સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની રઝા અને દોઆ મુબારક સી, ૨૧ મી અને ૨૨ મી જુમાદલ ઉખરા ૧૪૪૦ હિ., દારુસ સકીના થાના માં મસૂલ કોઓર્ડિનેશન કમિટી ના ઝૈરે એહતેમામ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ત્રીજા ઉર્સ ના મુબારક અય્યામ માં પહેલી મસૂલ કોન્ફરન્સ અક્દ થઇ.

દાવત ની ખિદમત અને મુમિનીન ની ખૈર ખ્વાહી કેમ ઝિયાદા કરવી, એ કોન્ફરન્સ નો મકસદ હતો. ચાલીસ કરતા ઝિયાદા મસૂલો અને દાવત ની કમિટીઓ માં સી કિતનાક ખિદમતગુઝારો ઉર્સ મુબારક વાસ્તે અને આ બે દિન ના કોન્ફરન્સ વાસ્તે હિન્દુસ્તાન, યૂ.એ.ઈ., સિંગાપોર, હોંગ કોંગ, યૂ.કે. અને અમેરિકા સી હાઝિર થયા હતા.

સૈયદના ફખરુદ્દીન એ પ્રોગ્રામ નું ઇફ્તેતાહ કીધું અને નૂરાની કલેમાત સી મસૂલો ને ફૈઝયાબ કીધા. બયાન માં સગલા ને અમલ અને ખિદમત ની તરગીબ કીધી. સગલા ની હિમ્મત વધાવી. મસૂલો ને ઇરશાદ ફરમાવ્યું કે એ સગલા એ એહેદ આપો છે અને એના સબબ સગલા પર ઘણી મોટી ઝિમ્મેદારી છે. મૌલાના એ ફરમાવ્યું કે મસૂલ ને એના ગામ માં મૌલાના ના તરફ સી ઝીમ્મેદારી સોંપવામાં આવી છે. તે બાદ મૌલાના એ ફરમાવ્યું કે ‘મસૂલ’ નો લફ્ઝ સવાલ પર સી છે જેની માના એમ છે કે હર મસૂલ ને એની ઝિમ્મેદારી ના બારા માં સવાલ થશે. સગલા મસૂલો અને ખિદમતગુઝારો ને મૌલાના ના બયાન, શફકત અને શિખામણ ના કલામ સી ખિદમત માં ઉત્સાહ અને નશાત ઝિયાદા થયું અને પોતાની ઝિમ્મેદારી નો એહસાસ થયો.

બે દિન ના દરમિયાન ઘણી તકરીરો, ગુફ્તગુ અને ચર્ચા થઇ, પ્રેઝેન્ટેશન અને મિટિંગો થઇ, જેમાં એક એક મસૂલ અને ખિદમતગુઝાર એ એના ખયાલો પેશ કીધા. મુમિનીન દાવત અને દાઈ સી કેમ કરીબ થાય, મુમિનીન ની તરફ મૌલાના નો પૈગામ કેમ પહોંચે અને મુમિનીન ની બેહબૂદગી અને ખૈર ખ્વાહી વાસ્તે કેમ અચ્છા માં અચ્છી તદબીર થાય એની વાતો ભી થઇ.

દાવત ની કમિટીઓ ના ખિદમતગુઝારો એ ભી ઝિકર કીધી કે શું શું ખિદમત અંજામ દઈ રહ્યા છે અને શું શું નિઝામ સી કામ થઇ રહ્યું છે. એમાં કમ્યુનિકેશન, રાજ કમિટી, ફાઈનેનશલ એડવાઇઝરી (કરઝન હસના અને મુવાસાત) અને કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ ની કમિટી માં સી ભી ખિદમતગુઝારો હાઝિર હતા.

હર મસૂલ એ પોતાના ગામ ની તફસીર સી ખબર આપી. એ ગામ માં શું શું કામયાબી હાસિલ થઇ છે અને શું શું મુશ્કિલો સામને આવે છે એની ઝિકર કીધી. એક બીજા ના અનુભવો ના બારા માં સુની ને સગલા ને ઘણો ફાયદો થયો.

કોન્ફરન્સ માં ખુશગવાર મોહબ્બત નો માહોલ હતો. અલગ અલગ ગામો ના મસૂલો એક બીજા સી મળી ને ઘણા ખુશ થયા. ખાસ્સતન જમનો અને દારુસ સકીના ના નઝદીક ઉપવન તળાવ ના યહાં પિકનિક માં સગલા ને ઘણો લુત્ફ આયો.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના ઉર્સ ની મુબારક રાતે કોન્ફરન્સ તમામ થયું. મસૂલો એ કોન્ફરન્સ માં ઘણો ફાયદો હાસિલ કીધો અને સગલા એ “એક્શન આઈટમ” ની લિસ્ટ તૈયાર કીધી કે આવતા મહિનાઓ માં શું શું કામ ને અંજામ દેવાનું છે.