આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. બોમ્બે હાઈ કોર્ટ માં ક્રોસ એક્ઝામિનેશન (પ્રતિવાદી ના વકીલ દ્વારા પરીક્ષણ) વાસ્તે ૮મી, ૯મી અને ૧૨મી જાન્યુઅરી ૨૦૧૮ ના રોજે તશરીફ લઇ જશે. મૌલાના ત.ઉ.શ. ના ઈર્શાદ મુબારક છે કે મુમિનીન “હસ્બોનલ્લાહુ વ ને’મલ વકીલ” ની તસ્બીહ (૪૫૦ વાર) કરે ઔર દોઆ એ “નસ્ર વલ મહાબા” ની તિલાવત અને બીજી દોઆઓ ની ભી તિલાવત કરે.

અલ્લાહ ત’આલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને નસરે અઝીઝ અને ફતહે મુબીન અતા ફરમાવે.