢાયા. શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન એ સૈયદના કુત્બુદ્દીન ના એહ્સાનાત અને શાનાત યાદ કરતા હુઆ પુર અસર તકરીર કીધી. તકરીર માં સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ની સૈયદના કુત્બુદ્દીન શહીદ રી.અ. સી શાનાત સી જોડતા હુઆ ૭ ફસલ બયાન કીધી.

ઉર્સ ની રાતે મજલીસ બાદ આકા મૌલા ત.ઉ.શ. કુત્બુદ્દીન મૌલા ની ઝિયારત વાસ્તે રોઝત મુબારકા માં પધારા. આપના ચોતરફ મુમિનીન અને મુમેનાત હતા. કબર મુબારક પર સંદલ ચઢાયું અને ગિલાફ અને ફૂલ ની ચાદર ચઢાવી. બીજે દિન, વાઅઝ માં આકા મૌલા એ કરમ કરીને ફરમાયુ કે આપ હમેશા સગલા મુમિનીન ના તરફ સી ઝિયારત કરે છે, મુમિનીન જહાં ભી રેહતા હોઈ.

૨૩ મી તારીખ ફજેરે ઉર્સ ના મુબારક દિન માં, મૌલાનલ મન્નાન એ ઇમામત સી ફજેર ની નમાઝ ઇવાને ફતેમી માં પઢાવી. પછી ૧૦:૩૦ વાગ્યે આકા મૌલા ત.ઉ.શ. કુત્બુદ્દીન મૌલા ની ઝીયારત વાસ્તે પધારા. તે બાદ ઇવાન માં મજલીસ અને વાઅઝ વાસ્તે જલવા અફરોઝ થયા. ઉર્સ મુબારક ની ખતમુલ કુરઆન ની મજલીસ સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન બાવા રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. બેવે દાઈ ની નિયત પર થઇ. આપ બેવે મૌલા નો ઉર્સ ૨૩ મી જુમાદિલ ઉખરા ના દિન છે. તે બાદ મરસીયા પઢાયા.

ઉર્સ ના દિન સૈયદનલ મિનઆમ તખ્તે ઈમામી પર જલવા અફરોઝ થઈ ને અજબ શાન સી વાઅઝ મુબારક ફરમાવી. ઈમામ ઉઝ ઝમાન ના ફૈઝ અને તાઈદ નું સરયાન મૌલાના ની વાઅઝ મુબારક માં ઈયાનન નઝર આવતું હતું. મૌલાના એ અપના મવાલી તાહેરીન ના બયાનો ની બરકત લઇ ને “જન્નત” ના ૭ વજેહ બયાન ફરમાયા. આપ એ સૈયદના અલ-મોઅય્યદ શિરાઝી રી.અ. ના બયાન માં સી ઝિકર ફરમાવી કે નબી, વસી,ઈમામ અને દાઈ હક્કન જન્નત ની તરફ હિદાયત દેનાર છે. યે સગલા માં જન્નત નું નુર છે, ગોયા એહની ઝાત જન્નત છે. મૌલાના એ સૈયદના કુત્બુદ્દીન ની પુર અસર ઝિકર ફરમાવી. આપ એ ફરમાયુ કે સૈયદના કુત્બુદ્દીન નો એક દિન પૂરી ઝીંદગી બરાબર હતો, અને આપ ની ઝીંદગી એક ઝમાના બરાબર હતી. રસુલુલ્લાહ સ.અ. એ ફરમાયુ છે કે જન્નત મુમિનીન ની તરફ શોખ કરે છે કેમ કે એક એક મુમિનીન જન્નત માં પોહ્ન્ચે છે તો જન્નત ની રોશની ઝ્યાદા થાય છે. સૈયદના કુત્બુદ્દીન ના નૂર સી જન્નત ની રોશની અદઆફ્ન મુદાઆફ્ન ઝ્યાદા થઇ. મૌલાના એ સગલા મુમિનીન મુમેનાત અને એહના પ્યારા ફરઝંદો વાસ્તે ઘની દોઆ ફરમાવી.

વાઅઝ મુબારક ના પછી મૌલાના એ ઝોહર અને અસર ની નમાઝ પઢાવી, અને પછી મુમિનીન એ નિયાઝ નું જમણ તનાવુલ કીધું.

 

સૈયદના કુત્બુદ્દીન શહીદ રી.અ. ના ઉર્સ મુબારક

સૈયદના કુત્બુદ્દીન શહીદ રી.અ. ના ઉર્સ મુબારક ની રાતે આપ ના વારીસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઉર્સ મુબારક ની મજલીસ માં ઈવાને ફાતેમી માં જલવા અફરોઝ થયા. ખતમુલ કુરઆન ના બાદ સદકલ્લાહ ની દોઆ ની તિલાવત કીધી. કસીદા મુબારકા અને સૈયદના કુત્બુદ્દીન નો હાદેસો પઢાયા. આકા હુસૈન સ.અ. નો માતમ થયો

અલ્લાહ તઆલા જનનતુલ ફિરદોસ માં સૈયદના કુત્બુદ્દીન શહીદ, સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ને અપના તરફ સી સલામ પોહ્ન્ચાવજો, અને સૈયદના કુત્બુદ્દીન ના વારીસ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઉમરે શરીફ ને તા કયામત દરાઝ અને દરાઝ કરજો. આપ મુમિનીન ને જન્નત ની તરફ હિદાયત દેવાને હમેશા બાકી રહે. અલ્લાહ તઆલા આપ ને નસરે અઝીઝ અને ફતહે મુબીન અતા કરજો. આમીન યા રબ્બલ આલમીન.