૨૬  મી રબીઉલ આખર (૩ જાન્યુઆરી) દાઇઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ નો મુબારક મૌકે છે. فيض سعادة الميلاد المبارك - ١٤٤٠ه

મીલાદ ની રાતે: મીલાદ ની રાતે (૨ જાન્યુઆરી), સૈયદના મગરિબ અને ઈશા ની નમાઝ વાસ્તે તશરીફ લાવશે અને તે બાદ ખુશી ની મજલિસ માં જલવા અફરોઝ થઈ ને બયાન મુબારક ફરમાવશે.

સૈયદના ત.ઉ.શ. ના બયાન ના બાદ, એની રિકોર્ડિંગ મુક્વા માં આવશે અને એનીલિન્કયહાંપેશ કરવા માં આવશે.

મીલાદ ની રાતે મુમિનીન મરદો ને આકા મૌલા ની કદમબોસી નું શરાફ મળશે અને સગલા મૌલાના ને મીલાદ ની તેહનીયત અરઝ કરી શકશે. મજલિસ ના બાદ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ અને ઝાહરા બાઈસાહેબા ના દુખ્તર ની છટ્ટી ની રસમ અદા કરવા માં આવશે. મજલિસ ના બાદ સગલા મુમિનીન મુમિનાત ને સલવાત અને ખુશી ના જમન નું ઇઝન છે.

મીલાદ નો દિન:મુમિનાત નો વધાવાનો પ્રોગ્રામ મીલાદ મુબારક ના દિન ૨૬ મી રબીઉલ આખર (૩ જાન્યુઆરી) બપોરે ૪:૩૦ વાજે થશે. વધાવાના પ્રોગ્રામ માં મુમિનાત બહેનો ને આકા મૌલા ત.ઉ.શ. ની કદમબોસી નું શરફ મળશે અને સગલા મીલાદ ની તેહનીયત અરઝ કરી શકશે.

મુમિનીન આ અમલ કરે