સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આપના સાબિક દોઆત કીરામ ની નેહેજ મુતાબિક મુમિનીન ની અરઝ ની બેઠક હર સપ્તાહ અક્દ ફરમાવશે. ઝમાન ના હાલાત ના સબબ મુમિનીન ને દાઈ ની  હઝરત માં રૂબરૂ પોહ્ન્ચ્વાની મુશ્કેલીઓ ને મદદેનઝર રાખીને, સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં મુમિનીન અરઝ કરી શકે તે ખાતિર હર સપ્તાહ ઈન્ટરનેટ પર વિડીઓ કોન્ફરન્સીંગ (video conferencing via internet)  થી બેઠક થાસે.

મુમિનીન આ બેઠક માં શામિલ થઇ ને સૈયદના ફખરુદ્દીન ને રૂબરૂ પોતાના કોઈ ભી ઉમૂર (વિષય) ની અરઝ, પૂરી તરહ ખાનગી માં (પૂર્ણ ગુપ્તતા સાથે) કરી શકશે. બેઠક દરમિયાન બે-તરફી વિડીઓ કોન્ફરન્સીંગ ની સગવડ કરવામાં આવશે.

આ અઝીમ નેઅમત સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ના ઈર્શાદ અને દોરવણી મુતાબિક મુમિનીન ને નસીબ થઇ છે અને મુમિનીન ને લાઝીમ છે કે મૌલાના ની બેઠક માં રૂબરૂ હાઝીર હોઈ એ મીસલ અદબ જાળવીને આ અઝીમ નેઅમત ની કદર કરે.

મુમિનીન [email protected] પર ઈ-મેલ કરી ને બેઠક માં મુલાકાત નો ટાઈમ હાંસિલ કરે. ખિદમતગુઝારો ઈમ્કાન મુતાબિક જલ્દ અઝ જલ્દ વખ્ત મુકર્રર કરી આપશે.

દાઈ ની હઝરત માં સેહલાઈ થી પોહ્ન્ચ્વું હર મુમિન વાસ્તે ઈમકાન હોઈ, ના કે ફક્ત અમુક જ ખાસ લોકો વાસ્તે હોઈ. દોઆત મુતલકીન એ બેઠક ની આ નેહેજ કાઈમ કીધી તાકે મુમિનીન ફક્ત દીન મઝહબ ની બાબતો જ નહિ બલકે ઝીંદગી ના હર પેહલું માં બેહબૂદગી વાસ્તે દાઈ ની સલાહ અને દોઆ હાંસિલ કરે.

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. મુમિનીન વાસ્તે બેઠક માં મોડી રાત સુધી તશરીફ રાખતા હતા. તેજ મીસલ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના ઝમાન માં લંબા અરસા લગ તમામ મુમિનીન વાસ્તે બેઠક થાતી હતી. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ.  ની બેઠક સૈફી મહલ માં ગ્રાઉન્ડ ફ્લોર ના હોલ માં થતી, અને સાથે તેજ વખ્ત સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની બેઠક સૈફી મહલ માં પહેલા માળે થતી. મુમિનીન પહેલા દાઈ ની કદમબોસી ની બરકત લેતા અને તે બાદ મૌલાના ના માઝૂન અને મનસૂસ ને કદમબોસ થાતા. 

પછી છેલ્લા વર્ષો માં અમુક વર્ગ એ દાઈ ની હઝરત માં ફક્ત વગવાળા લોકો પોહંચી શકે એવા હાલાત બનાવી દીધા – દૌલત અને શોહરત ને એહેમ્મીયત આપવા લાગા, તકવા અને ઇલ્મ નઝરઅંદાઝ થઇ ગયા.

દાઈ અલ મુતલક ના રુતબા માં આયા પછી, સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની નેહેજ જારી રાખતા હુઆ હર સપ્તાહ મુમિનીન વાસ્તે બેઠક માં તશરીફ રાખતા – જેમાં આપ મૌલા સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના હક્કન વારિસ છે એમ અકીદો રાખનાર મુમિનીન કદમબોસી નું શરફ હાંસિલ કરતા.