આલિમે આલે મોહમ્મદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઈલ્મ અને હિકમત ના મમ્બા છે. જે સગલા મુમિનીન સબક ના હલકા માં શામિલ થાય છે, એ સગલા ને મૌલાના એ કરમ કરી ને રઝા ફરમાવી છે કે સબક માં હાઝિર થાય અને ઇમામુઝ ઝમાન ના નાઇબ ના નઝદીક સી આલે મોહમ્મદ ના ઈલ્મ ની બરકત હાસિલ કરે. એ સબકો દાઈઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ (૨૬ મી રબીઉલ આખર) અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ના મુબારક મૌકે (૨૯ મી રબીઉલ આખર) ના દરમિયાન થશે.

સબક નો પ્રોગ્રામ આ મિસલ છે:

  • પહેલું સબક: રબીઉલ આખર ની ૨૭ મી રાતે (જુમેરાત ૩ જાન્યુઆરી) મગરિબ અને ઈશા ની નમાઝ ના બાદ, દારુસ સકીના, મુંબઈ માં.
  • બીજું સબક: રબીઉલ આખર ની ૨૮ મી રાતે (જુમા ૪ જાન્યુઆરી) મગરિબ અને ઈશા ની નમાઝ ના બાદ, દારુસ સકીના, મુંબઈ માં.
  • ત્રીજું સબક: ત્રીજું સબક: રબીઉલ આખર ની ૨૯ મી રાતે (શનિવાર ૫ જાન્યુઆરી) મગરિબ અને ઈશા ની નમાઝ ના બાદ, દારુસ સકીના, મુંબઈ માં.

જે મુમિનીન પૂરા સાલ માં સબક ના હલકા માં શામિલ થાય છે, એ સગલા ખાસ વિડીયો લિંક ના ઝરિયા સી મૌલાના ના સબક માં શામિલ થઇ શકશે.